FIFA U17 Women’s World Cup: ટીમ ઈન્ડિયાને અમેરિકા અને બ્રાઝિલની સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું

|

Jun 25, 2022 | 8:52 AM

India U-17 Football Team: ભારતને ફિફા (FIFA) અંડર-17 વર્લ્ડ કપ (U17 World Cup) માટે 2008ની રનર્સ-અપ યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ અને મોરોક્કોની સાથે ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે.

FIFA U17 Womens World Cup: ટીમ ઈન્ડિયાને અમેરિકા અને બ્રાઝિલની સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું
U17 Women India Football (PC: Twitter)

Follow us on

મહિલા અંડર 17 વર્લ્ડ કપમાં યજમાન ભારત (Indian Women Football) ને 2008ની રનર્સ-અપ યુએસએ, બ્રાઝિલ અને મોરોક્કોની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જેઓ આ વર્ષે 11-30 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ (U17 Women’s World Cup) માં એકબીજાનો સામનો કરશે. 16 ટીમોની ટુર્નામેન્ટનો ડ્રો શુક્રવારે ઝ્યુરિચમાં ફિફા (FIFA) હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો. FIFA કન્ફેડરેશનની કોઈ બે ટીમો એક જ ગ્રૂપમાં ન રહે તેની ખાતરી કરીને ટીમોને ચાર-ચારના ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારત 11 ઓક્ટોબરે અમેરિકા સામે ગ્રુપ Aમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભારત યજમાન તરીકે ઈવેન્ટ માટે ક્વોલિફાય થયું અને 2008 માં શરૂ થયેલી અંડર-17 છોકરીઓ માટેની ટોચની ઈવેન્ટમાં ભારત પહેલીવાર ભાગ લઇ રહ્યું છે. મહત્વનું છે કે તેઓ હવે તેમના જૂથમાં ટોચના બેમાં સ્થાન મેળવવાની અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાની આશા રાખશે. અત્યાર સુધી યોજાયેલી ઈવેન્ટની છ સિઝનમાં કોઈ યજમાન દેશ સેમિ ફાઈનલમાં પહોંચી શક્યું નથી. બધા ગ્રુપ સ્ટેજમાં જ હારી ગયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આમ યુરોપિયન પાવરહાઉસ જર્મની એ ઇવેન્ટની તમામ છ સિઝન માં રમનારી એકમાત્ર યુરોપીયન ટીમ છે જે નાઇજીરીયા, ચિલી અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ બીમાં આગળ છે. ઉરુગ્વે 2018ની પાછલી સિઝનમાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે. ગ્રુપ Cમાં સ્પેન, 2018ના ચેમ્પિયન કોલંબિયા, મેક્સિકોનો સમાવેશ થાય છે. જે 2018ની ફાઇનલમાં સ્પેન સામે 1-2 થી હારી ગયું હતું અને ગ્રુપ Cમાં ચીનનો સામનો જાપાન 2014ના વિજેતા તાંઝાનિયા સામે કરવો પડ્યો હતો.

 

2008 અને 2016 માં બે ટાઇટલ સાથે ઇવેન્ટમાં સૌથી સફળ દેશ ઉત્તર કોરિયા તે ગ્રુપ માં નથી. જ્યારે 2010 માં ટાઇટલ જીતનાર તેમનો પાડોશી દક્ષિણ કોરિયા પણ દ્વિવાર્ષિક ઇવેન્ટમાંથી ગાયબ છે. 2022 ઇવેન્ટ અગાઉ 2020 માં ભારતમાં યોજાવાની હતી. પરંતુ COVID-19 મહામારીના કારણે આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી.

2022 FIFA U-17 મહિલા વર્લ્ડ કપ (Women World Cup) 11 થી 30 ઓક્ટોબર દરમિયાન ભુવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમ, પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, મડગાવ, ગોવા અને ડૉ ડીવાય પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ સહિત ત્રણ સ્થળોએ યોજાશે.

Next Article