ગીરના ડાલા મથ્થાને મળ્યુ 36મી નેશનલ ગેમ્સના લોગોમાં સ્થાન, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો લોગો

|

Sep 19, 2022 | 1:37 PM

ગુજરાતના(Gujarat) 6 શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. આજે ગુજરાતમાં રમાનારી 36મી નેશનલ ગેમ્સનો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો.

ગીરના ડાલા મથ્થાને મળ્યુ 36મી નેશનલ ગેમ્સના લોગોમાં સ્થાન, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો લોગો
Gujarat CM Bhupendra Patel launches the logo of the 36th National games in Gandhinagar
Image Credit source: Twitter

Follow us on

36th National games: ગુજરાત(Gujarat)માં 36મો રાષ્ટ્રીય રમતોત્સવ (National Games) 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે. આ રમતોત્સવમાં સમગ્ર દેશમાંથી 25 હજારથી વધુ રમતવીરો (Sportsman) ભાગ લેશે. ગુજરાત સરકારે તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યના 6 શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ માટેનો લોગો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સનો લોગો લોન્ચિંગ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલ ગેમ્સ માટેનો લોગો લોન્ચ કર્યો હતો.

લોગોમાં ગીરના સિંહને સ્થાન મળ્યું

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદ્ધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ગાંધીનગરમાં 3 સ્થળોએ 8 રમતો, રાજકોટમાં 3 સ્થળોએ 2 રમત, ભાવનગરમાં એકજ સ્થળે 3 રમત , વડોદરામાં એક સ્થળે 4 રમત, જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે. રમતોત્સવનું સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે. નેશનલ ગેમ્સમાં દેશભરના 7000 ખેલાડીઓ ગુજરાત આવશે. મુખ્યમંત્રીએ લોન્ચ કરેલા લોગોમાં ગીરના સિંહને સ્થાન મળ્યું છે.

 

 

36માં રાષ્ટ્રીય રમતોત્સવ માટે ગુજરાતની પસંદગી કરાઈ

દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા ગુજરાતમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન એવા ખેલમહાકુંભ અંતર્ગત 55 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ ગુજરાત જેવા મેગા ઈવેન્ટનો પણ ગુજરાતને 9 વર્ષનો બહોળો અનુભવ રહેલો છે. ગુજરાત તમામ એરપોર્ટ અને રેલવે સ્ટેશનના નેટવર્કથી દેશના તમામ મોટા શહેર સાથે જોડાયેલું છે, જેથી પરિવહન ક્ષેત્રે પણ તમામ સુવિધાઓ આવનાર ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.

Published On - 6:18 pm, Fri, 22 July 22

Next Article