FIFA 2022 : આજથી પ્રી કવાર્ટર ફાઈનલનો જંગ શરુ, આજે આ દિગ્ગજ ટીમો વચ્ચે જામશે જંગ

|

Dec 03, 2022 | 4:58 PM

આજે ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી પ્રી કવાર્ટર ફાઈનલ મેચ નેધરલેન્ડ અને યુએસએ વચ્ચે ભારતીય સમય અનુસાર 8.30 કલાકે રમાશે. જ્યારે બીજી મેચ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયાની ટીમે વચ્ચે રમાશે.

FIFA 2022 : આજથી પ્રી કવાર્ટર ફાઈનલનો જંગ શરુ, આજે આ દિગ્ગજ ટીમો વચ્ચે જામશે જંગ
Netherlands vs USA and Argentina vs Australia
Image Credit source: File photo

Follow us on

કતારની ધરતી પર 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડકપ 2022ની ધમાકેદાર શરુઆત થઈ હતી. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ભવ્ય ઓપનિંગ સેરેમની એ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ હતુ. 20 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચમાં એકથી એક રોમાંચક મેચો જોવા મળી હતી. 28 દિવસના આ ફૂટબોલ મહાકુંભનો આજે 14મો દિવસ છે. આજે 8 ગ્રુપમાં વિભાજીત 32 ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજની 48 મેચો રમાઈ હતી. આ 48 મેચોમાં સંઘર્ષ કરીને 16 ટીમો ફિફા વર્લ્ડકપ 2022ની પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આજથી પ્રી કવાર્ટર ફાઈનલનો જંગ શરુ થવા જઈ રહ્યો છે. આજે ચાર દિગ્ગજ ટીમો વચ્ચે કવાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે જંગ જામશે.

આજે ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી પ્રી કવાર્ટર ફાઈનલ મેચ 3 ડિસેમ્બરે નેધરલેન્ડ અને યુએસએ વચ્ચે ભારતીય સમય અનુસાર 8.30 કલાકે રમાશે. જ્યારે 4 ડિસેમ્બરે મધરાત્રે 12.30 કલાકે બીજી મેચ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયાની ટીમે વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડકપ 2022માં આગામી દિવસોમાં 3થી 7 ડિસેમ્બર વચ્ચે પ્રી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 16 ટીમો વચ્ચે 8 પ્રી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 9થી 11 ડિસેમ્બર વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાઈનલ મેચ અને 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ થશે. જ્યારે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ 18 ડિસેમ્બરે યોજાશે.

ગ્રુપ સ્ટેજની 48 મેચ પૂર્ણ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

નેધરલેન્ડ અને યુએસએ

આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રી કવાર્ટર ફાઈનલની પહેલી મેચ યુએસએ અને નેધરલેન્ડની ટીમ વચ્ચે રમાશે. નેધરલેન્ડની ટીમે વર્ષ 1974, 1978 અને 2010માં ફિફા વર્લ્ડકપની રનર અપ ટીમ રહી છે. વર્લ્ડ રેંકિગમાં આ ટીમ 10માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપની 3 ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડની ટીમે 2માં જીત મેળવી છે જ્યારે 1 મેચ ડ્રો રહી છે. યુએસએની ટીમ વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમ રહી હતી. વર્લ્ડ રેંકિગમાં આ ટીમ 16માં સ્થાને છે. બંને ટીમો વચ્ચે કુલ મેચ રમાઈ છે જેમાં 4 મેચ નેધરલેન્ડ અને 1 મેચ યુએસએ જીત્યુ છે. ફિફા વર્લ્ડકપની 3 ગ્રુપ સ્ટેજ મેચમાં યુએસએની ટીમે 1માં જીત મેળવી છે જ્યારે 2 મેચ ડ્રો રહી છે.

આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા

 

આજે કતારના અહમદ બિન અલી સ્ટેડિયમમાં બીજી પ્રી કવાર્ટર ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. મેસ્સીના નેતૃત્વ વાળી આર્જેન્ટિનાની ટીમ વર્ષ 1978 અને 1986માં વર્લ્ડકપ વિજેતા રહ્યુ છે. વર્લ્ડ રેંકિગમાં આ ટીમે ત્રીજા સ્થાને છે. ફિફા વર્લ્ડકપની 3 ગ્રુપ સ્ટેજ મેચમાં આ ટીમે 2 મેચ જીતી છે જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2006માં પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. વર્લ્ડ રેંકિગમાં આ ટીમ 38માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપની 3 ગ્રુપ સ્ટેજ મેચમાં આ ટીમે 2 મેચ જીતી છે જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડયો છે. આ બંને ટીમો એકબીજા સામે 7 વાર મેચ રમી છે જેમાં આર્જેન્ટિના 5 વાર જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 2 વાર મેચ જીતી છે.

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા હતા. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ હતી 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

 

Next Article