AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: ભારતીય ટીમ તરફથી આ 215 ખેલાડીઓ આપશે પડકાર, જાણો દરેક ખેલાડીનુ નામ

આ વખતે પણ 28 જુલાઈથી ઈંગ્લેન્ડની યજમાનીમાં થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં ભારત તરફથી 200થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ ખેલાડીઓમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો સમાવેશ થાય છે

CWG 2022: ભારતીય ટીમ તરફથી આ 215 ખેલાડીઓ આપશે પડકાર, જાણો દરેક ખેલાડીનુ નામ
કયા કયા ખેલાડી એક્શનમાં જોવા મળશે, જુઓ યાદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 6:07 PM
Share

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં ફરી એકવાર ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો બતાવવા માટે તૈયાર છે. આ વખતે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં 28 જુલાઈથી યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારત તરફથી 215 ખેલાડીઓની ટીમ ભાગ લઈ રહી છે. આ 215 ખેલાડીઓમાંથી 108 પુરૂષ અને 107 મહિલા ખેલાડીઓ છે. ચાહકોને આ વખતે જ્વેલીન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra), કુસ્તીબાજ બજરંગ પુનિયા, બોક્સર નિખત ઝરીન જેવા સ્ટાર ખેલાડીઓને એક્શનમાં જોવાની તક મળશે. ગયા વર્ષે યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા જે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારત આ જ લક્ષ્ય સાથે કોમનવેલ્થમાં પ્રવેશ કરશે. ભારત ઘણી રમતોમાં પોતાના ખેલાડીઓને મેદાનમાં ઉતારશે. જાણો ભારત માટે કયા ખેલાડીઓ મેડલ માટે દાવ લગાવશે

એથ્લેટિક્સ ખેલાડીઓ

પુરુષ ખેલાડી

લોંગ જમ્પ: એમ. શ્રીશંકર, મોહમ્મદ અનીસ યાહિયા મેન્સ

જેવલિન થ્રો: નીરજ ચોપરા, ડીપી મનુ, રોહિત યાદવ

ટ્રિપલ જમ્પ: અબ્દુલ્લા અબુબેકર, એલ્ડોઝ પોલ, પ્રવીણ ચિત્રવેલ

ઉંચી કૂદ: તેજસ્વિન શંકર

શોટ પુટઃ તજિન્દરપાલ સિંઘ તૂર

3000 મીટર સ્ટીપલ ચેઝ: અવિનાશ સાબલે

મેરેથોન: નિતેન્દ્ર રાવત

4×400 મીટર રિલે: અમોજ જેકબ, નોહ નિર્મલ ટોમ, મોહમ્મદ અજમલ, નાગનાથન પાંડી, રાજેશ રમેશ

10000 મીટર વોક: નિતેન્દ્ર રાવત

રેસ વોકિંગઃ સંદીપ કુમાર, અમિત ખત્રી

પેરાસ્પોર્ટઃ દેવેન્દર, અનીશ કુમાર

મહિલા ખેલાડી

લાંબી કૂદ: એન્સી સોજન, ઐશ્વર્યા બાબુ

શોટ પુટઃ મનપ્રીત કૌર

હેમર થ્રોઃ સરિતા રોમિત સિંહ, મંજુ બાલા સિંહ

100મીટર દોડ: ધનલક્ષ્મી સેકર

4×100 મીટર રિલે: ધનલક્ષ્મી સેકર, દુતી ચંદ, હિમા દાસ, શ્રાબાની નંદા, એમવી જીલના, એનએસ સિમી

100 મીટર હર્ડલ્સ: જ્યોતિ યારાજી

10000 મીટર રેસ વોક: પ્રિયંકા ગોસ્વામી, ભાવના જાટ

ડિસ્કસ થ્રોઃ નવજીત ધિલ્લોન, સીમા પુનિયા

જેવલિન થ્રોઃ અન્નુ રાની, શિલ્પા રાની

બેડમિન્ટન ખેલાડીઓ

પુરુષ સિંગલઃ લક્ષ્ય સેન, કિદાંબી શ્રીકાંત,

પુરુષ ડબલ્સઃ સાત્વિકસાઈરાજ રાંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, બી સુમિત રેડ્ડી

