FIH Pro League: હોકી ઈન્ડિયાએ 20 સભ્યોની ટીમની કરી જાહેરાત, 11 જૂને બેલ્જિયમ સાથે થશે ટક્કર

|

May 21, 2022 | 9:09 AM

FIH Pro League: હોકી ઈન્ડિયા (Hockey India) એ આવતા મહિને FIH પ્રો લીગ મેચો રમવા માટે કેપ્ટન અમિત રોહિદાસના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમ 11 જૂને બેલ્જિયમ સામે મેચ રમશે. FIH પ્રો લીગમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

FIH Pro League: હોકી ઈન્ડિયાએ 20 સભ્યોની ટીમની કરી જાહેરાત, 11 જૂને બેલ્જિયમ સાથે થશે ટક્કર
Hockey India (PC: Twitter)

Follow us on

હોકી ઈન્ડિયા (Hockey India)એ FIH Pro League સીઝન 2021-22 માટે 20 સભ્યોની પુરૂષ ટીમની જાહેરાત કરી છે. ભારતીય હોકી ટીમ લીગના અંતિમ ચરણમાં યજમાન બેલ્જિયમ અને નેધરલેન્ડ સામે ટકરાશે. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ ઈન્ડિયા 11 અને 12 જૂને એન્ટવર્પમાં યજમાન બેલ્જિયમને પડકાર આપશે. આ પછી ભારતીય ટીમ 18 અને 19 જૂને રોટરડેમમાં નેધરલેન્ડ સામે રમશે. આ દરમિયાન ભારતીય ટીમની કમાન અમિત રોહિદાસના હાથમાં રહેશે. જ્યારે હરમનપ્રીત સિંહ ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે.

હોકી ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા 20 સભ્યોની ટીમમાં ગોલકીપર સૂરજ કરકેરા, પીઆર શ્રીજેશ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, વરુણ કુમાર, અમિત રોહિદાસ જુગરાજ સિંહ અને જર્મન પ્રીત સિંહનો સમાવેશ થાય છે. જ્યારે મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ, નીલકાંત શર્માને મિડફિલ્ડર તરીકે ટીમમાં જગ્યા મળી છે. બીજી તરફ ફોરવર્ડ લાઇનમાં ગુરજંત સિંહ, મનદીપ સિંહ, શિલાનંદ લાકરા, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય અને અભિષેકને વિશ્વાસ અપાયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ટીમમાં દરેક ખેલાડી પાસે પુરતો અનુભવ છે

સમાચાર એજન્સી પ્રમાણે મુખ્ય કોચ ગ્રેહામ રીડે કહ્યું, “આ FIH હોકી પ્રો લીગ (Hockey Pro League) નો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. જેમાં વિશ્વની ટોચની ટીમો સામે તેમના ઘરેલું મેદાન પર મેચો રમાશે. અમારી યોજના રમતને આગળ વધારવાની છે.” “બેંગલુરુમાં રાષ્ટ્રીય શિબિર દરમિયાન અમારી પાસે લીગમાં અત્યાર સુધીના અમારા પ્રદર્શન પર આત્મનિરીક્ષણ કરવાનો સમય છે. અમે યુરોપમાં વધુ સારું કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોઈપણ મોટા ફેરફારો વિના ટીમ સમાન છે. ટીમના દરેક ખેલાડીને પ્રો લીગમાં રમવાનો અનુભવ છે.”

 

20 સભ્યોની ભારતીય હોકી ટીમ

ગોલકીપરઃ સુરજ કરકેરા, પીઆર. શ્રીજેશ.
ડિફેન્ડરઃ સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (ઉપ સુકાની), વરૂણ કુમાર, અમિત રોહિદાસ (સુકાની), જુગરાજ સિંહ, જરમનપ્રીત સિંહ.
મિડફિલ્ડરઃ મનપ્રી સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ, નીલકાત શર્મા.
ફોર્વર્ડઃ ગુરજંત સિંહ, મનદીપ સિંહ, શિલાનંદ લાકડા, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક.

Next Article