FIFA World Cup 2022: 4 વખતની ચેમ્પિયન જર્મનીની મુશ્કેલી વધી, રવિવારે મેચ હારી તો બોરિયા બિસ્તર બાંધી લેશે
FIFA World Cup: જો જર્મની અને સ્પેન બંને તેમની છેલ્લી મેચ જીતશે તો તેઓ આગળ વધશે. જો જાપાન અને સ્પેન વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થાય છે, તો જર્મની અને જાપાન વચ્ચે વધુ ગોલ ધરાવતી ટીમ નોકઆઉટમાં પહોંચી જશે.
ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)માં જર્મની અને સ્પેન વચ્ચેની મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ ડ્રોના કારણે ચેમ્પિયન જર્મની માટે આગળના રાઉન્ડમાં જવાનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે. સ્પેનિશ ટીમ ગ્રુપ-ઈમાં ટોચ પર છે જ્યારે જર્મની એક પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જર્મનીએ તેની છેલ્લી ગ્રુપ મેચ કોસ્ટારિકા સામે રમવાની છે. આ મેચ તેને કોઈ પણ સંજોગે જીતવી જ પડશે. આ ગ્રુપ ઈની મેચ 2 ડિસેમ્બરના બપોરના 12 30 કલાકથી શરુ થશે. જર્મનીએ વર્ષે 2014, 1990, 1974, 1954 કુલ 4 વખત વર્લ્ડકપ પોતાને નામ કર્યો છે.
ચેમ્પિયન ટીમ સ્પેનની મેચ 1-1થી ડ્રો રહી
ફિફા વર્લ્ડ કપ 2022માં જર્મની માટે હવે રસ્તો થોડો મુશ્કિલ ભર્યો લાગી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી મેચમાં ગ્રુપ ઈની મેચમાં જર્મની અને 2010ની ચેમ્પિયન ટીમ સ્પેનની મેચ 1-1થી ડ્રો રહી હતી. ખાસ વાત એ છે કે મેચમાં બંને ગોલ અવેજી ખેલાડીઓએ કર્યા હતા. 4 વખતની ચેમ્પિયન જર્મની ટીમ આગલા રાઉન્ડમાં પહોંચવા માટે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં કોસ્ટારિકાને કોઈ સંજોગે હાર આપવી પડશે. સાથે એ પણ આશા રાખવાની રહેશે કે, સ્પેન જાપાનને ટક્કર આપી જીત મેળવે.
જો જર્મની અને સ્પેન બંન્ને પોતાની છેલ્લી મેચ જીત લે છે તો તે આગળ વધશે. જાપાન અને સ્પેનની મેચ ડ્રો રહી તો ફરી જર્મની અને જાપાનમાંથી વધુ ગોલ કરનારી ટીમ નોકઆઉટમાં પહોંચી જશે. જો જાપાન જીતી જાય તો ફરી જર્મનીને ગોલ મામલે સ્પેનથી આગળ નીકળવું પડશે. જેમણે પ્રથમ મેચમાં કોસ્ટારિકાને 7-0થી હાર આપી હતી.
કેનેડા થયું ટૂર્નામેન્ટમાંથી બહાર
આ ડ્રોની સાથે સ્પેનિશ ટીપ ગ્રુપ ઈમાં ટોચ પર છે. તો ત્રણ-ત્રણ અંક સાથે જાપાન બીજા સ્થાને અને કોસ્ટરિકા ત્રીજા નંબર પર છે. જ્યારે જર્મની એક અંક સાથે છેલ્લા સ્થાન પર છે. રવિવારના રોજ ક્રોએશિયાએ ગ્રુપ એફમાં કેનેડાને 4-1થી હાર આપી હતી. આ જીત સાથે તે ગત્ત વખતની રનર-અપ ક્રોએશિયાને ગ્રુપ એફમાં ટોપ પર આવી ગઈ છે. તો કેનેડાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ઉથલપાથલ ચાલુ છે. રવિવારે, મોરોક્કોએ ફિફા રેન્કિંગમાં બીજા ક્રમની ટીમ બેલ્જિયમને હરાવીને વધુ એક અપસેટ કર્યો હતો.