Football : શું સુનિલ છેત્રી એશિયન ક્વોલિફાયર પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે? કોચ સ્ટીમેકે મોટું અપડેટ આપ્યું

|

May 10, 2022 | 6:53 PM

Football : ભારતીય ફૂટબોલ ટીમના કોચ ઇગોર સ્ટીમેકે પણ સમજાવ્યું કે સુનીલ છેત્રીને (Sunil Chhetri) બહેરીન અને બેલારુસ સામેની મેચમાં શા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો. છેલ્લા 6 મહિનાથી છેત્રી ફિટનેસના કારણે ટીમની બહાર છે.

Football : શું સુનિલ છેત્રી એશિયન ક્વોલિફાયર પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે? કોચ સ્ટીમેકે મોટું અપડેટ આપ્યું
Sunil Chhetri (PC: Indian Football)

Follow us on

ભારતીય ફૂટબોલ (Indian Football Team) ટીમના મુખ્ય કોચ ઇગોર સ્ટિમેક (Igor Stimac) ને વિશ્વાસ છે કે ભારત આવતા મહિને એશિયન કપ ક્વોલિફાયર જીતીને ચીનમાં આગામી વર્ષે યોજાનારી ટુર્નામેન્ટમાં સ્થાન નિશ્ચિત કરશે અને પ્રભાવશાળી કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri) પણ ફિટ સ્થિતિમાં ટીમમાં પુનરાગમન કરી રહ્યો છે. 37 વર્ષીય ભારતના સ્ટાર ફુટબોલર સુનિલ છેત્રી 6 મહિના પછી ટીમમાં વાપસી કરશે. તે છેલ્લે ઓક્ટોબરમાં SAIF ચેમ્પિયનશિપની ફાઇનલમાં નેપાળ સામે રમ્યો હતો. જ્યારે ભારત શાનદાર પ્રદર્શન કરતા મેચમાં 3-0 થી જીત મેળવી હતી.

સુનિલ છેત્રી સંપુર્ણ ફિટ છે અને તે ટીમની તાકાત બનશેઃ કોચ ઇગોર સ્ટીમેક

ભારતીય ફુટબોલ ટીમના કોચ ઇગોર સ્ટીમેક (Igor Štimac) એ કહ્યું કે ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર ખેલાડી સુનિલ છેત્રી સંપૂર્ણપણે ફિટ છે અને તે ટીમની તાકાત બની રહેશે. તેણે કહ્યું, ‘સુનીલ છેત્રી સંપૂર્ણપણે ફિટ છે. તે બહેરીન અને બેલારુસ સામેની મેચોમાં રમ્યો ન હતો. કારણ કે તેને સાજા થવા માટે સમયની જરૂર હતી. આ બ્રેક તેના માટે સારો રહ્યો અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. તે ભારતીય ટીમના આક્રમણનો મુખ્ય કેન્દ્ર બની રહેશે.’

ભારતીય ટીમના કોચ ઇગોર સ્ટીમેકનો કરાર સપ્ટેમ્બર 2022 સુધી લંબાવાયો છે

ફિટનેસના કારણોસર માર્ચમાં બેલારુસ અને બહેરીન સામે સુનિલ છેત્રી રમ્યો ન હતો. ભારતીય ફુટબોલ ટીમના કોચ ઇગોર સ્ટીમેક (Igor Štimac) નો કોન્ટ્રાક્ટ સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવ્યો હતો અને હવે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેણે ઓનલાઈન વાતચીતમાં કહ્યું, અપેક્ષાઓ હંમેશા હોય છે. મને ખાતરી છે કે અમારી તૈયારી નક્કર છે. કેટલાક ખેલાડીઓ અમારી સાથે નથી પરંતુ અમે સારો દેખાવ કરીશું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મોહન બગાન અને I-League ઓલ સ્ટાર સામે ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ રમશે

ભારતીય ફુટબોલ ટીમ (Indian Football Team) એ પ્રેક્ટિસ મેચમાં બુધવારે ATK મોહન બાગાન અને 17 મેના રોજ આઈ-લીગ ઓલ-સ્ટાર ટીમ સામે રમવાનું છે. આ પછી દોહામાં ઝામ્બિયા (25 મે) અને જોર્ડન (28 મે) સાથે પ્રેક્ટિસ મેચો રમાવાની છે. ભારત ગ્રુપ ડીમાં સૌથી વધુ રેન્ક ધરાવતી ટીમ છે, જેને હોંગકોંગ, અફઘાનિસ્તાન અને કંબોડિયા સામે રમવાનું છે.

Next Article