મહિલા સિંગલઃ પીવી સિંધૂ, આકાર્ષી કશ્યમ

મહિલા ડબલ્સઃ અશ્વિની પોનપ્પા, ગાયત્રી ગોપીચંદ, ટ્રીસા જોલી

બોક્સિંગ ખેલાડીઓ

પુરુષ બોક્સરઃ અમિત પંઘાલ (63.5 કિગ્રા), મોહમ્મદ હુસામુદ્દીન (57 કિગ્રા), શિવ થાપા (51 કિગ્રા), રોહિત ટોકસ (67 કિગ્રા), સુમિત કુંડુ (75 કિગ્રા), આશિષ ચૌધરી (80 કિગ્રા), સંજીત કુમાર (92 કિગ્રા), સાગર (92+ કિગ્રા),

મહિલા બોક્સરઃ નીતુ ગંઘાસ (48 કિગ્રા), નિખાત ઝરીન (50 કિગ્રા), જાસ્મીર લેમ્બોરીઆ (60 કિગ્રા), લોવલિના બોર્ગોહેન (70 કિગ્રા)

ટેબલ ટેનિસ ખેલાડીઓ

પુરુષ ખેલાડીઃ શરથ કમલ, સાથિયાન જ્ઞાનસેકરન, સાનિલ શેટ્ટી, હરમીત દેસાઈ

મહિલા ખેલાડીઃ મણિકા બત્રા, દિયા ચિતાલે, શ્રીજા અકુલા, રીથ ઋષિ

રેસલીંગ (કુસ્તી) ખેલાડીઓ

પુરુષ રેસલર (કુસ્તીબાજ): રવિ કુમાર દહિયા (57કિગ્રા), બજરંગ પૂણિયા (65કિગ્રા), નવિન (74કિગ્રા), દીપક પૂણિયા (86કિગ્રા), દીપક, મોહિત અગ્રવાલ (125 કિગ્રા)

મહિલા રેસલર (કુસ્તીબાજ): પૂજા ગેહલોત (50 કિગ્રા), વિનેશ ફોગટ (53 કિગ્રા) અંશુ મલિક (57 કિગ્રા), સાક્ષી મલિક (62 કિગ્રા), દિવ્યા કાકરાન (68 કિગ્રા), પૂજા સિહાગ (76 કિગ્રા)

વેઈટ લિફ્ટિંગ ખેલાડીઓ

પુરુષ વેઈટલિફ્ટરઃ સંકેત મહાદેવ (55 કિગ્રા), ચન્નામ્બમ ઋષિકાંત સિંઘ (55 કિગ્રા), ગુરુરાજ પુજારી (61 કિગ્રા), જેરેમી લાલરિનુંગા (67 કિગ્રા), અંચિતા શુલી (73 કિગ્રા), અજય સિંહ (81 કિગ્રા), વિકાસ ઠાકુર (96 કિગ્રા), રાગલા વેંકટ રાહુલ (96 કિગ્રા), લવપ્રીત સિંહ (109 કિગ્રા), ગુરુદીપ સિંહ (+109)

મહિલા વેઈટલિફ્ટરઃ મીરાબાઈ ચાનુ (49 કિગ્રા), બિંદ્યારાની દેવી (55 કિગ્રા), પોપી હઝારિકા (59 કિગ્રા), હરજીંદર કૌર (71 કિગ્રા), ઉષા કુમારી (87 કિગ્રા), પૂનમ પાંડે (+87 કિગ્રા)

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય પુરૂષ હોકી ટીમ

પીઆર શ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક, વરુણ કુમાર, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ અને જર્મનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ (કેપ્ટન), હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, શમશેર સિંહ, આકાશદીપ સિંહ અને નીલકાંત શર્મા, મનદીપ સિંહ. લલિત કુમાર ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને અભિષેક

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમ

સવિતા (કેપ્ટન/ગોલકીપર), રજની એતિમાર્પુ (ગોલકીપર), દીપ ગ્રેસ એક્કા (વાઈસ-કેપ્ટન/ડિફેન્ડર), ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા, નિશા, સુશીલા ચાનુ, પુખરામ્બામ, મોનિકા, નેહા, જ્યોતિ, નવજોત કૌર, સલીમા ટેટે, વંદના કટારિયા, લાલરેમ સિયામી, નવનીત કૌર, શર્મિલા દેવી અને સંગીતા કુમારી

g clip-path="url(#clip0_868_265)">