Diamond League: ભારતીય ખેલાડીએ એક વાર નહી આઠ વાર પોતાનો રેકોર્ડ તોડ્યો, વિક્રમ રચી ધ્વસ્ત કરવાના પરાક્રમથી છે જાણીતો

|

Jun 06, 2022 | 9:27 PM

28 વર્ષીય અવિનાશ સાબલે (Avinash Sable), જેનું શરીરે આમ તો દુબળો પાતળો છે, તે 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં તે ડાયમંડ લીગ ટ્રેક પર રેસમાં ઉતર્યો, જ્યાં તેણે ફરીથી 4 સેકન્ડના માર્જિનથી પોતાનો જ રેકોર્ડ તોડ્યો.

Diamond League: ભારતીય ખેલાડીએ એક વાર નહી આઠ વાર પોતાનો રેકોર્ડ તોડ્યો, વિક્રમ રચી ધ્વસ્ત કરવાના પરાક્રમથી છે જાણીતો
Avinash Sable પોતાના જ રચેલા રેકોર્ડ તોડીને આશ્વર્ય સર્જી રહ્યો છે

Follow us on

કોઈ ખેલાડી અથવા રમતવીર એક અથવા બે રેકોર્ડ બનાવીને ખુશ થઈ જતો હોય છે. પરંતુ આ એક ખેલાડીને રેકોર્જ બનાવવાની અને તોડવાની આદત છે. તે હવે એ માટે પ્રસિદ્ધ છે કારણ કે તે રેકોર્ડ બનાવે છે અને પછી તેને જ તોડે છે. આ વખતે તેણે 8મી વખત બનાવેલો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે અને આવું કરનાર ભારતીય ખેલાડીનું નામ અવિનાશ સાબલે (Avinash Sable) છે. દુબળુ-પાતળુ શરીર ધરાવતો 28 વર્ષીય અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલ ચેઝ (Steeple Chase) રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. નવીનતમ રેસમાં, તે ડાયમંડ લીગ (Diamond League) ટ્રેક પર ઉતર્યો, જ્યાં તેણે ફરીથી 4 સેકન્ડના માર્જિનથી પોતાનો જ રેકોર્ડ તોડ્યો.

અવિનાશ સાબલે 2015માં સ્ટેપલ ચેઝ માં પોતાનું કરિયર બનાવ્યું અને તે પછી તેણે આ રમતમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. વર્ષ-દર-વર્ષ, ઘટનાક્રમ, તે આ રમતમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવે છે અને પછી તેને જ તે તોડે છે. જ્યારે તેણે ડાયમંડ લીગ ટ્રેક પર 8મી વખત રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો, આ દરમિયાન તેણે ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા રનરને પણ પાછળ છોડી દીધો હતો. તેના પરાક્રમથી સૌ કોઈ આશ્વર્ય અનુભવે છે. કારણ કે પોતાના જ રચેલા વિક્રમને તે વારંવાર તોડી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાષ્ટ્રીય રેકોર્ડ 4 સેકન્ડથી તૂટ્યો

ડાયમંડ લીગમાં, ભારતીય દોડવીર અવિનાશ સાબલે 3000 મીટરની સ્ટીપલચેઝ રેસ પૂર્ણ કરવા માટે 8:12.48 નો સમય લીધો હતો. આ એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે. અગાઉ તેનો સર્વશ્રેષ્ઠ 8.16 મિનિટ હતો. અવિનાશે આ રેસમાં 5મું સ્થાન મેળવ્યું હતું.

 

2018માં પ્રથમ વખત રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો

અવિનાશ સાબલે ભુવનેશ્વરમાં વર્ષ 2018માં પ્રથમ વખત 3000 મીટર સ્ટીપલચેસનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. ત્યારબાદ તેણે 8:29.88 નો સમય લીધો અને 30 વર્ષ પહેલા બનાવેલા રેકોર્ડને તોડ્યો. આ રેકોર્ડ ગોપાલ સૈનીએ 1981માં ટોક્યોમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો. વર્ષ 2019માં પટિયાલામાં આયોજિત ફેડરેશન કપમાં તેણે બીજી વખત રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આ કારણે તેને દોહામાં યોજાનારી IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપની ટિકિટ મળી અને તે 1991માં દિના રામ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય પુરૂષ સ્ટીપલચેસ બન્યો.

Published On - 9:23 pm, Mon, 6 June 22

Next Article