Neeraj Chopra vs Anderson Peters: નીરજ ચોપરાને હરાવી સતત બીજી વખત આ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો

|

Jul 24, 2022 | 6:22 PM

એન્ડરસન પીટર્સ વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. તેણે જેવલિન ફાઈનલમાં ત્રણ વખત 90 મીટરથી ઉપર થ્રો કર્યો હતો. બીજી તરફ નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

Neeraj Chopra vs Anderson Peters: નીરજ ચોપરાને હરાવી સતત બીજી વખત આ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો
Neeraj Chopra vs Anderson Peters: નીરજ ચોપરાને હરાવી સતત બીજી વખત આ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો
Image Credit source: AFP

Follow us on

Neeraj Chopra vs Anderson Peters: ભારતીય ઈતિહાસના સૌથી સફળ રમતવીરોમાના એક નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું. નીરજ અને ગોલ્ડ મેડલ (Gold Medal) વચ્ચે જો કોઈ કાંટો બન્યું છે તો તે પીટર્સ છે. ભારતીય જેવલિન સ્ટારે 88.13 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો, જ્યારે પીટર્સે તેની શરૂઆત કરી હતી. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ (World Athletics Championships)માં મેડલ જીતનાર બીજા ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બન્યા, જેમણે 88.13 મીટરના થ્રો સાથે ભાલા ફેંકમાં સિલ્વર જીત્યો.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે એકમાત્ર મેડલ 2003માં પેરિસમાં અંજુ બોબી જ્યોર્જ દ્વારા લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઉલથી શરૂઆત કરનાર ચોપરાએ બીજા પ્રયાસમાં 82.39, ત્રીજા પ્રયાસમાં 86.37 અને ચોથા પ્રયાસમાં 88.13 મીટરના થ્રો સાથે શાનદાર પુનરાગમન કર્યું, જે તેનું સિઝનનું ચોથું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેનો પાંચમો અને છઠ્ઠો પ્રયાસ ફાઉલ હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચોપરાએ ગ્રુપ A ક્વોલિફિકેશનમાં ડેબ્યૂ કર્યું

ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 90.54 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો, જ્યારે ચેક રિપબ્લિકના યાકુબ વાલદેશે 88.09 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેળવ્યો. ભારતના રોહિત યાદવ 78.72 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે 10મા સ્થાને રહ્યો. ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ચોપરા શૂટર અભિનવ બિન્દ્રા પછી વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. પીટર્સે 90.21 મીટરથી શરૂઆત કરી અને 90.46, 87.21, 88.11, 85.83 મીટરનો થ્રો ફેંક્યો હતો. પાંચ પ્રયાસો પછી તેનો ગોલ્ડ મેડલ પાક્કો હતો, પરંતુ તેનો 90.54 મીટરનો છઠ્ઠો થ્રો તેનો સર્વશ્રેષ્ઠ હતો. ચોપરાએ ગ્રુપ A ક્વોલિફિકેશનમાં ડેબ્યૂ કર્યું અને 88.39 મીટરનો થ્રો ફેંક્યો, જે તેની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ થ્રો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન પીટર્સ ગ્રુપ બીમાં 89.91 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાને છે.

 

 

તેમની આ જીત પર તેમની માતા સહિત આખો દેશ આનંદમાં છે. આ સિવાય સોશિયલ મીડિયા (Social Media) પર લોકો તેની જીતની ઉજવણી કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક તેનો રેકોર્ડ બતાવી રહ્યા છે.

Next Article