FIFA World Cup: આજે આર્જેન્ટિના સહિત 6 ટીમોની ટક્કર, ક્યાં જોવા મળશે LIVE Streaming

|

Nov 22, 2022 | 9:54 AM

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)માં આર્જેન્ટિના સિવાય સાઉદી અરેબિયા, ટ્યુનિશિયા, ડેનમાર્ક, મેક્સિકો અને પોલેન્ડની ટીમો પણ પોતાની પ્રથમ મેચ રમશે.

FIFA World Cup: આજે આર્જેન્ટિના સહિત 6 ટીમોની ટક્કર, ક્યાં જોવા મળશે LIVE Streaming
આજે આર્જેન્ટિના સહિત 6 ટીમોની ટક્કર
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડ કપ 2022માં આજે 6 ટીમો મેદાનમાં ઉતરશે. એટલે કે કુલ 3 મેચ રમાશે. ફૂટબોલ ચાહકો માટે સૌથી ખુશીની વાત એ છે કે, આજે જે 6 ટીમો મેદાનમાં ઉતરશે તેમાંથી એક આર્જેન્ટિના હશે. આ ઉપરાંત સાઉદી અરેબિયા, ટ્યુનિશિયા, ડેનમાર્ક, મેક્સિકો અને પોલેન્ડની ટીમો પણ આજે પોતાની પ્રથમ મેચ રમશે. ફિફા વર્લ્ડ કપ 2022 ની મેચ 22 નવેમ્બરે આર્જેન્ટીનાની મેચ સાથે શરૂ થશે, જે સાઉદી અરેબિયા સામે તેના અભિયાનની શરૂઆત કરશે.

ફિફા વર્લ્ડ કપ 2022માં આ પહેલા નેધરલેન્ડસ અને ઈંગ્લેન્ડે પોતાની સફર જીત સાથે કરી દીધી છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે નેધરલેન્ડે સેનેગલને 2-0થી જ્યારે ઈગ્લેન્ડે ઈરાનના 6-2થી હાર આપી હતી. તો અમેરિકા અને વેલ્સની વચ્ચેની મેચ અનિર્ણાયક રીતે સમાપ્ત થઈ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

ફિફા વર્લ્ડ કપ 2022માં મંગળવારના રોજ કોના વચ્ચે ટક્કર થશે ?

ફિફા વર્લ્ડકપમાં મંગળવારના રોજ 3 મેચ રમાશે. દિવસની પહેલી મેચ આર્જેન્ટિના VS સાઉદી અરેબિયા, બીજી ટક્કર ડેનમાર્ક VS ટ્યૂનિશિયા અને ત્રીજી ટક્કર મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે રમાશે.

ફિફા વર્લ્ડ કપ 2022માં 3 મેચ ક્યારે શરુ થશે ?

ભારતીય સમય અનુસાર આર્જિન્ટિના અને સાઉદી અરબની ટક્કર બપોરના 3 30 કલાકે શરુ થશે. આ સિવાય ડેનમાર્ક VS ટ્યૂનિશિયાની મેચ રાત્રે સાડા 6 કલાકે જ્યારે રાત્રે સાડા 9 કલાકે મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે મેચ રમાશે.

ફિફા વર્લ્ડ કપ 2022ની ત્રણ મેચની લાઈવટેલીકાસ્ટ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડ કપમાં મંગળવારના રોજ રમાનારી ત્રણ મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્પોર્ટસ 18 અને સ્પોર્ટસ 18 એચડી પર થશે.

ફિફા વર્લ્ડ કપ 2022નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડ કપ 2022નું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર થશે.

ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય

ફિફા વર્લ્ડકપ 2022ની બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને ઈરાની ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય થયો છે.ફિફા વર્લ્ડકપની આ બીજી મેચ કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરાનની ટીમે 2 ગોલ અને ઈંગ્લેન્ડની ટીમે 6 ગોલ માર્યા હતા. ફિફા વર્લ્ડકપની આ બીજી મેચમાં કુલ 8 ગોલ જોવા મળ્યા હતા. મેચના પહેલા હાફમાં ઈંગ્લેન્ડના 3 ગોલ જોવા મળ્યા હતા. જ્યારે બીજા હાફમાં ઈંગ્લેન્ડના 3 અને ઈરાનના 2 ગોલ જોવા મળ્યા હતા.

Next Article