French Open : યુએસ ઓપન ચેમ્પિયન ડેનીલ મેદવેદેવની આસાન જીત, રોહન બોપન્નાએ પણ આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

|

May 25, 2022 | 9:37 AM

French Open : લગભગ 2 મહિના પહેલા હર્નીયાની સર્જરી કરાવ્યા બાદ મેદવેદેવ (Daniil Medevedev) ને પહેલી જીત મળી હતી. ગયા અઠવાડિયે સર્જરીમાંથી પરત ફરતી વખતે તેને જીનીવા ઓપનમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

French Open : યુએસ ઓપન ચેમ્પિયન ડેનીલ મેદવેદેવની આસાન જીત, રોહન બોપન્નાએ પણ આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
Daniil Medvedev (PC: Sky Sports)

Follow us on

ફ્રાન્સિસ ટિયાફોએ મંગળવારે ફ્રેન્ચ ઓપન (French Open 2022) ટેનિસ ટૂર્નામેન્ટમાં સાતમા પ્રયાસમાં પ્રથમ વિજય નોંધાવીને પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. અમેરિકાના ટિયાફોને રોલેન્ડ ગેરોસ ખાતે પ્રથમ રાઉન્ડમાં 6 પરાજય પછી તેની પ્રથમ જીત નોંધાવી હતી. તેણે બેન્જામિન બોન્ઝીને 7-5, 7-5, 7-6 (5) થી માત આપી હતી. વિશ્વમાં નંબર 24 ટિયાફોએ તેના 23 બ્રેક પોઈન્ટમાંથી માત્ર પાંચને તેના ફ્રેન્ચ હરીફ સામેની જીતમાં રૂપાંતરિત કર્યા. પરંતુ તે તેને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવવા માટે પૂરતું હતું. રોહન બોપન્ના (Rohan Bopanna) અને તેના નેધરલેન્ડના સાથી માટવે મિડલકુપે જીત સાથે શરૂઆત કરી.  યુએસ ઓપન ચેમ્પિયન ડેનિલ મેદવેદેવ (Daniil Medevedev) એ સારી શરૂઆત કરી છે.

બીજા રાઉન્ડમાં ટિયાફોનો મુકાબલો બેલ્જિયમના ડેવિડ ગોફિન (David Goffin) સામે થશે. જો-વિલ્ફ્રેડ સોંગા પ્રથમ રાઉન્ડમાં હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને આઠમો ક્રમાંકિત કેસ્પર રૂડે 6-7 (6), 7-6 (4), 6-2, 7-6 (0) થી હરાવ્યો હતો. સોંગાની આ છેલ્લી મેચ હતી. કારણ કે 37 વર્ષીય ફ્રેન્ચ ખેલાડીએ ફ્રેન્ચ ઓપન પછી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોંગાએ તેની 18 વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન 18 ટાઇટલ જીત્યા છે અને કારકિર્દીની શ્રેષ્ઠ પાંચમી રેન્કિંગ હાંસલ કરી ચુક્યો છે. તે 2008 માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો. ફ્રાન્સના ખેલાડીઓમાં ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં તેના નામે સૌથી વધુ 121 જીત છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેદવેદેવની આસાન જીત

સેબેસ્ટિયન કોર્ડાએ પણ ઓસ્ટ્રેલિયાના અનુભવી જોન મિલમેન સામે 6-1, 7-5, 7-6 (6) થી જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ડેનિશ કિશોર હોલ્ડર રુને પ્રથમ રાઉન્ડમાં કેનેડાના 14મા ક્રમાંકિત ડેનિસ શાપોવાલોવને 6-3, 6-1, 7-6 (4) થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. બીજા ક્રમાંકિત રશિયાના ડેનિલ મેદવેદેવે પણ સરળ વિજય સાથે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. યુએસ ઓપન ચેમ્પિયન ડેનિયલ મેદવેદેવે આર્જેન્ટિનાના ફેકુન્ડો બાગ્નિસને સીધા સેટમાં 6-2, 6-2, 6-2 થી હરાવ્યો હતો.

 

 

લગભગ 2 મહિના પહેલા હર્નીયાની સર્જરી કરાવ્યા બાદ મેદવેદેવની આ પ્રથમ જીત છે. ગયા અઠવાડિયે સર્જરી કરીને પરત ફરતી વખતે તેને જીનીવા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં સતત 4 પરાજયનો સામનો કરનાર મેદવેદેવ ગયા વર્ષે રોલેન્ડ ગેરોસ ખાતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.

રોહન બોપન્નાએ પણ જીત સાથે શરૂઆત કરી

રોહન બોપન્ના અને તેના નેધરલેન્ડના સાથીદાર માટવે મિડલકૂપે મંગળવારે સીધા સેટમાં જીત મેળવીને મેન્સ ડબલ્સ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અનુભવી 16મી ક્રમાંકિત ભારત અને નેધરલેન્ડની જોડીને તેમના પ્રથમ રાઉન્ડની મેચમાં ગ્યુમાર્ડ વેઈનબર્ગ અને લુકા વાન એશેની સ્થાનિક વાઈલ્ડ કાર્ડ જોડી સામે 6-4 6-1 થી કોઈ મુશ્કેલી પડી ન હતી. આ ટુર્નામેન્ટમાં ભારતના રામકુમાર રામનાથન પણ ભાગ લઈ રહ્યો છે અને તેણે અમેરિકાના હન્ટર રીસ સાથે જોડી બનાવી છે. ભારત-અમેરિકાની જોડી પ્રથમ રાઉન્ડમાં જર્મનીની ડેનિયલ ઓલ્ટમાયર અને ઓસ્કાર ઓટેની જોડી સામે ટકરાશે.

Next Article