French Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ! બાદમાં માગી માફી, જુઓ VIDEO

|

May 27, 2022 | 9:09 AM

French Open 2022: વિશ્વમાં નંબર 63 રોમાનિયાની બેગુએ રશિયાની એલેક્ઝાન્ડ્રોવાને 6-7(3) 6-3 6-4 થી હરાવી. આ જીત બાદ બેગુ હવે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

French Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ! બાદમાં માગી માફી, જુઓ VIDEO
Irina Camelia Begu એ બાદમાં માફી માગી

Follow us on

ટેનિસ (Tennis) કોર્ટ પર, આપણે ઘણીવાર ખેલાડીઓને ગુસ્સામાં કંઈક એવું કરતા જોઈએ છીએ જે ન થવું જોઈએ. ખેલાડીઓ આવું ત્યારે કરે છે જ્યારે તેઓ મેચ વિશે દબાણમાં હોય અથવા વધુ સારું રમ્યા પછી પણ તેમની ભૂલને કારણે પોઈન્ટ ગુમાવે છે. ફ્રેન્ચ ઓપનની કોર્ટ પર પણ આવું જ દ્રશ્ય સર્જાયું હતું. મહિલા સિંગલ્સમાં રોમાનિયાની બેગુ અને રશિયાની એલેક્ઝાન્ડ્રોવા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. કોર્ટ નંબર 13 પર રમાઈ રહેલી આ મેચના ત્રીજા સેટના બીજા રાઉન્ડમાં જે થયું તે કદાચ ન થવુ જોઈએ. રોમાનિયાના એક ખેલાડીએ મેચ જોવા આવેલા બાળકને પોતાના રેકેટથી ઇજા પહોંચાડી હતી. વિશ્વની 63માં ક્રમાંકિત ખેલાડી બેગુએ ઉતાવળમાં આમ કર્યું, પરંતુ પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા નાનુ બાળક તેનાથી ડરી ગયુ. જો કે, જ્યારે બેગુ (Irina-Camelia Begu) ને તેની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેણે ઘટનાની સત્યતા જણાવતા માફી પણ માંગી.

આ મેચમાં રોમાનિયાની ખેલાડી બેગુએ જીત મેળવી હતી. તેણીએ રશિયન નંબર 30 એલેક્ઝાન્ડ્રોવાને 6-7(3) 6-3 6-4થી હરાવ્યી હતી. આ જીત બાદ, બેગુ હવે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે, જ્યાં તેનો આગળનો મુકાબલો લીઓલિયા જિન-જિન સામે થશે, જેણે ફ્રેન્ચ ઓપનમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોર્ટ પર ફેંકવામાં આવેલ રેકેટ ઉછળીને બાળકને વાગ્યુ

રશિયન ટેનિસ સ્ટાર સામે ત્રીજા સેટમાં બ્રેક પોઈન્ટ ચૂકી જતાં બેગુ પોતાની જાતથી થોડી નારાજ દેખાતી હતી. બસ એ જ ગુસ્સામાં તેણે કોર્ટ પર પોતાનું રેકેટ માર્યું. પરંતુ તે ઉછળીને પ્રેક્ષક ગેલેરી તરફ ગયુ અને એક નાના બાળકના માથામાં જઈને વાગ્યુ. આ ઘટના બાદ ચેયર અમ્પાયરે સુપરવાઈઝરને આ મામલે દરમિયાનગીરી કરવા કહ્યું હતું. ચેયર અમ્પાયરે માત્ર એ જોયું કે બાળક રડી રહ્યુ હતુ, તેણે એ જોયું નહીં કે તેને રેકેટથી ઈજા થઈ છે કે નહીં.

આ ઘટના બાદ ખેલાડીએ માફી માંગી હતી

જો કે આ ઘટના બાદ રોમાનિયાના ખેલાડીએ માફી માંગી લીધી છે. તેણે કહ્યું કે તેનો એવો કોઈ ઈરાદો નથી. તેણે કહ્યું કે મેં કોર્ટ પર રેકેટ ફેંક્યું હતું. મને ખબર ન હતી, તે એટલું ઉછળશે કે દર્શકો સુધી પહોંચી જશે. બેગુએ કહ્યું કે મેં મારી કારકિર્દીમાં આવું ક્યારેય કર્યું નથી.

અગાઉ બનેલી આવી ઘટનાઓનું પરિણામ ખેલાડીઓએ ભોગવવું પડ્યું હતું

તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના માટે એલેક્ઝાન્ડર ઝિરોવને મેક્સિકન ઓપનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ચેયર અમ્પાયરને રેકેટ વડે માર્યો, જ્યારે નોવાક જોકોવિચને યુએસ ઓપન 2020 માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો કારણ કે તેણે જજને બોલ માર્યો હતો.

Published On - 9:08 am, Fri, 27 May 22

Next Article