સુનીલ છેત્રીએ કહ્યું હું મારી અંતિમ ટુર્નામેન્ટ રમી રહ્યો છું, FIFAનાં પ્રતિબંધ મૂકવા પર જાણો શું કહ્યું

Football : ભારતીય ફૂટબોલ (Indian Football) ખેલાડી સુનીલ છેત્રી (Sunil Chhetri) એશિયન કપ ક્વોલિફાયરની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના વિવાદ પર મોટી વાત કરી.

સુનીલ છેત્રીએ કહ્યું હું મારી અંતિમ ટુર્નામેન્ટ રમી રહ્યો છું, FIFAનાં પ્રતિબંધ મૂકવા પર જાણો શું કહ્યું
Sunil Chhetri (File Photo)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jun 04, 2022 | 4:25 PM

પ્રભાવશાળી સ્ટ્રાઈકર સુનીલ છેત્રી (Sunil Chhetri) એ ફરી સંકેત આપ્યો કે તે નિવૃત્તિની નજીક છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રફુલ પટેલ (Pragull Patel) ને AIFF ના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ જો FIFA ભારત પર પ્રતિબંધ લાદશે તો તે નુકસાનકારક રહેશે. કારણ કે તે તેની છેલ્લી મેચ રમી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી 37 વર્ષીય સુનિલ છેત્રીની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે અને તેણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે તેની શાનદાર કારકિર્દી ટૂંક સમયમાં પુરી કરવા જઇ રહ્યો છે. ભારતના સ્ટાર ફુટબોલર સુનિલ છેત્રીએ 8 જૂનથી શરૂ થઈ રહેલા એશિયન કપ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડ પહેલા કહ્યું હતું કે, આ મામલે જે પણ થાય છે હું આશા રાખું છું કે તે નિયંત્રણમાં રહેશે અને દેશ પર પ્રતિબંધ લાગે નહીં.

સુનીલ છેત્રી (Sunil Chhetri) એ કહ્યું, ‘ભારત પરનો પ્રતિબંધ હાનિકારક હશે અને તે આખા દેશ માટે જ નહીં, મારા માટે પણ થશે. કારણ કે હું 37 વર્ષનો છું અને મારી છેલ્લી મેચ રમી રહ્યો છું. તમારી છેલ્લી મેચ ક્યારે યોજાશે તે ખબર નથી. પરંતુ પછી તમને બધી માહિતી મળશે. પછી તમે જાણો છો કે તે ચિંતાજનક પણ નથી અને બધું સારું થઈ જશે.

પોતાનો કાર્યકાળ વધારી લીધો હતો

સુપ્રીમ કોર્ટે 18 મેના રોજ પ્રફુલ પટેલને તેમની મુદત લંબાવ્યા બાદ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રમુખ પદેથી હટાવ્યા હતા. AIFF માં તેમનો ત્રીજો કાર્યકાળ ડિસેમ્બર 2020 માં સમાપ્ત થયો હતો. પરંતુ તેઓ 2017 થી પેન્ડિંગ રહેલા સુપ્રીમ કોર્ટના કેસના આદેશની રાહ જોતા હોદ્દા પર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેટલાક ક્વાર્ટર્સમાં એવી ચર્ચા હતી કે તે ભારત પર ફિફા પ્રતિબંધ તરફ દોરી શકે છે અને ઓક્ટોબરમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાનીના ભારતના અધિકારો છીનવી શકે છે. FIFA અને AFC ની સંયુક્ત ટીમ વર્તમાન પરિસ્થિતિને સમજવા માટે ભારતનો પ્રવાસ કરશે.

જ્યારે પણ સુનિલ છેત્રી મેદાન પર આવે છે ત્યારે તેની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ જાય છે અને ભારતીય કેપ્ટને હસીને જવાબ આપ્યો કે, તે હજુ સુધી જાણતો નથી. તેણે કહ્યું કે ગત એશિયા કપ (2019) પહેલા પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે આગળ શું થશે અને મેં પણ તે જ કહ્યું હતું. 5 વર્ષ વીતી ગયા. તે હજુ પણ એ જ વસ્તુ છે. હું ત્યારે 32 વર્ષનો હતો અને અત્યારે 37 વર્ષનો છું. મને ખબર નથી. સુનિલ છેત્રીએ કહ્યું કે, આ સમયે હું રમતનો આનંદ માણી રહ્યો છું. જે દિવસે હું આ નહીં કરું તે દિવસે તે સંન્યાસ લઇ લઇશ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati