Senegal Vs Ecuador : ઈક્વાડોરને હરાવી સેનેગલની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં, 2-1ના સ્કોરથી મેળવી રોમાંચક જીત

|

Nov 29, 2022 | 11:08 PM

FIFA World cup 2022 Senegal Vs Ecuador match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો સેનેગલની ટીમ આ યાદીમાં 20માં સ્થાને છે, જ્યારે ઇક્વાડોરની ટીમ આ યાદીમાં 46માં સ્થાને છે.

Senegal Vs Ecuador : ઈક્વાડોરને હરાવી સેનેગલની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં, 2-1ના સ્કોરથી મેળવી રોમાંચક જીત
FIFA World cup 2022 Senegal Vs Ecuador match Result
Image Credit source: Twitter

Follow us on

આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે સેનેગલ અને ઇક્વાડોરની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Aની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 34મી મેચ હતી.બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. મેચના પ્રથમ હાફમાં સેનેગલની ટીમ 1-0થી મેચમાં આગળ હતી. બીજા હાફમાં બંને ટીમો તરફ ગોલ જોવા મળ્યો. અંતે 2-1ના સ્કોરથી સેનેગલની ટીમે આ મેચમાં જીત મેળવી હતી. 6 પોઈન્ટ સાથે સેેનેગલની ટીમ ગ્રુપ Aમાં બીજા સ્થાને રહી છે, તે ગ્રુપ Aમાંથી પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ છે. ઈક્વાડોરની ટીમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો સેનેગલની ટીમ આ યાદીમાં 20માં સ્થાને છે, જ્યારે ઇક્વાડોરની ટીમ આ યાદીમાં 46માં સ્થાને છે.

સેનેગલની ટીમ તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે 0-2થી હારી હતી, જ્યારે બીજી મેચમાં કતાર સામે 3-1થી જીત મેળવી હતી. ઈકવા઼ડોરની ટીમ પ્રથમ મેચમાં કતાર સામે 2-0થી જીતી હતી, જ્યારે બીજી મેચમાં નેધરલેન્ડસ સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 34 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. પોર્ટુગલ અને બ્રાઝિલની ટીમ પણ ફિફા વર્લ્ડકપ 2022ની પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ વર્લ્ડકપનો ચાર મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો. ઘાનાની ટીમે સાઉથ કોરિયાની ટીમને 3-2થી હરાવીને ચોથો મોટો અપર્સેટ સર્જયો હતો.

આજે એક સાથે 2 મેચ કેમ ?

જણાવી દઈએ કે આજે ગ્રુપ Aની ચારે ટીમો વચ્ચે છેલ્લી મેચો એકસાથે રમાઈ હતી. એક મેચ નેધરલેન્ડસ અને કતાર વચ્ચે જ્યારે બીજી મેચ સેનેગલ અને ઈકવાડોર વચ્ચે ભારતીય સમય અનુસાર 8.30 વાગ્યે શરુ થઈ હતી. ચારે ટીમો પોઈન્ટ ટેબલને જોઈને પોતાની રમત ન રમે અને ફિફા વર્લ્ડકપમાં ફેરપ્લે થાય તેવા માટે આવી તમામ ગ્રુપની છેલ્લી મેચો એક સમય પર જ રમાઈ હતી.

સેનેગલની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં

 

સેનેગલની ટીમ આફ્રિકાની ચેમ્પિયન ટીમોમાંથી એક છે. તે આફ્રિકાની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ છે. હવે વર્લ્ડકપમાં પણ આ આફ્રિકન ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે.

આખી મેચનો ઘટનાક્રમ

ગ્રુપ Aનું પોઈન્ટ ટેબલ

સેનેગલની ટીમ 6 પોઈન્ટ સાથે આ ગ્રુપમાં બીજા સ્થાને પહોંચી છે. 3 ગ્રુપ સ્ટેજ મેચોમાંથી સેનેગલની ટીમ 2 મેચ જીતી હતી, જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. સેનેગલની ટીમ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર આ ગ્રુપની બીજી ટીમ બની છે.

આ હતી બંને ટીમો

 

 

 


ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

 

Published On - 10:29 pm, Tue, 29 November 22

Next Article