National Games: ‘ગો ફોર ગોલ્ડ’, ગુજરાતના સોફ્ટ ટેનિસ ખેલાડીઓનો એક જ ધ્યેય છે ગુજરાત માટે ગોલ્ડ જીતવો

|

Sep 22, 2022 | 4:35 PM

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ખેલાડીઓ પણ રાષ્ટ્રીય કક્ષાના આ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આવો જોઈએ ગુજરાતના સોફ્ટ ટેનિસ ખેલાડીઓનો ઉત્સાહ અને તેમની તૈયારી

National Games: ગો ફોર ગોલ્ડ, ગુજરાતના સોફ્ટ ટેનિસ ખેલાડીઓનો એક જ ધ્યેય છે ગુજરાત માટે ગોલ્ડ જીતવો
ગુજરાતના ખેલાડીઓનો એક જ ધ્યેય છે નેશનલ ગેમમાં ગોલ્ડ મેડલ જીતવો
Image Credit source: Twitter

Follow us on

National Games: ગુજરાતમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ સુરતથી થઈ ગયો છે. ગુજરાતના ખાતામાં 1 ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે. આ ગેમમાં   બે નવી ઈવેન્ટ્સ યોગાસન અને મલખંભનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતોનો પણ નેશનલ ગેમ્સ-2022 (National Games)માં સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ ગેમ્સ 2022માં 36 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કના સોફ્ટ ટેનિસ કોર્ટમાં નેશનલ ગેમ્સની સોફ્ટ ટેનિસ (soft tennis) રમાશે. ગુજરાતના સોફ્ટ ટેનિસ ખેલાડીઓ હાલમાં અહીં તાલીમ લઈ રહ્યા છે.

સોફ્ટ ટેનિસ રમત અમદાવાદમાં રમાશે

ગુજરાત માટે આ એક મોટી તક છે. એટલે જ પરસેવો પાડી રહેલા આ તમામ ખેલાડીઓનો એક જ ધ્યેય છે, ગુજરાત માટે ગોલ્ડ જીતવો. ઘરઆંગણે જ નેશનલ ગેમ્સ અને એમાં પણ સોફ્ટ ટેનિસ રમત અમદાવાદમાં જ યોજાવાની હોવાથી ગુજરાતના ખેલાડીઓનો ઉત્સાહ બમણો થયો છે. બીજી બાજુ ગુજરાતને વધુમાં વધુ મેડલ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ સાથે કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સોફ્ટ ટેનિસ ચેમ્પિયન અનિકેત પટેલની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગતા રાજ્યના અન્ય ખેલાડીઓ માટે આ નેશનલ ગેમ્સ એક મહત્વનું પ્લેટફોર્મ પૂરવાર થશે. 36મી નેશનલ ગેમ્સના પરિણામે ગુજરાતમાંથી અનેક રમતવીરોની પ્રતિભા બહાર આવશે.

રમતવીરો ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વાકેફ થશે

ગુજરાત 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે પ્રથમ વખત પ્રતિષ્ઠિત રમતોત્સવ એટલે કે 36મી નેશનલ ગેમ્સનીની યજમાની કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં આ ઈવેન્ટ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ 6 શહેરોમાં યોજાશે. 36મી નેશનલ ગેમ્સનું ગુજરાત જ્યારે યજમાન બનવા જઇ રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનના પ્રસ્તાવને ઝડપી સ્વીકારવા બદલ ‘ભારતીય ઓલિમ્પિક એસોસિએશન’નો આભાર માન્યો છે. ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનથી ભારત દેશના ધુરંધર રમતવીરો ગુજરાત રાજ્યના અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વાકેફ થશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બહુ ઓછા સમયમાં રાજ્યોએ ફાળવેલી તારીખની અંદર ઈવેન્ટનું આયોજન કરવું એક જટિલ કાર્ય બની ગયું હતું. કુદરતી આફતો, વૈશ્વિક તેમજ અન્ય સમસ્યાઓના કારણે ઘણા રાજ્યો ઈવેન્ટનું નિર્ધારિત સમયે આયોજન કરવામાં અસફળ થયાં હતાં. વર્ષ 2020માં ગોવા અને વર્ષ 2021માં છત્તીસગઢમાં આવું આયોજન કરી શકાયું નહોતું.

Next Article