FIFA World Cup 2022આજે રમાશે 3 મેચ, જાણો ક્યાં જોશો LIVE Streaming

|

Nov 21, 2022 | 12:21 PM

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)માં સોમવારે ત્રણ મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ હેરી કેન ઈંગ્લેન્ડ અને ઈરાન ટીમ વચ્ચે રમાશે. લાંબા સમય પછી આજે વેલ્સની ટીમ આ ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે.

FIFA World Cup 2022આજે રમાશે 3 મેચ, જાણો ક્યાં જોશો LIVE Streaming
England vs Iran Senegal vs Netherlands FIFA World Cup 2022 Live Streaming
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડ કપ 2022માં સોમવારે 3 મેચ રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ઈરાન વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડ કપની બીજી મેચમાં આફ્રિકન કપ ચેમ્પિયન સેનેગલ અને નેધરલેન્ડની ટીમ આમને-સામને થશે. મોડી રાત્રે ત્રીજી મેચ અમેરિકા અને વેલ્સ વચ્ચે રમાશે. દિવસની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો હાથ ઉપર છે, પરંતુ ઈરાન પાસે કોચ તરીકે કાર્લોસ ક્વિરોઝ છે, જે ટીમને અહીં લાવ્યા છે. દરેકની નજર ઈંગ્લેન્ડના હેરી કેન પર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વેલ્સની ટીમ 1958 બાદ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરશે અને તેનો સામનો અમેરિકાનો મજબુત પડકાર હશે. અમેરિકાના નવા કેપ્ટન 23 વર્ષના ટાયલર એડમ્સ હશે. આ વર્લ્ડકપના ઓપનિંગ મેચ ઈક્વાડોરે જીતી છે. યજમાન કતારને ઈક્વાડોરે 2-0થી હાર આપી છે.

 

 

જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

 

 

FIFA વર્લ્ડ કપ 2022માં સોમવારે કોની વચ્ચે મેચો રમાશે?

ફિફા વર્લ્ડ કપમાં સોમવારે 3 મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ઈરાન વચ્ચે, બીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડ વચ્ચે અને ત્રીજી મેચ મોડી રાત્રે અમેરિકા અને વેલ્સ વચ્ચે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ત્રણેય મેચો ક્યારે રમાશે?

ફિફા વર્લ્ડ કપની બીજી મેચ ઈંગ્લેન્ડ અને ઈરાન વચ્ચે 21 નવેમ્બર (સોમવાર)ના રોજ રમાશે. ટુર્નામેન્ટની ત્રીજી અને ચોથી મેચ એક જ દિવસે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ત્રણેય મેચો ક્યારે શરૂ થશે?

ઈંગ્લેન્ડ અને ઈરાન વચ્ચે ફિફા વર્લ્ડ કપની બીજી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. સેનેગલ અને નેધરલેન્ડની ટીમો રાત્રે 9.30 વાગ્યે મેદાનમાં ઉતરશે, જ્યારે અમેરિકા અને વેલ્સ વચ્ચેની મેચ 12.30 વાગ્યે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ત્રણેય મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ફિફા વર્લ્ડ કપમાં સોમવારે રમાનારી ત્રણ મેચોનું લાઈવ પ્રસારણ Sports18 અને Sports18 HD પર થશે.

FIFA વર્લ્ડ કપ 2022 ની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ફિફા વર્લ્ડ કપની ટક્કર લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર થશે.

Published On - 11:10 am, Mon, 21 November 22

Next Article