ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફાઈનલમાં હાર બાદ મેદાનમાં ઉતર્યા, નિરાશ ખેલાડીઓને આપી સાંત્વના

|

Dec 19, 2022 | 9:29 AM

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પોતાની ફૂટબોલ ટીમને સપોર્ટ કરવા કતાર પહોંચ્યા હતા. મેચમાં હાર બાદ તેઓ ખેલાડીઓને સાંત્વના આપવા મેદાન પર પહોંચ્યા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફાઈનલમાં હાર બાદ મેદાનમાં ઉતર્યા, નિરાશ ખેલાડીઓને આપી સાંત્વના
French President Emmanuel Macron
Image Credit source: Twitter

Follow us on

આર્જેન્ટિના એ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમને હરાવી હતી. ફાઈનલ મેચમાં ફ્રાન્સના એમબાપ્પે સહિતના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. મેચમાં પેનલટી શૂટઆઉટમાં આર્જેન્ટિના સામે હાર મળતા તેઓ સતત બીજીવાર ચેમ્પિયન બનવાથી ચૂક્યા હતા. આ સાથે જ તેઓ ફિફા વર્લ્ડકપ 2022ની રનર અપ ટીમ બન્યા છે. પણ આ રોમાંચક મેચમાં હાર મળતા ખેલાડીઓ મેદાન પર રડયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પોતાની ફૂટબોલ ટીમને સપોર્ટ કરવા કતાર પહોંચ્યા હતા. મેચમાં હાર બાદ તેઓ ખેલાડીઓને સાંત્વના આપવા મેદાન પર પહોંચ્યા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ફાઈનલ મેચમાં શું થયુ ?

રોમાંચક મેચમાં મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી.ફ્રાન્સની ટીમે બીજા હાફમાં ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.

રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી.

મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો.ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé  એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.

Published On - 2:34 am, Mon, 19 December 22

Next Article