FIFA World Cup 2022: યુદ્ધ વચ્ચે યુક્રેનનું વધુ એક મોટું સપનું તૂટ્યું, વર્લ્ડ કપની રેસમાંથી થયું બહાર

|

Jun 06, 2022 | 2:09 PM

World Cup Play-off final: કતારમાં આયોજિત આ વર્ષે ફીફા (FIFA) વર્લ્ડ કપમાં યુક્રેન (Ukraine) ની ટીમ જોવા નહીં મળે.

FIFA World Cup 2022: યુદ્ધ વચ્ચે યુક્રેનનું વધુ એક મોટું સપનું તૂટ્યું, વર્લ્ડ કપની રેસમાંથી થયું બહાર
Ukraine Football (PC: Outlook India)

Follow us on

છેલ્લા ત્રણ મહિનાથી ભીષણ યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેન (Ukraine) માટે રવિવારે રાત્રે એક મોટી આશા તૂટી ગઈ હતી. આ વર્ષના અંતમાં કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2022) માટે ક્વોલિફાય થવાની આશા હતી. ગત મહિનાઓમાં બનેલી તમામ ખરાબ ઘટનાઓ વચ્ચે યુક્રેનના લોકોમાં એવો ઉત્સાહ હતો કે તેમની ટીમ વર્લ્ડ કપમાં પહોંચવાની ખૂબ જ નજીક છે. પરંતુ વેલ્સે છેલ્લી ક્ષણે યુક્રેનનો ઉત્સાહ પર પાણી ફેરવી દીધું હતું.

FIFA વર્લ્ડ કપ 2022 માટે રમાઈ રહેલી UEFA ક્વોલિફાઈંગ પ્લેઓફ મેચોમાં યુક્રેનની ટીમે શાનદાર રમત દાખવતા ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે વર્લ્ડ કપમાં પહોંચવાથી માત્ર એક ડગલું દૂર હતી. પ્લેઓફની ફાઇનલમાં તેમનો મુકાબલો વેલ્સ ક્લબ સામે થયો હતો. આ મેચની 34મી મિનિટે યુક્રેનિયન ખેલાડી એન્ડ્રીવ યાર્મોલેન્કોએ ભૂલથી ફૂટબોલને પોતાના જ ગોલ પોસ્ટ પર મોકલી દીધો હતો. યુક્રેનની ટીમ વેલ્સને મળેલી આ લીડને છેલ્લી ઘડી સુધી કવર કરી શકી ન હતી અને મેચ 1-0 થી હારી ગઈ હતી. આ સાથે યુક્રેનનું વર્લ્ડ કપમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

વેલ્સ 64 વર્ષ બાદ વર્લ્ડ કપમાં પ્રવેશ્યું

જ્યાં આ રાત યુક્રેન માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. તો બીજી તરફ ફૂટબોલમાં આટલી મોટી સિદ્ધિ વેલ્સની ટીમે દાયકાઓ પછી મેળવી હતી. વેલ્સ ક્લબને 64 વર્ષ બાદ વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી છે. વેલ્સ ટીમ છેલ્લે 1958 માં વર્લ્ડ કપ રમી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સંપુર્ણ મેચમાં યુક્રેનનું સ્થાન મજબુત રહ્યું, પણ અંતે વેલ્સની ટીમને જીત મળી

આ સમગ્ર મેચમાં યુક્રેનની ટીમે શાનદાર રમત બતાવી હતી. યુક્રેનના સ્ટ્રાઈકરે વેલ્સની ગોલ પોસ્ટ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું, જેના જવાબમાં વેલ્સ ફોરવર્ડ ભાગ્યે જ યુક્રેનની ગોલ પોસ્ટ સુધી પહોંચી શક્યો. જોકે, મેચની 34મી મિનિટે વેલ્સને ફ્રી કિક મળી, જેના પર ગેરથ બેલે શોટ લીધો. યુક્રેનના યાર્મોલેન્કોએ આ શોટને તેના હેડર દ્વારા ગોલ પોસ્ટ તરફ જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના માથામાંથી વાગી ગયો હતો જેને ગોલકીપર ગોલ પોસ્ટ તરફ જતા રોકી શક્યો ન હતો. બીજા હાફમાં યુક્રેને આ લીડને ખતમ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. અંતે, યુક્રેનના ખેલાડીઓ અને ચાહકો નિરાશ થયા, ઘણા લોકો રડતા પણ જોવા મળ્યા.

Next Article