French Open 2022 : પૂર્વ વિશ્વ નંબર 1 ખેલાડી અઝારેન્કા અને કર્બર ત્રીજા રાઉન્ડમાં હારી જતાં બહાર ફેકાયા

|

May 28, 2022 | 4:07 PM

Tennis : વિશ્વની ભૂતપૂર્વ નંબર 1 અને 15મી ક્રમાંકિત બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા (Victoria Azarenka) ત્રીજા રાઉન્ડની મેચમાં સ્વિટ્ઝર્લેન્ડની 23મી ક્રમાંકિત જીલ ટિચમેન સામે હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી.

French Open 2022 : પૂર્વ વિશ્વ નંબર 1 ખેલાડી અઝારેન્કા અને કર્બર ત્રીજા રાઉન્ડમાં હારી જતાં બહાર ફેકાયા
Victoria Azarenka and Angelique Kerber (PC: Twitter)

Follow us on

ફ્રેન્ચ ઓપન (French Open 2022) ટેનિસ ગ્રાન્ડ સ્લેમના છઠ્ઠા દિવસે મહિલા સિંગલ્સ મેચોમાં કેટલાક મોટા નામો હાર બાદ બહાર થઈ ગયા હતા. વિશ્વની ભૂતપૂર્વ નંબર 1 અને 15મી ક્રમાંકિત બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા (Victoria Azarenka) ત્રીજા રાઉન્ડની મેચમાં સ્વિટ્ઝર્લેન્ડની 23મી ક્રમાંકિત જીલ ટિચમેન સામે 6-4, 5-7, 6-7 થી હારી ગઈ હતી. બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર અઝારેન્કાએ જિલ સામે પહેલો સેટ જીત્યા બાદ આકરી લડાઈનો સામનો કરવો પડ્યો અને જીલ મેચ જીતી ગઈ.

ચોથા રાઉન્ડમાં જીલનો સામનો 2018 ની રનર અપ અમેરિકાની સ્લોએન સ્ટીફન્સ સામે થશે. સ્લોને ત્રીજા રાઉન્ડમાં ફ્રાન્સની યુવા ખેલાડી ડિયાન પેરીને 6-2, 6-3 થી હરાવી તેના સપનાની દોડ પૂરી કરી. 19 વર્ષીય ડિયાને પ્રથમ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બાર્બોરા ક્રિઝિકોવાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા.

ત્રણ વખતની સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 જર્મનીની એન્જેલિક કર્બર (Angelique Kerber) પણ ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. 21મો ક્રમાંકિત કર્બર બેલારુસની બિનક્રમાંકિત એલેક્ઝાન્ડ્રા સાસ્નોવિચે 6-4, 7-6 થી માત આપી હતી. કર્બરે ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીત્યા છે અને તે કારકિર્દી સ્લેમ પૂર્ણ કરનારી એકમાત્ર ફ્રેન્ચ ઓપન નથી અને આ વખતે તેનું કરિયર સ્લેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લેયલાની જીત, ગોફ પણ અંતિમ 16માં

19 વર્ષીય કેનેડિયન લેયલા ફર્નાન્ડિઝે 14મી ક્રમાંકિત સ્વિટ્ઝર્લેન્ડની બિઆન્કા બેન્સિકને 7-5, 3-6, 7-5 થી કપરા મુકાબલામાં હરાવીને પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનના અંતિમ 16માં પ્રવેશ કર્યો હતો. યુએસ ઓપન 2021 ની રનર-અપ લેયલા ત્રીજા સેટમાં એક તબક્કે પાછળ હતી. પરંતુ તેણીએ સારી રમત રમી અને મેચ જીતીને વાપસી કરી હતી. ખાસ વાત એ છે કે લેયલા વર્ષ 2019 માં ફ્રેન્ચ ઓપન મહિલા ચેમ્પિયન બની હતી.

લેયલાનો ચોથા રાઉન્ડમાં અમેરિકાની 27મી ક્રમાંકિત અમાન્ડા એનિસિમોવા સામે ટક્કર થશે. 20 વર્ષીય અમાન્ડાને ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવા સામેની મધ્ય મેચમાં વોકઓવર મળ્યો હતો. વોકઓવર સમયે અમાન્ડા 6-7, 6-2, 3-0 થી આગળ હતી.

18મી ક્રમાંકિત અને 18 વર્ષીય અમેરિકન કોકો ગૉફે અનુભવી એસ્ટોનિયાની કાયા કાનેપીને હરાવીને સતત બીજી વખત ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. કોકોએ કાનેપીને 6-3, 6-4 થી હરાવી હતી. 31મી ક્રમાંકિત એલિસ મેર્ટેન્સે રશિયાની વરવારા ગ્રાચેવાને હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેણીનો સામનો કોકો ગોફ સાથે થશે.

Next Article