National Games 2022: અમદાવાદની માના પટેલે ગુજરાતને અપાવ્યો 10 મો ગોલ્ડ મેડલ

|

Oct 07, 2022 | 8:22 PM

માના પટેલે સ્વિમિંગમાં 50 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. માના પટેલનો નેશનલ ગેમ્સ 2022 માં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. માના પટેલનો નેશનલ ગેમ્સ 2022 માં આ કુલ ચોથો મેડલ છે.

National Games 2022: અમદાવાદની માના પટેલે ગુજરાતને અપાવ્યો 10 મો ગોલ્ડ મેડલ
Gujarat's Maana Patel won Gold medal in 50 m Backstroke category in Swimming

Follow us on

નેશનલ ગેમ્સ 2022 માં (National Games 2022) અમદાવાદની માના પટેલે (Maana Patel) ગુજરાતને 10 મો ગોલ્ડ મેડલ અપાવ્યો. ગુજરાતની માના પટેલે શુક્રવારે સ્વિમિંગમાં 50 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. માના પટેલનો નેશનલ ગેમ્સ 2022 માં ત્રણ ગોલ્ડ મેડલ સહિત આ કુલ ચોથો મેડલ હતો. માના પટેલે 2022 ના ગુજરાતમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 100 મીટર બેકસ્ટ્રોક, 200 મીટર બેકસ્ટ્રોક અને હવે 50 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. માના પટેલે 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. માના પટેલનો નેશનલ ગેમ્સમાં બેકસ્ટ્રોકમાં દબદબો રહ્યો છે. નેશનલ ગેમ્સ 2022 માં એક્વાટિક્સની ઇવેન્ટનું આયોજન રાજકોટ ખાતે થઇ રહ્યું છે. એક્વાટિક્સની ઇવેન્ટ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે.

માના પટેલે સ્વિમિંગમાં 50 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદની માના પટેલે રાજકોટમાં આયોજિત સ્વિમિંગમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. માના પટેલે 50 મીટર બેક સ્ટ્રોકમાં સુવર્ણ પદક પોતાના નામ કર્યો હતો. માના પટેલે અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. માના પટેલ 29.77 સેકન્ડના ટાઇમ સાથે ટોચ પર રહી હતી. કર્ણાટકની રિધિમા કુમાર 30.13 સેકન્ડ સાથે બીજા ક્રમે રહી હતી અને બંગાળની સાગ્નિકા રોય 31.24 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી. આમ ગુજરાતે ગોલ્ડ, કર્ણાટકે સિલ્વર અને બંગાળે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

માના પટેલના નેશનલ ગેમ્સ 2022 માં ચાર મેડલ

માના પટેલે બેકસ્ટ્રોક 50 મીટરમાં ગોલ્ડ મેડલ સાથે નેશનલ ગેમ્સ 2022 માં કુલ 4 મેડલ જીતી લીધા છે. માના પટેલે 2015 માં કેરળમાં આયોજિત નેશનલ ગેમ્સમાં કુલ ત્રણ મેડલ જીત્યા હતા. 2015 માં માનાએ ત્રણે મેડલ ગોલ્ડ મેડલ જીત્યા હતા જેમાં 200 મીટર બેકસ્ટ્રોક, 100 મીટર બેકસ્ટ્રોક, અને 50 મીટર બેકસ્ટ્રોકનો સમાવેશ થાય છે. આમ માના પટેલે નેશનલ ગેમ્સ મેડલ ટેલીમાં ગત સીઝન કરતા સુધારો કર્યો છે. એક્વાટિક્સમાં ગુજરાતે અત્યાર સુધી કુલ 9 મેડલ જીતી લીધા છે. આર્યન નહેરાએ (Aryan Nehra) પણ ગુજરાત માટે સ્વિમિંગમાં ચાર મેડલ જીત્યા છે પણ તેમાં એક મેડલ ટીમ ઇવેન્ટમાં જીત્યો છે. આર્યન નહેરાએ ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Next Article