AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : રાઉન્ડ ઓફ 16 ની 8 મેચોનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ ટીમ ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે

FIFA વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. રાઉન્ડ ઓફ 32 પૂર્ણ થયા બાદ હવે છેલ્લી 16 ટીમો વચ્ચે નોકઆઉટ જંગ શરૂ થશે. આ રાઉન્ડમાં કુલ આઠ મુકાબલા રમાશે, જેમાં વિજેતા ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે. જાણો કઈ ટીમ ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે.

FIFA World Cup 2026 : રાઉન્ડ ઓફ 16 ની 8 મેચોનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ ટીમ ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે
fifa world cup 2026 round of 16Image Credit source: X
| Updated on: Jul 04, 2026 | 4:10 PM
Share

FIFA વર્લ્ડ કપ 2026માં હવે રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. રાઉન્ડ ઓફ 32ના તમામ મુકાબલા પૂર્ણ થયા બાદ હવે રાઉન્ડ ઓફ 16નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ટુર્નામેન્ટની શરૂઆત 48 ટીમોથી થઈ હતી, પરંતુ હવે માત્ર 16 ટીમો જ ખિતાબની દોડમાં બાકી રહી છે. આ તબક્કામાં હારનો અર્થ સીધો ટુર્નામેન્ટમાંથી બહાર થવો હોવાથી દરેક મેચ ‘કરો અથવા મરો’ જેવી બનવાની છે.

રાઉન્ડ ઓફ 16 ની ટીમો થઈ નક્કી

રાઉન્ડ ઓફ 16 માં કેનેડા, મોરોક્કો, પેરાગ્વે, ફ્રાન્સ, બ્રાઝિલ, નોર્વે, મેક્સિકો, ઇંગ્લેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, સ્પેન, પોર્ટુગલ, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇજિપ્ત, કોલંબિયા અને આર્જેન્ટિનાએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે આ 16 ટીમોમાંથી માત્ર આઠ ટીમો જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે બાકીની આઠ ટીમોનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થઈ જશે.

પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં 16 ટીમોની ટક્કર

રાઉન્ડ ઓફ 16 ની પ્રથમ મેચ 4 જુલાઈએ કેનેડા અને મોરોક્કો વચ્ચે હ્યુસ્ટનમાં રમાશે. ત્યારબાદ 5 જુલાઈએ પેરાગ્વે સામે ફ્રાન્સ ટકરાશે. 6 જુલાઈએ બ્રાઝિલ સામે નોર્વે અને મેક્સિકો સામે ઈંગ્લેન્ડનો રસપ્રદ મુકાબલો યોજાશે. 7 જુલાઈએ પોર્ટુગલ સામે સ્પેન, યુનાઈટેડ સ્ટેટ્સ સામે બેલ્જિયમ અને આર્જેન્ટિના સામે ઈજિપ્ત વચ્ચે જંગ થશે, જ્યારે 8 જુલાઈએ સ્વિટ્ઝર્લૅન્ડ અને કોલંબિયા વચ્ચે છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઈનલ રમાશે.

રોનાલ્ડો-મેસ્સીની ટીમ કોની સામે ટકરાશે?

આ રાઉન્ડમાં તમામ મેચો પર સમગ્ર વિશ્વની નજર રહેશે. ખાસ કરીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ અને સ્પેન વચ્ચેનો મુકાબલો યુરોપિયન ફૂટબોલના બે દિગ્ગજોની ટક્કર હોવાથી સૌથી રોમાંચક માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સામે મોહમ્મદ સલાહની ઈજિપ્તનો મુકાબલો પણ ચાહકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

વિનિસિયસ vs હાલેન્ડની ટક્કર

આ ઉપરાંત બ્રાઝિલ અને નોર્વે વચ્ચેની મેચ પણ હાઈ-વોલ્ટેજ મુકાબલો છે. વિનિસિયસ જુનિયર અને એર્લિંગ હાલેન્ડ જેવા સ્ટાર ખેલાડીઓ આમને-સામને હોવાથી આ મેચ પર પણ સૌની નજર રહેશે. હવે જોવાનું એ રહેશે કે કઈ આઠ ટીમો જીત મેળવી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવે છે અને કઈ ટીમોનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન અહીં જ અધૂરું રહી જાય છે.

ગુજરાત ટાઈટન્સના રન મશીનની શ્રીલંકામાં બેક ટુ બેક સદી, છેલ્લી 11 માંથી 9 મેચમાં 50+ સ્કોર

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">