French Open: 19 વર્ષના ખેલાડીએ સર્જ્યો અપસેટ, સિત્સિપાસને આપી સુચક હાર

|

May 31, 2022 | 5:13 PM

Tennis : ડેનમાર્કના 19 વર્ષના હોલ્ગર રુને (Holger Rune) એ પહેલીવાર ફ્રેન્ચ ઓપન (French Open) ટેનિસ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. સિસ્તિપાસને 4 સેટમાં માત આપી અને ઇતિહાસ રચી દીધો. ફ્રેન્ચ ઓપન પહેલા રુને ગ્રાન્ડ સ્લેમમાં એક પણ મેચ જીત્યો ન હતો.

French Open: 19 વર્ષના ખેલાડીએ સર્જ્યો અપસેટ, સિત્સિપાસને આપી સુચક હાર
Holger Rune (PC: Twitter)

Follow us on

ડેનમાર્કના 19 વર્ષીય હોલ્ગર રુને (Holger Rune) સોમવારે ફ્રેન્ચ ઓપન (French Open 2022) ટેનિસ ટૂર્નામેન્ટની છેલ્લી 16 મેચમાં ડિફેન્ડિંગ રનર અપ સ્ટેફાનોસ તિત્સિપાસ (Stefanos Tsitsipas) ને હરાવીને પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વ રેન્કિંગમાં 40મું સ્થાન ધરાવતા આ ખેલાડીએ પુરૂષ સિંગલ્સમાં ચોથી ક્રમાંકિત સિત્સિપાસને 7-5, 3-6, 6-3, 6-4 થી હરાવ્યો હતો. ગ્રીનો સિત્સિપાસ રેન્કિંગમાં ટોચના આઠમાં ટૂર્નામેન્ટમાંથી બહાર થનાર પ્રથમ ખેલાડી છે. છઠ્ઠા ક્રમાંકિત સ્પેનના કાર્લોસ અલ્કારાઝે પહેલેથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જે 1994 પછી પ્રથમ વખત છે જ્યારે બે કિશોરો ફ્રેન્ચ ઓપનમાં છેલ્લા આઠમાં પહોંચ્યા છે.

રુનેને મળશે કૈસ્પર રુડ સામે પડકાર

ફ્રેન્ચ ઓપન પહેલા એક પણ ગ્રાન્ડ સ્લેમ મેચ ન જીતનાર હોલ્ગર રુને હવે આઠમાં ક્રમાંકિત નોર્વેના કેસ્પર રૂડના પડકારનો સામનો કરવો પડશે. રુને ચોથા સેટમાં 5-2 ની લીડ લીધા બાદ થોડો સમય માટે ગતિ ગુમાવી દીધી હતી. તેણે સતત 9 પોઈન્ટ ગુમાવ્યા અને સ્કોર 5-4 પર લઈ ગયા. ત્યાર બાદ તેણે 3 બ્રેક પોઈન્ટનો શાનદાર બચાવ કરીને કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવી હતી. રૂડેની આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઈનલ પણ છે. તેણે રોલેન્ડ ગારો ખાતે 12મા ક્રમાંકિત હુબર્ટ હુરકાઝને 6-2, 6-3, 3-6, 6-3 થી હરાવ્યો હતો. રુડે ફ્રેન્ચ ઓપનની છેલ્લી આઠમાં પહોંચનાર નોર્વેનો પ્રથમ પુરુષ ખેલાડી છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કસાતકિનાએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી

મહિલા સિંગલ્સમાં દારિના કસાતકિનાએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કેમિલા જિયોર્જિયાને 6-2, 6-2 થી માત આપીને આ ગ્રાન્ડ સ્લેમમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરોબરી કરી હતી. 20મી ક્રમાંકિત રશિયન ખેલાડીએ બ્રેક પોઈન્ટ બચાવ્યા બાદ મેચ જીતવા માટે સેવા આપતા જ્યોર્જિયાની નિર્દોષ ભૂલોનો લાભ લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો દેશબંધુ વેરોનિકા કુડેરમેટોવા સામે થશે. કુડરમેટોવાએ પહેલો સેટ ગુમાવ્યા બાદ અમેરિકાની મેડિસન કીઝને 1-6, 6-3, 6-1 થી હરાવ્યો હતો.

 

કીઝે પહેલો સેટ આસાનીથી જીતી લીધો હતો. પરંતુ તે પછી રશિયન ખેલાડીએ શાનદાર વાપસી કરી હતી અને પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. અમેરિકાની 11મી ક્રમાંકિત જેસિકા પેગુલાએ રોમાનિયાની ઈરિના કેમિલિયા બેગુને 4-6, 6-2, 6-3થી હરાવી હતી.

Next Article