FIFA World Cup: દર્શકો માટે કડક નિયમો જાહેર, મહિલા-પુરુષ ચાહકોનો ડ્રેસ કોડ નક્કી, દારુ પર પણ પ્રતિબંધ

|

Jun 23, 2022 | 11:47 AM

Football : આ પ્રથમ વખત છે જ્યારે ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) ગલ્ફ દેશમાં રમાશે. મહત્વનું છે કે ફિફા વર્લ્ડ કપ 2022 માં 32 ટીમો ભાગ લેશે.

FIFA World Cup: દર્શકો માટે કડક નિયમો જાહેર, મહિલા-પુરુષ ચાહકોનો ડ્રેસ કોડ નક્કી, દારુ પર પણ પ્રતિબંધ
FIFA World Cup 2022, Qatar (PC: Twitter)

Follow us on

કતાર (Qatar) માં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર 2022 સુધી ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2022) નું આયોજન થવાનું છે. જેને પગલે વિશ્વભરના ફુટબોલ ચાહકોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે જ્યારથી કતારને ફિફા વર્લ્ડ કપની યજમાની મળી છે ત્યારથી વિવાદ શરૂ થયો છે. આ વિવાદ વચ્ચે ફિફા (FIFA) અને કતાર સરકારે જાહેર કરેલા નિયમો પર એક નજર કરીએ. આ પ્રથમ વખત છે જ્યારે ફિફા વર્લ્ડ કપ ગલ્ફ દેશમાં રમાશે. મહત્વનું છે કે ફિફા વર્લ્ડ કપ 2022 માં 32 ટીમો ભાગ લેશે.

ટુર્નામેન્ટમાં વિવાદ શા માટે?

વર્લ્ડ કપની યજમાની માટે કતારે લાંચ આપી હોવાની વાત સામે આવી હતી. તો બીજી તરફ એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે 6500 થી વધુ કારિગરોના મોત થયા હતા અને શ્રમિકોના શોષણ પણ થયા હતા. જેને પગલે લોકોમાં ફિફા વર્લ્ડ કપની યજમાનીને લઇને મોટો વિરોધ ઉભો થયો હતો.

વર્લ્ડ કપ દરમ્યાન શું સાથે લઇ જઇ શકો છો?

કતાર ઇસ્લામિક દેશ છે. ત્યા ઇમ્પોર્ટના નિયમો ઘણા અઘરા છે. સામાનમાં આલ્કોહોલ, ડ્રગ્સ, પોર્નોગ્રાફિક કે બિન ઇસ્લામિક ધાર્મિક પુસ્તકો ન લઇ જઇ શકો. તો મહત્વનું છે કે ત્યા ઇ-સિગારેટ પર પણ પ્રતિબંધ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વર્લ્ડ કપ માટે ખાસ ડ્રેસ કોડ

મહિલા ચાહકોએ વર્લ્ડ કપ જોવા કતારમાં આવતી વખતે ખંભો ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા પડશે. તો જાહેર સ્થળોએ લાંબા સ્કર્ટ કે ટ્રાઉઝર પહેરવા પડશે. તો પુરુષો માટે પણ જાહેરમાં શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ છે.

શું ચાહકો દારૂ પી નહીં શકે?

તમને જણાવી દઇએ કે કતારમાં ઘણી જગ્યાએ દારુ પીવા પર પ્રતિબંધ છે. એટલે તે સમગ્ર દેશમાં દારૂ પર પ્રતિબંધ નથી.  પણ તે મર્યાદિત સ્થળે જ ઉપલબ્ધ હોય છે. લાઇસન્સ ધરાવતી હોટલોમાં જ દારી પી શકાશે અને તેના માટે કાયદાકીય ઉમર 21 વર્ષની છે. નિયમ ભંગ કરવા બદલ 64 હજારનો દંડ કે પછી 6 મહિનાની જેલની સજા પર થઇ શકે છે.

કતારમાં કોરોનાની ગાઇડલાઇન શું છે?

ફિફા વર્લ્ડ કપ જોવા આવતા તમામ દર્શકો માટે એ જાણનું જરૂરી છે કે કતારમાં કોરોનાની ગાઇડલાઇન શું છે. તેના માટે દર્શકોએ Ehteraz એન્ડ ટ્રેસ એપ ડાઉનલોડ કરવી પડશે. તેમણે 48 કલાક અગાઉનો નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે જ સંપુર્ણ વેક્સિનેટેડનો પણ પુરાવો આપવો ફરજીયાત રહેશે.

Next Article