
ઈઝરાયલની સાથે મળી ઈરાન પર હુમલો કરનાર અને યુદ્ધની શરુઆતના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ હાલમાં વિવાદોમાં છે. પોતાના જ દેશમાં તેને આ યુદ્ધનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દુનિયાભરના અનેક દેશ પણ તેની અલોચના કરી રહ્યું છે. આ વર્ષે અમેરિકામાં થનારા FIFA વર્લ્ડકપ અને 2028 લોસ એન્જલિસમાં થનારી ઓલિમ્પિક રમતમાંથી અમેરિકા અને ઈઝરાયલને પ્રતિબંધ કરવાની માંગ થઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેની સરકાર પર પ્રતિબંધ લાગી શકે છે. તેમજ તેનું ઈરાન સાથે યુદ્ધની કોઈ લેવા દેવા નથી.પરંતુ ડોપિંગ સાથે સંબંધ છે.
અમેરિકી ન્યુઝ એજન્સી એસોસિએટેડ પ્રસના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યોછે કે, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી સરકારના અન્ય અધિકારીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આનું કારણ (WADA)ને ચૂકવણીનું સ્થગિતકરણ છે. રિપોર્ટ અનુસાર, 2024 માં અમેરિકાએ WADAને 3.6 મિલિયનનું ભંડોળ પૂરું પાડવાનું હતું, પરંતુ ચીની સ્વીમર દ્વારા ડોપિંગને લગતા વિવાદને કારણે, યુએસ સરકારે આ ભંડોળ રોકી દીધું, અને ત્યારથી આ વિવાદ ચાલુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવાર 17 માર્ચના રોજ વાડાના એક્ઝીક્યુટીવ કમેટીની મીટિંગમાં આ નિયમનો એજન્ડા સામેલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ જો અમેરિકી સરકાર ફંડ રિલીઝ નહી કરે તો અને નિયમ પાસ થાય છે તો. અમેરિકી સરકાર પર 2028ના ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગશે.આનાથી જૂન-જુલાઈ 2026માં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ પર પણ અસર પડી શકે છે.
એક રિપોર્ટ સામે આવ્યા બાદ વાડાએ એક નિવેદન જાહેર કર્યું છે. ડોપિંગ વિરોધી એજન્સીએ જણાવ્યું હતું કે વિવિધ સરકારો પાસેથી ભંડોળ રોકવાના મુદ્દાને ઉકેલવાની પ્રક્રિયા 2020 થી ચાલુ છે અને આવું કંઈ થવાનું નથી.નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે, જો આવો કોઈ નિયમ લાગુ થાય છે. તો પણ તે રેટ્રોએક્ટિવલી એટલે કે, પહેલાથી નક્કી રમતો પર લાગુ નહી થાય. જેના કારણે વર્લ્ડકપ અને ઓલિમ્પિક 2028 આનાથી દુર રહેશે . આ સાથે એ પણ જણાવ્યું કે, જો આવો કોઈ નિયમ વાડાના ફાઉન્ડેશન બોર્ડની સમંતિથી થશે. તેમજ આ બોર્ડની બેઠક નવેમ્બર 2026માં નક્કી થશે.
તમને જણાવી દઈએ કે, 2021માં રમાયેલી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ચીનના 23 એવા સ્વીમરે ભાગ લીધો હતો. જેનો તે વર્ષે ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. આ તમામ સ્વીમર પર એક ડ પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાનું હતો. તેમ છતાં તેને ભાગ લેવા દેવામાં આવ્યો હતો. કારણ કે, ચીને દાવો કર્યો હતો કે, ખેલાડીઓએ જાણી જોઈને આવું કર્યું નથી.પરંતુ તેના ખાવામાં કાંઈ ગડબડના કારણે આવું થયું છે. વાડાએ ત્યારે ચીનના સ્પષ્ટીકરણને સ્વીકાર કર્યો હતો.પરંતુ આનો કોઈ ખુલાસો થયો ન હતો. પરંતુ 2024માં ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો. ત્યારબાદ જો બાઈડનના નેતૃત્વ વાળી અમેરિકી સરકારે ફંડિગ રોકી દીધું હતુ. આજે ટ્રમ્પ સરકાર પર આ વાત પર અડગ છે.