Commonwealth Games માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા કાનૂની જંગે ચઢેલા 2 ખેલાડીઓને કોર્ટે ઝટકો આપ્યો

|

Jun 20, 2022 | 10:09 PM

આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games-2022) બર્મિંગહામમાં યોજાવાની છે અને તેના માટે ભારતની ટેબલ ટેનિસ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે કેટલાક ખેલાડીઓ નિરાશ થયા છે.

Commonwealth Games માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા કાનૂની જંગે ચઢેલા 2 ખેલાડીઓને કોર્ટે ઝટકો આપ્યો
ટીમમાં સમાવેશ નહી કરાતા કોર્ટે પહોંચ્યા હતા

Follow us on

ભારતીય ટેબલ ટેનિસ (Indian Table Tennis) હાલમાં આંતરિક કલહ સામે ઝઝૂમી રહી છે.જ્યારથી કોમનવેલ્થ ગેમ્સ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે ત્યારથી વિવાદ વધી ગયો છે. ટીમમાં સ્થાન ન મળવાને કારણે માનુષ શાહ અને સ્વસ્તિક ઘોષે (Manush Shaha and Swastika Ghosh) કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ બંને નિરાશ થયા છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે માનુષ શાહ અને સ્વસ્તિકા ઘોષને દેશની કોમનવેલ્થ ગેમ્સ ટીમમાં નકારવાને પડકારતી રિટ પિટિશનને ફગાવી દીધી હતી. ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયા (TTFI) કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) દ્વારા માનુષ અને સ્વસ્તિકા એ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો કે, આ મહિને જાહેર કરાયેલી કોમનવેલ્થ ગેમ્સની અંતિમ ટીમમાં બંનેનો સમાવેશ કર્યો ન હતો.

માનુષના પિતા ઉત્પલે ન્યૂઝ એજન્સી ને જણાવ્યું, અમારા વકીલે મને કહ્યું કે અમારો કેસ ફગાવી દેવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ માનુષ શાહ અને સ્વસ્તિક ઘોષની કોમનવેલ્થ ગેમ્સમાં રમવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. બંને આશા સાથે કોર્ટમાં ગયા પણ નિરાશા સિવાય કશું મળ્યું નહીં.

ટોપ-4 માં આવ્યા પછી પસંદગી થઈ નથી

માનુષ CoA દ્વારા નક્કી કરાયેલ પાત્રતાના ધોરણો મુજબ ટોચના ચારમાં હતો પરંતુ પસંદગીકારોએ તેને પુરૂષોની ટીમમાં સ્થાન આપ્યું ન હતું. અનુભવી શરથ કમલ, જી સાથિયાન, હરમીત દેસાઈ, સાનિલ શેટ્ટીને પુરુષોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે માનુષ સ્ટેન્ડબાય રહેશે. મનિકા બત્રા, દિયા ચિતાલે, રીત રિષ્યા અને શ્રીજા અકુલાનો સમાવેશ કરતી સુધારેલી મહિલા ટીમમાં ઓગણીસ વર્ષની સ્વસ્તિકાને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અર્ચના પણ કોર્ટમાં પહોંચી

66માં સ્થાન સાથે મણિકા (39) પછી ભારતની બીજી સર્વોચ્ચ ક્રમાંકિત ખેલાડી અર્ચના કામથ પણ ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ કોર્ટમાં ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટમાં તેના કેસની સુનાવણી 22 જૂને થશે. અર્ચનાને શરૂઆતમાં અપવાદ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી હતી કારણ કે તેણીએ પાત્રતાના માપદંડ પૂરા કર્યા ન હતા. જોકે, ત્યાર બાદ CoAએ તેને અચાનક જ ટીમમાંથી બહાર કરી દીધો અને દિયાને તેનું સ્થાન આપ્યું. ટીમમાં સ્થાન ન મળતા દિયા શરૂઆતમાં કોર્ટમાં પણ ગઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે.

Published On - 10:06 pm, Mon, 20 June 22

Next Article