FIH Hockey Women World Cup : ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર, હવે જાણો કેવી રીતે પ્રવેશશે ક્વાર્ટર ફાઇનલમાં

|

Jul 08, 2022 | 12:51 PM

મહિલા વર્લ્ડ કપમાં (FIH Hockey Women World Cup) પૂલ બીની છેલ્લી મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે 3-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.

FIH Hockey Women World Cup : ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર, હવે જાણો કેવી રીતે પ્રવેશશે ક્વાર્ટર ફાઇનલમાં
ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર, હવે જાણો કેવી રીતે પ્રવેશશે ક્વાર્ટર ફાઇનલમાં
Image Credit source: Hockey India

Follow us on

FIH Hockey Women World Cup: ભારતીય મહિલા હૉકી ટીમને (FIH Hockey Women World Cup) પૂલ બીમાં તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 3-4થી હાર આપી છે. આ હાર બાદ ભારતીય ટીમે પોતાના ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેતા ક્રૉસઓવરમાં જગ્યા બનાવવા સફળ રહી છે, ભારતીય ટીમની પાસે સતત ત્રીજો મેચ ડ્રો કરવાની તક હતી, 7 અંકની સ્થાને ન્યૂઝીલેન્ડ (New Zealand)ની ટીમ પૂલ બીમાં ટોપ પર છે, ન્યૂઝીલેન્ડ પછી 4 અંક સાથે ઈંગ્લેન્ડની ટીમ બીજા સ્થાન પર રહી છે, ભારત અને ચીન બંન્ને 2-2 અંક છે, શાનદાર ગોલના અંતરના કારણે ભારતે ક્રૉસઓવર માટે ક્વોલિફાય કર્યું છે

ન્યૂઝીલેન્ડની ટીમ સીધા ક્વાર્ટર પહોંચી

 

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

પૂલ બીમાં ટૉપ પર રહેનારી ન્યુઝીલેન્ડની ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે, ટૂર્નામેન્ટના ફૉર્મેટ અનુસાર 4 પૂલમાં ટૉપ પર રહેનારી 4 ટીમોની સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને ક્રૉસઓવરમાં રમવું પડશે. ક્રૉસઓવરના મુકાબલાની વિજેતા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે.

15 પેનલ્ટીમાંથી એક પર ગોલ

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ જીત મેળવી ને મેચ ડ્રો કરી શકતી હતી, પરંતુ તેણે આ ત્તક ગુમાવી હતી, ભારતીય ટીમ 15 પેનલ્ટી કૉર્નરમાં માત્ર એક પર જ ગોલ કરી શકી હતી. ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવા માટે હવે રવિવારના રોજ ભારતે સ્પેનના ટેરસામાં થનારા ક્રૉસઓવરમાં પૂલ સીમાં બીજા સ્થાન પર રહેનારી ટીમને પડકારનો સામનો કરવો પડશે. ભારત માટે વંદના કટારિયાએ ચોથી મિનેટ, લાલરેમસિયામી 44 મિનિટ અને ગુરજીત કૌરે 59 મિનિટમાં ગોલ ફટકાર્યો હતો, જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ઓલીવિયા મૈરીએ 12 અને 54 મિનિટમાં ટેસા પોયે 29 મિનિટ અને ફ્રાંસિસ ડેવિસે 32 મિનિટમાં ગોલ ફટકાર્યો હતો

 

Next Article