FIFA World Cup 2022: નેમાર સંન્યાસ લેશે! સમાચાર ફેલાતા જ હલચલ મચી ગઈ, બ્રાઝિલ વિશ્વકપમાંથી બહાર થતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડ્યો

|

Dec 10, 2022 | 10:46 AM

ક્રોએશિયાએ વિશ્વકપમાંથી બહારનો રસ્તો બતાવતા જ બ્રાઝિલમાં હલચલ મચી ગઈ છે. હાર બાદ ટીમના કોચ ટિટેએ પણ રાજીનામુ ધરી દીધુ છે. નેમારના સંન્યાસની વાતે બ્રાઝિલમાં જ નહીં વિશ્વભરમાં ચારેકોર ચર્ચા મચાવી દીધી છે.

FIFA World Cup 2022: નેમાર સંન્યાસ લેશે! સમાચાર ફેલાતા જ હલચલ મચી ગઈ, બ્રાઝિલ વિશ્વકપમાંથી બહાર થતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડ્યો
Neymar ના નિવેદન બાદ સંન્યાસના સમાચાર ફેલાયા

Follow us on

બ્રાઝિલ ફિફા વિશ્વકપમાંથી બહાર થઈ જવા સાથે જ બીજા એક વધુ સમાચાર હલચલ મચાવનારા આવી રહ્યા છે. જે છે નેમારના સંન્યાસના. બ્રાઝિલ ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં બહાર થયુ હતુ. ક્રોએશિયાએ વિશ્વકપમાંથી બહારનો રસ્તો બતાવતા જ બ્રાઝિલમાં હલચલ મચી ગઈ છે. હાર બાદ ટીમના કોચ ટિટેએ પણ રાજીનામુ ધરી દીધુ છે. નેમારના સંન્યાસની વાતે બ્રાઝિલમાં જ નહીં વિશ્વભરમાં ચારેકોર ચર્ચા મચાવી દીધી છે. જોકે હજુ તેણે સન્યાસ જાહેર કર્યો નથી, પરંતુ તેના નિવેદને આ વાતને લઈ સંકેતો આપ્યા હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

ક્વાર્ટર ફાઈલમાં હાર મળવા બાદ નેમાર ખૂબ જ નિરાશ અને તૂટી ગયેલો જણાતો હતો. તે ક્રોએશિયા સામે હાર મળ્યા બાદ મેદાન પર જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યો હતો. ટીમના અન્ય ખેલાડીઓએ તેને સંભાળ્યો હતો. આ બાધ નેમારે પોતાના ભવિષ્યને લઈ નિવેદન કર્યુ હતુ. જેમાં તેણે બ્રાઝિલ માટે ફરીથી રમવાને લઈ પોતાના કમિટમેન્ટથી ઈન્કાર કરી દીધો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નેમારે મેચ બાદ આમ કહ્યુ

પ્રસારણકર્તા સાથે વાત કરતાં 30 વર્ષીય નેમારે કહ્યું કે “સાચું કહું તો મને ખબર નથી. મને લાગે છે કે આ ક્ષણને કારણે વાત કરવી યોગ્ય નથી. કદાચ હું સીધો વિચારતો નથી. એમ કહેવું કે આ અંત છે તે પોતે ખૂબ વહેલું છે, પરંતુ હું કંઈપણની ખાતરી આપતો નથી. ચાલો જોઈએ આગળ શું થાય છે”. આ વર્લ્ડ કપને તેનો છેલ્લો વર્લ્ડ કપ પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે 2026 વર્લ્ડ કપ સુધીમાં તે 34 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ સાબિત થઈ શકે છે.

નેમાર શરુઆતમાં ઈજાનો શિકાર થયો હતો

નેમારની ટીમ બ્રાઝિલે હાર મેળવવા સાથે જ ફિફાની બહાર થવુ પડ્યુ હતુ જે તેના ચાહકો માટે પણ ખુબજ નિરાશ કરનારી પળ રહી હતી. અનેક ચાહકો આંસુઓ વહાવતા જોવા મળી રહ્યા હતા. નેમારે જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં એક જબરદસ્ત ગોલ કરી લીડ અપાવતા જ આ આંખોની ખુશીઓ ભરી ચમક જોવા મળી હતી, એ જ આંખો મેચ બાદ આંસુઓ ભરેલી હતી. ક્વાર્ટરફાઈનલ મેચ 1-1 થી બરાબરી પર પહોંચી હતી અને બાદમાં શૂટઆઉટમાં ક્રોએશિયાએ બ્રાઝિલ સામે 4-2 થી જીત મેળવી હતી.

તો વળી નેમારને લઈ આ વિશ્વકપ જોવામાં આવે તો ખાસ નહોતો. કારણ કે નેમાર વિશ્વકપની શરુઆતે સર્બિયા સામે જીત હાંસલ કરવા દરમિયાન ઈજાનો શિકાર થયો હતો. એ પછી નેમાર ફરીથી દક્ષિણ કોરિયા સામેની રાઉન્ડ 16 ની મેચમાં પરત ફર્યો હતો.

 

Published On - 10:24 am, Sat, 10 December 22

Next Article