AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA મહિલા વર્લ્ડ કપ 2023: અધ્યક્ષે ઉત્સાહમાં હોશ ગુમાવ્યો, જીત પછી સ્ટેજ પર મહિલા ખેલાડીને કરી દીધી KISS

સ્પેનની ટીમે ઇંગ્લેન્ડને હરાવી પ્રથમ વખત ફીફા મહિલા વિશ્વ કપનો ખિતાબ જીતી લીધો. આ ઐતિહાસિક જીત બાદ સ્પેન ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષએ પોતાના દેશની ખેલાડીને ઉત્સાહમાં કિસ કરી દીધી હતી. અધ્યક્ષની આ હરકતથી ફૂટબોલ ફેન્સ ગુસ્સે થયા હતા.

FIFA મહિલા વર્લ્ડ કપ 2023: અધ્યક્ષે ઉત્સાહમાં હોશ ગુમાવ્યો, જીત પછી સ્ટેજ પર મહિલા ખેલાડીને કરી દીધી KISS
Spain Won FIFA Womens World Cup 2023 Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 2:14 PM
Share

સ્પેનની ફૂટબોલ ટીમે મહિલા ફૂટબોલ વિશ્વ કપની (FIFA Womens World Cup 2023) ફાઇનલમાં ઇંગ્લેન્ડને 1-0 થી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. સ્પેનની ટીમ પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બની છે. સ્પેન માટે એક માત્ર ગોલ કેપ્ટન ઓલ્ગા કારમોનાએ કર્યો હતો. સ્પેનની ટીમ માટે આ જીત ખાસ હતી. કારણ કે આ મોટી ટુર્નામેન્ટ પહેલા ટીમના કોચ જોર્જ વિલ્ડાને લઇને હોબાળો થયો હતો.

લગભગ સ્પેનના 15 ખેલાડી અને કોચ વચ્ચે મતભેદ થયો હતો. વિલ્ડાની કોચિંગને લઇને ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. પણ ફેડરેશનએ વિલ્ડાને ટીમના કોચ તરીકે યથાવત રાખીને તેના પર વિશ્વાસ મૂક્યો હતો. અને આ વિવાદ બાદ કોચ વિલ્ડાએ ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવી હતી. તેથી આ જીત વધુ ખાસ બની હતી અને આખી ટીમ જીતના જશ્નમાં મગ્ન થઇ ગઇ હતી.

સ્પેનના ફૂટબોલ ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ હતા, પણ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ લ્યૂકે ઉત્સાહમાં હોશ ગુમાવી દેતા ટીમની ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો જ્યારે સ્ટેજ પર તેણે ટીમની ખેલાડીને કિસ કરી દીધી હતી. 45 વર્ષીય લ્યૂકની હરકત જોઇને વિશ્વ ચેમ્પિયન ટીમ મેડલ લીધા બાદ અસહજ થઇ ગઇ હતી. જેની સ્ટેજ પર મેડલ લેવા જેમ જ લ્યૂક પાસે પહોંચી, તેણે સ્ટાર ખેલાડીને ગળે લગાડ્યા બાદ હોઠ પર કિસ કરી દીધી હતી.

જુઓ વીડિયો

પોતે ફૂટબોલર પણ નારાજ

અધ્યક્ષની આ હરકત જોઇને ઘણા ફેન્સ ગુસ્સે થયા હતા. પોતે ખેલાડી જેની એ પણ આ હરકત પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને આ હરકત પસંદ નથી. જેની જીત બાદ ઇમોશનલ થઇ ગઇ હતી. તેણે ઐતિહાસિક જીત બાદ કહ્યુ હતુ કે આ જીત તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ છે. તેણે આ જીતને તેના પરિવાર અને દેશના લોકોને સમર્પિત કરી હતી.

સ્પેનની ટીમે જીત સાથે રચ્યો ઇતિહાસ

સ્પેન આ જીત બાદ જર્મની સાથે બીજી ટીમ બની ગઇ હતી જેણે પુરૂષ અને મહિલા વર્ગમાં વિશ્વ કપ જીત્યો છે. સ્પેન મહિલા વિશ્વ જીતવા વાળી ફક્ત પાંચમી ટીમ બની ગઇ છે. સ્પેન પહેલા અમેરિકા (ચાર વખત), જર્મની (બે વખત), જાપાન-નોર્વે (એક-એક વખત) મહિલા ફૂટબોલ વિશ્વ કપના વિજેતા રહ્યા છે. ઇંગ્લેન્ડ અને સ્પેનની ટક્કરમાં ઇંગ્લેન્ડની ટીમ ફેવરિટ મનાઇ રહી હતી પણ સ્પેનની ટીમે શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">