FIFA World Cup 2022: રિચાર્લિસને અદ્ભુત ગોલ કર્યો, બ્રાઝિલને એકલા હાથે જીતાડ્યું, જુઓ Video

|

Nov 25, 2022 | 7:40 AM

બ્રાઝિલના રિચાર્લિસને ફિફા વર્લ્ડ કપમાં સર્બિયા સામેની મેચમાં 2 ગોલ કર્યા હતા. તેણે 73મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો, જેને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ગોલ ગણાવવામાં આવી રહ્યો છે.

FIFA World Cup 2022: રિચાર્લિસને અદ્ભુત ગોલ કર્યો, બ્રાઝિલને એકલા હાથે જીતાડ્યું, જુઓ Video
Richarlison એ ગજબનો ગોલ કર્યો

Follow us on

બ્રાઝિલે સર્બિયાને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2022 માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. નેમારથી સજાવેલી આ ટીમ 2-0 થી જીતી હતી અને આ જીતનો હીરો રિચાર્લિસન હતો, જેણે ડબલ સ્કોર કર્યો હતો. આ જીત સાથે બ્રાઝિલે 3 પોઈન્ટ પણ મેળવી લીધા છે. બ્રાઝિલે સર્બિયા ને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2022 માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.

આ જીત સાથે બ્રાઝિલે પણ 3 પોઈન્ટ મેળવી લીધા છે અને તે ગ્રુપ જીમાં ટોપ પર છે. આ મેચમાં રિચાર્લિસને કરેલા બે ગોલમાંથી એક ગોલને પણ ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ગોલ ગણાવવામાં આવી રહ્યો છે. બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે રમાયેલી મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

 

 

રિચાર્લિસને 10 મિનિટમાં 2 ગોલ કર્યા હતા

બીજા હાફમાં વર્લ્ડ કપમાં પદાર્પણ કરનાર રિચાર્લિસને મેદાન પર કમાલ કરી બતાવી હતી. રિચાર્લિસને 2 ગોલ કર્યા અને બ્રાઝિલ પર પ્રભુત્વ જમાવ્યું. તેણે 62મી મિનિટે પહેલો ગોલ કર્યો અને 73 મી મિનિટે બીજો ગોલ કર્યો.

ઓવરહેડ કિક લગાવી ગોલ કર્યો

73 મી મિનિટે રિચર્ડસને પલટવાર કર્યો અને શાનદાર ગોલ કર્યો. તેણે ઓવરહેડ કિક કરી, જેને ઘણા એટેકને અટકાવનાર ગોલકીપર વાંજા મિલિન્કોવિક સમજી શક્યો નહીં. આ ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ ગોલ ગજબનો હતો અને જેને ચાહકો પણ જોઈને દંગ રહી ગયા છે. ફુટબોલ ચાહકોએ રિચાર્લિસનના આ વિડીયોને ખૂબ વાર જોયો છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે. રિચાર્લિસને આ વર્ષે અત્યાર સુધીમાં 7 આંતરરાષ્ટ્રીય મેચમાં 9 ગોલ કર્યા છે.

 

 

સર્બિયાએ અનેક વાર એટેક રોક્યુ

બ્રાઝિલે પ્રથમ હાફમાં આક્રમક વલણ અપનાવ્યું હતું, જોકે સર્બિયાએ 4 વખત તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. પ્રથમ હાફમાં કુલ 5 ગોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાંથી બ્રાઝિલે 4 વખત પ્રયાસ કર્યા હતા. આમાંથી 4 વખત લક્ષ્ય પર શોટ હતા, પરંતુ સર્બિયન ગોલકીપરે બ્રાઝિલને લીડ લેવાની કોઈ તક આપી ન હતી.

 

Published On - 7:33 am, Fri, 25 November 22

Next Article