LIVE મેચમાં પોતાની ટીમનાજ ગોલકીપર સાથે અથડાઈ ગયો ખેલાડી અને સીધો આવી ગયો સ્ટ્રેચર પર, જુઓ VIDEO

|

Nov 22, 2022 | 7:13 AM

Qatar FIFA World Cup Controversy: ઈરાનના ગોલકીપરે પોતાની ટીમ માટે ગોલ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની જ ટીમના ખેલાડી સાથે અથડાયો.

LIVE મેચમાં પોતાની ટીમનાજ ગોલકીપર સાથે અથડાઈ ગયો ખેલાડી અને સીધો આવી ગયો સ્ટ્રેચર પર, જુઓ VIDEO
Iran goalkeeper injured
Image Credit source: AFP

Follow us on

છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ઈરાનની ટીમ ઈચ્છિત શરૂઆત કરી શકી નથી. ફિફા વર્લ્ડ કપ-2022ની પોતાની પ્રથમ મેચમાં આ ટીમને સોમવારે ઈંગ્લેન્ડ સામે 6-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચની શરૂઆતથી લઈને છેલ્લી ઘડી સુધી ઈંગ્લેન્ડની ટીમ ઈરાન પર પ્રભુત્વ જમાવી રહી હતી. આ મેચમાં ઈરાનનો પરાજય થયો હતો પરંતુ તેનો એક મુખ્ય ખેલાડી ખરાબ રીતે ઘાયલ થયો હતો.

ઈરાને પોતાની શરૂઆતની ઈલેવનમાં ગોલકીપર અલીરેઝા બેરાનવંદની પસંદગી કરી હતી પરંતુ આ ગોલકીપર સેવ કરતી વખતે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ ખેલાડીને મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો. હુસૈનીએ તેની જગ્યાએ ગોલકીપિંગ કર્યું અને છ ગોલ બચાવવામાં સફળ રહ્યા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પોતાના જ ખેલાડી સાથે અથડામણ

ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ તકો બનાવી રહી હતી. મેચની 7:15 મિનિટમાં, ઇંગ્લેન્ડે ડાબી બાજુથી હુમલો કર્યો અને હેરી કેને બોલને ગોલપોસ્ટની સામે મોકલ્યો. ઈરાનના ગોલકીપરે ભાગીને તેને રોકવાનો પ્રયાસ કર્યો અને ડાઈવ લગાવ્યો. બોલ તેની આંગળીઓને સ્પર્શી ગયો હતો પરંતુ તે ડાઇવિંગ કરતી વખતે તેની જ ટીમના સાથી માજિદ હુસૈની સાથે અથડાયો હતો. બંને ખેલાડીઓ જમીન પર પડ્યા હતા. આ સમયગાળા દરમિયાન અલીરેઝાને વધુ ઈજાઓ થઈ હતી.તેના નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું, જે તેના કપડા સુધી પહોંચ્યું હતું.

આ જોઈને તબીબો તરત જ મેદાનમાં આવ્યા અને લાંબા સમય સુધી તેની સારવાર કરતા રહ્યા. મેચ લાંબા સમય સુધી અટકી હતી. પછી થોડી વાર પછી અલીરેઝા ઉભો થયો અને રમવા માટે તૈયાર થયો. પરંતુ થોડી સેકન્ડો પછી તેને સમજાયું કે તે રમી શકશે નહીં અને તેથી જ તેણે બેન્ચ તરફ ઈશારો કર્યો. પછી તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો. જ્યાં સુધી તે ત્યાં હતો ત્યાં સુધી ઈરાને ગોલ કર્યો ન હતો.

 

આવી રહી મેચ

જ્યાં સુધી મેચની વાત છે તો ઈંગ્લેન્ડની ટીમે આ મેચમાં સંપૂર્ણ રીતે પોતાની તાકાત બતાવી હતી. તેણે પહેલા હાફમાં જ ત્રણ ગોલ કરીને જીતની તકો વધારી દીધી હતી. તેના માટે જુડ વેલિંગહામે 35મી મિનિટે, બુકાયો સાકાએ 43મી અને 62મી મિનિટે, રહીમ સ્ટર્લિંગે પહેલા હાફના વધારાના સમયમાં, માર્કસ રૅશફોર્ડે 71મી મિનિટે, જેક ગ્રેલિશે 89મી મિનિટે ગોલ કર્યા હતા. ઈરાને બે ગોલ કર્યા હતા અને આ બંને ગોલ મહેંદી ટર્મીએ કર્યા હતા. તેણે મેચની 65મી મિનિટે અને વધારાના સમયમાં ગોલ કર્યા હતા.

Published On - 7:13 am, Tue, 22 November 22

Next Article