FIFA WC: આ ટીમો રમશે રાઉન્ડ ઓફ 16 ની મેચ, જુઓ સંપુર્ણ શેડ્યુલ

|

Dec 03, 2022 | 1:41 PM

ફીફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)ની લીગ રાઉન્ડની મેચો શુક્રવારે સમાપ્ત થઈ ગઈ. હવે શનિવારથી એટલે કે, આજથી નોકઆઉટ મેચોની સિરીઝ શરૂ થશે.

FIFA WC:  આ ટીમો રમશે રાઉન્ડ ઓફ 16 ની મેચ, જુઓ સંપુર્ણ શેડ્યુલ
FIFA World Cup: રાઉન્ડ ઓફ 16 મેચ
Image Credit source: TV9 Gujarati

Follow us on

FIFA વર્લ્ડ કપ-2022ની લીગ રાઉન્ડની મેચો શુક્રવારે સમાપ્ત થઈ ગઈ. હવે શનિવારથી નોકઆઉટ મેચોની સિરીઝ શરૂ થશે.તેની સાથે જ નોક આઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 16 ટીમો પણ જાહેર થઈ ગઈ છે. 47 મેચનો આ સિલસિલો 20 નવેમ્બરના રોજ શરુ થયો છે. શનિવારે એટલે કે, આજથી નોકઆઉટ રાઉન્ડની મેચ શરુ થશે. ગ્રુપ 16ની ટીમનો પણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જે ટીમ હવે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરશે. આ વર્લ્ડકપમાં અનેક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જેને કારણે મોટા રેકોર્ડ તોડી ગયા છે. જ્યાં મોટી ટીમ પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે તો એશિયન અને આફ્રિકન ટીમોએ પણ કમાલ દેખાડી છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રાઉન્ડ-16નું ચિત્ર સ્પષ્ટ

કતારમાં રમાય રહેલા ફિફા વર્લ્ડ કપ 2022માં ટીમોને 8 ગ્રુપમાં ભાગ પાડવામાં આવ્યા હતા. દરેક ગ્રુપમાં 4 ટીમો હતી. ત્યારે દરેક ગ્રુપમાં ટોપ-2માં રહેનારી
ટીમને આગળના રાઉન્ડની ટિકીટ મળી હતી.ગ્રુપ જીમાં શુક્રવારના રોજ 2 મેચ રમાય હતી અને આની સાથે રાઉન્ડ-16નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતુ. આ બંન્ને મેચ બાદ એ જાહેર થઈ ગયું હતુ કે, નોકઆઉટ પ્રવાસમાં કઈ 16 ટીમ પહોંચી છે. કઈ ટીમ છે ચાલો તમને જણાવીએ.

ટીમોએ સુપર-16માં જગ્યા બનાવી

જે 16 ટીમોએ પ્રી-ક્વાર્ટરના અંતિમ તબક્કામાં સ્થાન મેળવ્યું છે તેમાં ફ્રાન્સ, બ્રાઝિલ, પોર્ટુગલ, નેધરલેન્ડ, સેનેગલ, યુએસએ, ઈંગ્લેન્ડ, આર્જેન્ટિના, પોલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, ક્રોએશિયા, જાપાન, મોરોક્કો, સ્પેન, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ચાર વખતની ચેમ્પિયન જર્મની અને વર્લ્ડ નંબર 2 બેલ્જિયમ જેવી ટીમો સુપર-16માં જગ્યા બનાવી શકી નથી.

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે.કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાય રહી છેે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Published On - 1:39 pm, Sat, 3 December 22

Next Article