Canada Vs Croatia : ક્રોએશિયાની 4-1થી ભવ્ય જીત, કેનેડાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર

|

Nov 27, 2022 | 11:47 PM

FIFA World cup 2022 Canada Vs Croatia match report : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કેનેડાની ટીમ 42માં સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ આ યાદીમાં 12માં સ્થાને છે.

Canada Vs Croatia : ક્રોએશિયાની 4-1થી ભવ્ય જીત, કેનેડાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર
FIFA World cup 2022 Canada Vs Croatia match report

Follow us on

આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે કેનેડા અને ક્રોએશિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Fની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 27મી મેચ હતી. આ મેચમાં પ્રથમ હાફનો સ્કોર 2-1 રહ્યો હતો. જેમાં ક્રોએશિયાની ટીમે 2 ગોલ કર્યા હતા. આજની આ મેચમાં ક્રોએશિયાની ટીમે 4-1થી ભવ્ય જીત મેળવી છે.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કેનેડાની ટીમ 42માં સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ આ યાદીમાં 12માં સ્થાને છે.

વર્લ્ડકપ ઈતિહાસની કેનેડાની એ પહેલી મેચ હતી. આ પાંચ વર્લ્ડકપ મેચોમાં કેનેડાની ટીમ આ મેચમાં પહેલો ફિફા વર્લ્ડકપ ગોલ કરી શકી હતી. આજની મેચમાં હાર મળતા કેનેડાની ટીમ વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ફિફા વર્લ્ડકપ 2022માં ક્રોએશિયાની પહેલી મેચ મોરોક્કો સામે 0-0થી ડ્રો રહી હતી. જ્યારે કેનેડાની ટીમને બેલ્જિમ સામેની મેચમાં 0-1થી હારનો સામનો કરવો પડયો હતો.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 27 મેચ રમાઈ છે. જેમાં 7 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 2 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. આ વર્લ્ડકપનો ત્રણ મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો.

ક્રોએશિયાની 4-1થી ભવ્ય જીત

 

 

 

કેનેડાની ટીમ હવે વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. વર્ષ 2026માં ફિફા વર્લ્ડકપનું એક યજમાન દેશ કેનેડા પણ છે. ક્રોએશિયાની ટીમે આ ભવ્ય જીત સાથે વર્લ્ડકપમાં પોતાની આશા જીંવત રાખી છે. ક્રોએશિયાની ટીમ વર્ષ 2018ના ફિફા વર્લ્ડકપની રનર અપ ટીમ છે. વર્ષ 2018ના વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ક્રોએશિયાની ટીમ ફ્રાન્સ સામે હારી હતી. આજની આ મેચ દરમિયાન કુલ 5 ગોલ જોવા મળ્યા હતા. ક્રોએશિયાના ખેલાડીઓએ ગોલ કર્યો પછી દર્શકો વચ્ચે બેસેલી તેમની માતાઓ સાથે ઉજવણી કરી હતી.

કેનેડા અને ક્રોએશિયા વચ્ચેની મેચનો ઘટના ક્રમ

 

આ હતી કેનેડા અને ક્રોએશિયાની ટીમો

 

ગ્રુપ Fનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Published On - 11:27 pm, Sun, 27 November 22

Next Article