Davis Cup: ભારત 3 વાર ફાઇનલમાં પહોંચ્યું છે, 122 વર્ષથી ટાઇટલની રાહમાં, હવે ડેનમાર્ક સામે ટક્કર

|

Mar 05, 2022 | 12:19 AM

Davis Cup 2022: ડેવિસ કપ માટે ભારતીય ટીમ તૈયાર, ડેનમાર્ક સામે રમાનાર મેચમાં ભારત મજબુત ટક્કર આપવા માટે તૈયાર છે. ભારતીય ખેલાડી 3 વર્ષ બાદ પહેલીવાર ઘર આંગણે રમશે.

Davis Cup: ભારત 3 વાર ફાઇનલમાં પહોંચ્યું છે, 122 વર્ષથી ટાઇટલની રાહમાં, હવે ડેનમાર્ક સામે ટક્કર
Yuki Bhambri (File Photo)

Follow us on

શુક્રવારે ડેવિસ કપ (Davis Cup 2022) માં ભારતની ટક્કર ડેનમાર્ક સામે છે. 3 વાર ડેવિસ કપની ફાઇનલમાં ભારત પહોંચી ચુક્યું છે. ડેનમાર્ક સામે રમાનાર મેચને લઇને ભારતીય સ્ટાર ખેલાડી યુકી ભાંબરી (Yuki Bhambri) એ કહ્યું કે આ ગર્વની વાત છે. ભારતનો ઇરાદો ગ્રુપ-એક માં બની રહેવાનો છે. વર્ષ 2000 પછીથી ભારત સતત 16 ટીમોમાં વર્લ્ડ ગ્રુપમાં બનેલું છે. ફુટબોલના દ્રષ્ટીકોણથી જોઇએ તો આ વર્લ્ડ ગ્રુપ પ્રીમિયર લીગ છે. જ્યારે ગ્રુપ એક ચેમ્પિયનશિપ છે. ભારત ક્યારેય આનાથી નીચે નથી આવ્યું. ભારતીય ટીમે 2014 થી 2021 સુધી સતત 7 વર્ષ વર્લ્ડ ગ્રુપ પ્લેઓફમાં ભાગ લઇ રહ્યું છે. ભારત છેલ્લીવાર 1987 માં ફાઇનલમાં પહોંચ્યું હતું. એટલે કે આજથી 35 વર્ષ પહેલા ડેવિસ કપમાં ફાઇનલ મેચમાં ભારત પહોંચ્યું હતું.

જોકે 2 વર્ષ પહેલા 2020 માં ડેવિસ કપના ફોર્મેટમાં બદલાવ થયો હતો અને આ ટુર્નામેન્ટને ઝોનલ ઇવેન્ટમાંથી દુર થઇ ગઇ હતી. તેનો સીધો મતલબ એ થાય છે કે ભારતને હવે સહેલુ ગ્રુપ નહીં મળે. ભારતને શરૂઆતમાં જ મોટી ટીમ સામે ટક્કર મળી શકે છે. આ સમય દરમ્યાન ભારતની મેચ વધુ તાકતવાળી યુરોપીયન કે સાઉથ અમેરિકાની ટીમ સામે થઇ શકે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં વર્લ્ડ ગ્રુપના પહેલા રાઉન્ડમાં ભારતને ફિનલેન્ડથી 1-3થી હાર મળી હતી. ત્યારબાદ ભારત ગ્રુપ-એકના પ્લેઓફમાં આવ્યું હતું.

અમે આનાથી નીચે નહીં આવીએ

ભારતના ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કહ્યું કે અમે ઘણા વર્ષોથી વર્લ્ડ ગ્રુપના દરવાજે પહોંચીએ છીએ. હવે ફોર્મેટ બદલાઇ ગયું છે. મને હજુ પણ લાગે છે કે અમારાથી કોઇ પણ આનાથી નીચે જવામાં વિચારતા નથી. તેણે કહ્યું કે, “જ્યારે તમે પોતાના દેશ માટે રમો છો તો આમ પણ એક વધુ જવાબદારી હોય છે. મને લાગે છે કે અમારામાંથી દરેક એજ વિચારતું હશે કે અમે ગ્રુપ-એકમાં બન્યા રહીએ.”

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

4 હજાર દર્શકો મેચ જોવાનો આનંદ લઇ શકશે

ડેનમાર્ક સામે રમાનાર મેચમાં ભારત મજબુત ટક્કર આપવા માટે તૈયાર છે. ભારતીય ખેલાડી 3 વર્ષ બાદ પહેલીવાર ઘર આંગણે રમશે. દિલ્હી જીમખાના ક્લબના 28 ગ્રાસ કોર્ટ્સમાં 4000 દર્શકોને પ્રવેશવાની પરવાનગી આપશે. ભારતના ડેવિસ કપ કોચ જીશાન અલી પ્રમાણે 2016 બાદ પહેલીવાર ડેવિસ કપ ભારતમાં રમાઇ રહ્યો છે.

આ પણ વાંચો : શેન વોર્નની 90ની ટેસ્ટથી આધુનિક IPL સુધીની સફર તેમને સદીઓ સુધી જીવંત રાખશે

આ પણ વાંચો : Shane Warne Death: ખૂબ રડ્યો અને આખી ટીમની માફી માંગી, તે શેન વોર્નના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો!

Next Article