AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય હોકી ટીમનુ એલાન કરાયુ, મનપ્રીત સિંહને સોંપાઈ કેપ્ટનશીપ, હરમનપ્રીત વાઈસકેપ્ટન

Indian Hockey Team Squad, CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી શરૂ થશે, ભારતીય ટીમ પહેલી મેચ 31 જુલાઈએ ઘાના સામે રમશે. ભારતીય ટીમ પૂલ બીમાં છે અને ઈંગ્લેન્ડ, કેનેડા અને વેલ્સ પણ આ જ ગ્રુપમાં છે.

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય હોકી ટીમનુ એલાન કરાયુ, મનપ્રીત સિંહને સોંપાઈ કેપ્ટનશીપ, હરમનપ્રીત વાઈસકેપ્ટન
Indian Hockey Team ઘાના સામે પ્રથમ મેચ રમશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:17 PM
Share

ભારતે સોમવારે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે 18 સભ્યોની મજબૂત વરિષ્ઠ પુરૂષ હોકી ટીમની જાહેરાત કરી હતી જેમાં મનપ્રીત સિંહ (Manpreet Singh) સુકાની તરીકે પરત ફર્યા હતા જ્યારે ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બર્મિંગહામ ગેમ્સ અને 2024 પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર હાંગઝોઉ એશિયન ગેમ્સ વચ્ચેના ટૂંકા સમયને કારણે હોકી ઈન્ડિયાએ શરૂઆતમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) માટે બીજા દરજ્જાની ટીમ મોકલવાનું નક્કી કર્યું હતું. ચીનમાં કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિને કારણે એશિયન ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારબાદ હોકી ઈન્ડિયાએ 28 જુલાઈથી શરૂ થઈ રહેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે એક મજબૂત ટીમ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમને પૂલ બીમાં ઈંગ્લેન્ડ, કેનેડા, વેલ્સ અને ઘાનાની સાથે રાખવામાં આવી છે. બે વખતની ભૂતપૂર્વ સિલ્વર મેડલ વિજેતા ભારતીય ટીમ 31 જુલાઈએ ઘાના સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભારતે મજબૂત ટીમ પસંદ કરી

ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર મનપ્રીત, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સામેની FIH પ્રો લીગ મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરનાર અમિત રોહિદાસનું સ્થાન લેશે. હરમનપ્રીત, જેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી હતી, તે FIH હોકી પ્રો લીગમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતી.

મુખ્ય કોચ ગ્રેહામ રીડે કહ્યું, ‘અમે કોમનવેલ્થ ગેમ્સ માટે એક પરીક્ષણ ટીમ પસંદ કરી છે. આ ખેલાડીઓને FIH પ્રો લીગમાં ઘણી બધી પ્રેશર મેચોમાં ટોચની ટીમ સામે રમવાનો અનુભવ છે જે ચાર વર્ષમાં યોજાનારી પ્રતિષ્ઠિત સ્પર્ધા પહેલા એક શાનદાર અનુભવ છે. આગળ કહ્યુ કે ટૂંકા બ્રેક બાગદ જ્યારે અમે નેધરલેંડ્સથી પરત ફરીશુ ત્યારે બેંગ્લુરુના SAI કેન્દ્રમાં શિબિર ફરી કરીશુ અને બેલ્જિયમ અને નેધરલેન્ડ સામેના અમારા પ્રદર્શનનું મૂલ્યાંકન કરીશુ

સૂરજ કરકેરા, સુખજીત સિંહ ને સ્થાન નહી

અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને ઈજામાંથી પરત ફરી રહેલા કૃષ્ણ બહાદુર પાઠકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડિફેન્સ લાઈનની જવાબદારી વરુણ કુમાર, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ અને જરમનપ્રીત સિંહ પર રહેશે. મનપ્રીત, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, શમશેર સિંહ, આકાશદીપ સિંહ અને નીલકાંત શર્માને મિડફિલ્ડમાં જગ્યા મળી છે. મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને અભિષેકને સ્ટ્રાઈકર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

FIH પ્રો લીગમાં ભારતીય ટીમનો ભાગ રહેલા ગોલકીપર સૂરજ કરકેરા અને ફોરવર્ડ શિલાનંદ લાકરા અને સુખજીત સિંહને ટીમમાં સ્થાન મળ્યું નથી. ગોલ્ડ કોસ્ટમાં 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ચોથા ક્રમે રહ્યું હતું.

ભારતીય હોકી ટીમની સ્ક્વોડ

  • ગોલકીપર્સઃ પીઆર શ્રીજેશ અને કૃષ્ણ બહાદુર પાઠક.
  • ડિફેન્ડર્સઃ વરુણ કુમાર, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ અને જરમનપ્રીત સિંહ.
  • મિડફિલ્ડર્સઃ મનપ્રીત સિંહ (કેપ્ટન), હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, શમશેર સિંહ, આકાશદીપ સિંહ અને નીલકાંત શર્મા.
  • ફોરવર્ડ: મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને અભિષેક

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">