U17 Women’s National Football Championship: ગુજરાતે 7-0 થી પોન્ડિચેરીને રગદોળ્યું , મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન

|

Jun 25, 2022 | 1:33 PM

Gujarat Football : ગુજરાત તરફથી માયા રબારી (Maya Rabari) એ શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. તો શિલ્પાબેન ઠાકોર અને ખુશ્બુ સરોજે પણ 2-2 ગોલ કર્યા હતા.

U17 Womens National Football Championship: ગુજરાતે 7-0 થી પોન્ડિચેરીને રગદોળ્યું , મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન
Gujarat U17 Women's Football Team

Follow us on

Gujarat Football : ભારતના આસામમાં જુનિયર અંડર 17 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2022 (Junior U17 Womem’s National Football Championship 2022) નું આયોજન થઇ રહ્યું છે. જેમાં ગુજરાતની મહિલા ટીમ પણ રમી રહી છે. આ ટુર્નામેન્ટમાં આજે એટલે કે શનિવારે 25 જુનના રોજ ગુજરાત અને પુડુચેરી વચ્ચે રમાયીલ મેચમાં ગુજરાત (Gujarat Football) ની મહિલા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા 7-0 ના મોટા માર્જીનથી પુડુચેરીને માત આપી લીગ સ્ટેજની સમાપ્તી કરી હતી. ગુજરાત તરફથી માયા રબારીએ શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. તો શિલ્પાબેન ઠાકોર અને ખુશ્બુ સરોજે પણ 2-2 ગોલ કર્યા હતા.

પહેલા હાફમાં ગુજરાતે 4 ગોલ કર્યાં

ગુજરાતની ટીમ શરૂઆતથી જ મેચમાં પુડુચેરી ટીમ પર હાવી રહી હતી. મેચમાં શરૂઆતથી જ ગુજરાતની ટીમ આક્રમક મોડમાં જોવા મળી હતી અને મેચમાં પહેલો ગોલ 21 મી મિનિટે જ કર્યો હતો. ગુજરાત તરફથી માયા રબારીએ મેચમાં 21મી મિનિટે ગોલ કર્યો હતો. તો ત્યાર બાદ તરત 10 મિનિટમાં એટલે કે 31 મી મિનિટે દિપિકા ચુનારાએ મેચનો બીજો ગોલ કર્યો હતો. તો મેચમાં બીજા ગોલ કર્યાના 7મી મિનિટે એટલે કે મેચની 38મી મિનિટે જ ખુશ્બુ સરોજે ત્રીજી ગોલ કરી ગુજરાતની ટીમે મેચમાં પોતાનો ડંકો વગાડ્યો હતો.

બીજા હાફમાં ગુજરાતે ત્રણ ગોલ કર્યા

જોકે ગુજરાતની ટીમ મેચની શરૂઆતથી જ હરીફ ટીમ તરફ સતત હાવી રહ્યું હતું અને સતત ગોલ કરવામાં સફળ રહ્યું હતું. મેચમાં 44 મી મિનિટે ફરી ખુશ્બુ સરોજે ગોલ કરી સ્કોર 4-0 પહોંચાડ્યો હતો. આમ પહેલા હાફમાં ગુજરાતે 4 ગોલ કર્યા હતા. બીજા હાફમાં પણ ગુજરાતની ટીમ હાવી રહી હતી. મેચની 57 મી મિનિટે શિલ્પાબેન ઠાકોરે ગોલ કર્યો હતો. જોકે ત્યાર બાદ બીજા હાફમાં પુડુચેરી ટીમ થોડી આક્રમક મુડમાં જોવા મળી હતી પણ ગોલ કરી શકી ન હતી. મેચમાં અંતિમ ક્ષણોએ એટલે કે 83 મી મિનિટે માચા રબારી અને 86 મી મિનિટે શિલ્પાબેન ઠાકોરે ગોલ કર્યો હતો. આમ ગુજરાતની ટીમે 7-0 થી મેચ પોતાના નામે કરી લીધી હતી અને લીગ સ્ટેજમાં સતત બીજી જીત મેળવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Gujarat U17 Women’s Football Team

3 માંથી 2 મેચ જીતવા છતાં ગુજરાત આગળના સ્ટેજમાં પ્રવેશી શકશે નહીં

આ પહેલા લીગ સ્ટેજની પહેલી મેચમાં ગુજરાતની ટીમ હરીયાણા સામે 5-1 થી હાર થઇ હતી. તો બીજી મેચમાં આસામ સામે 2-1 થી જીત મેળવી હતી. મહત્વનું છે કે ત્રણમાંથી બે મેચ જીતવા છતાં ગુજરાતની ટીમ આગળના સ્ટેજમાં પહોંચી નહીં શકે. કારણ કે પહેલી મેચમાં હરીયાણા મોટા માર્જીનથી જીત મેળવતા પોઇન્ટી દ્રષ્ટીએ ગુજરાત કરતા આગળ છે. તો આજની બપોરની 3 વાગ્યાની આસામ અને હરીયાણા વચ્ચેની મેચમાં આસામ જીતશે તો પણ ગુજરાતને પોઇન્ટની દ્રષ્ટીએ ખાસ ફાયદો થશે નહીં. મહત્વનું છે કે પોતાના ગ્રુપમાં 4 માંથી માત્ર 1 જ ટીમ આગળના રાઉન્ડમાં ક્વોલિફાય થવાના કારણે હરિયાણા પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે.

Next Article