FIFA World Cup 2022ની વચ્ચે હવે શરૂ થયા વિવાદો, કતારમાં ટી-શર્ટ પર હંગામો તો પત્રકારનો ફોન છીનવી લેવાતા વિવાદ

|

Nov 22, 2022 | 12:10 PM

ફીફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)શરૂ થતાની સાથે જ વિવાદો પણ ઝડપથી શરૂ થઈ ગયા છે. સોમવારે એક પત્રકારને સ્ટેડિયમની બહાર રોકવામાં આવ્યો અને તેનું કારણ ખાસ ટી-શર્ટ હતું.

FIFA World Cup 2022ની વચ્ચે હવે શરૂ થયા વિવાદો, કતારમાં ટી-શર્ટ પર હંગામો તો પત્રકારનો ફોન છીનવી લેવાતા વિવાદ
કતારમાં ટી-શર્ટ પર હંગામો
Image Credit source: Twitter

Follow us on

FIFA World Cup 2022 શરુ થતાની સાથે જ વિવાદો પણ શરુ થઈ ગયા છે. સોમવારના રોજ ઈરાનની ટીમે પોતાનું રાષ્ટ્રગીત ન ગાયું. તો બીજી બાજુ એક પત્રકારને પણ સ્ટેડિયમની બહાર રોકવામાં આવ્યો હતો. અમેરિકાના આ પત્રકારે એક શર્ટ પહેર્યો હતો જેના પર રેનબો નું નિશાન હતુ. આ ટી શર્ટ LGBTQ સમુદાયને સમર્થનમાં હતું જે બાદ સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, સમલૈંગિક સંબંધો ગેરકાયદે છે અને તેથી આ પત્રકારને સ્ટેડિયમમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પત્રકાર ગ્રાંટ વાહલે જ્યારે પોતાની સાથએ થયેલી આ ઘટનાની જાણકારી ટ્વિટર પર પોસ્ટ કરી તો તેમનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. પત્રકારને ટી શર્ટ ઉતારવાનું પણ કહેવામાં આવ્યું હતુ. તેણે ટ્વિટર પર લખ્યું હું ઠીક છું પરંતુ તે પ્રકિયા સારી ન હતી. તેણે કહ્યું કે, સુરક્ષા કમાંડર બાદ તેની માફી માંગી અને સ્ટેડિયમમાં જવાની પરવાનગી આપી. ફીફાના પ્રતિનિધિએ પણ પત્રકારની માફી માંગી હતી.

ઈરાનના ખેલાડીઓએ રાષ્ટ્રગીત ન ગાયું

તમને જણાવી દઈએ કે, ખેલાડીએ એવું કામ કર્યું જેનાથી વિવાદ થયો છે. ઈરાનની ટીમે પોતાના દેશનું રાષ્ટ્રગીત ન ગાયું, ખલીફા સ્ટેડિયમમાં થયેલી આ ટક્કરમાં ઈરાનના ખેલાડીઓની આ હરકત તેના ચાહકોને પસંદ આવી નહિ, તમને જણાવી દઈએ કે, ઈરાનમાં સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે અને ફુટબોલ ટીમ તેનું સમર્થન કરી રહી છે.

 

 

ફિફા વર્લ્ડ કપના બીજા દિવસે શું થયું?

તમને જણાવી દઈએ કે, ફિફા વર્લ્ડ કપના બીજા દિવસે ઈંગ્લેન્ડે ઈરાનને 4 ગોલના અંતરથી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ 6-2 થી જીત્યું. યુએસએ અને વેલ્સ વચ્ચેની મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. સેનેગલ નેધરલેન્ડ સામે 0-2થી હારી ગયું હતું.

22 વર્ષીય મહસા અમીનીનું ઈરાનમાં 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. ત્યારથી, છેલ્લા બે મહિનામાં, સમગ્ર ઈરાનમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કુર્દિશ મૂળના 22 વર્ષીય ઈરાની અમીનીની તેહરાનમાં ધરપકડ કરવામાં આવી હતી. આના ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું. અમીની પર ઈરાનના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. ઈરાનના ડ્રેસકોડમાં હિજાબ ફરજિયાત છે.

આ ઘટના બાદ, કેટલાક ઈરાની ખેલાડીઓએ સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગીત નહીં ગાવાનું અને વિજય બાદ ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.

Next Article