Ghana Vs South Korea : ઘાનાની ઐતિહાસિક જીત, સાઉથ કોરિયાની ડિફેન્સ વોલ તોડી કર્યા 3 ધમાકેદાર ગોલ

|

Nov 28, 2022 | 11:13 PM

FIFA World cup 2022 Ghana Vs South Korea match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ઘાનાની ટીમ 61માં સ્થાને છે, જ્યારે સાઉથ કોરિયાની ટીમ આ યાદીમાં 28માં સ્થાને છે.

Ghana Vs South Korea : ઘાનાની ઐતિહાસિક જીત, સાઉથ કોરિયાની ડિફેન્સ વોલ તોડી કર્યા 3 ધમાકેદાર ગોલ
FIFA World cup 2022 Ghana Vs South Korea match Result
Image Credit source: Twitter

Follow us on

આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે ઘાના અને સાઉથ કોરિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Hની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 30મી મેચ હતી. આ મેચમાં સાઉથ કોરિયાની ડિફેન્સના કિલ્લાને તોડીને ઘાનાની ટીમે પ્રથમ હાફમાં 2-0નો સ્કોર સેટ કર્યો હતો. બીજા હાફમાં સાઉથ કોરિયા એ વાપસી કરીને એકબાદ એક ધમાકેદાર ગોલ કર્યા હતા. ઘાનની ટીમે 3-2થી સાઉથ કોરિયા સામે ધમાકેદાર જીત મેળવી છે.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ઘાનાની ટીમ 61માં સ્થાને છે, જ્યારે સાઉથ કોરિયાની ટીમ આ યાદીમાં 28માં સ્થાને છે.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 30 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે આ મેચ 3-3 થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ વર્લ્ડકપનો ત્રણ મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો.

ઘાનાની 3-2થી ઐતિહાસિક જીત

 

 

જણાવી દઈએ કે ઘાનાની ટીમે વર્લ્ડકપમાં છેલ્લે વર્ષ 2010માં મેચ જીતી હતી. વર્ષ 2014માં તેઓ 3 મેચ હાર્યા હતા. જ્યારે વર્ષ 2018ના વર્લ્ડકપ માટે આ ટીમ કવાલિફાય થઈ શકી ન હતી. ઘાનની ફિફા વર્લ્ડકપની પહેલી મેચમાં પોર્ટુગલ સામે 3-2થી હારનો સામનો કરવો પડયો હતો. આ રોમાંચક મેચના અંતે એક મામલે વિવાદ થતા સાઉથ કોરિયાના કોચને રેડ કાર્ડ બતાવવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ સાઉથ કોરિયાની આગામી મેચમાં સામેલ થઈ શકશે નહીં.

ઘાના અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચનો ઘટના ક્રમ

આ હતી ઘાના અને દક્ષિણ કોરિયાની ટીમો

 

 

ગ્રુપ Hનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Published On - 8:32 pm, Mon, 28 November 22

Next Article