
જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ભારતીય દળમાં ગુજરાતના રેકોર્ડ 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. એશિયન રમતના ઈતિહાસમાં આ ગુજરાતનું અત્યારસુધીનું સૌથી મોટું દળ છે. વર્ષ 2014માં એશિયાઈ રમતમાં રાજ્યમાંથી માત્ર 3 ખેલાડી સામેલ થયા હતા. કહી શકાય કે, એશિયન ગેમ્સ પહેલા જ ગુજરાતે પોતાનો રેકોર્ડ તોડ્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું કે, ગુજરાતમાં ખેલ મહાકુંભની શરુઆત પછી રાજ્યમાં રમતના સ્તરમાં સુધારો થયો છે. આ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતમાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે દરમિયાન તેમણે ખેલ મહાકુંભની શરુઆત કરી હતી. આ ખેલ મહાકુંભ 50 થી 60 લાખ ખેલાડીઓ વિવિધ રમતમાં ભાગ લે છે. સપ્ટેમ્બર 2026માં જાપાનના એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી 10 ખેલાડીઓની ટીમ રવાના થશે. જેમાં નીચે મુજબ ખેલાડીઓ છે.
શૂટિંગ: ઈલાવેનિલ વલારિવન
ટેબલ ટેનિસ: હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ
સોફ્ટ ટેનિસ: અનિકેટ પટેલ
તરણવીર (સ્વિમિંગ): આર્યન નેહરા
ટેનિસ: અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી
સ્પ્રિન્ટર (દોડવીર): દેવયાની ઝાલા
આ તમામ ખેલાડીઓ એશિયન ગેમ્સ 2026માં સામેલ છે. જ્યારે ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈ રિઝર્વ પ્લેયરના રુપમાં ટીમમાં રહેશે.
છેલ્લા દસ વર્ષોમાં, ગુજરાતે ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં તેની ભાગીદારીમાં સતત વધારો કર્યો છે, જે બહુ-રમતગમત પાવરહાઉસ બનવા તરફ રાજ્યના સતત પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.આ સ્પર્ધાઓ માટે જાપાનમાં ખેલાડીઓની યાત્રા સાથે, બધાની નજર ગુજરાતના ખેલાડીઓ પર રહેશે કારણ કે તેઓ એશિયાની સૌથી મોટી રમતગમત સ્પર્ધાઓમાંની એકમાં પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરશે. પસંદ કરાયેલા નવ ખેલાડીઓ વિવિધ રમતોનું પ્રતિનિધિત્વ કરશે, જે ગુજરાતના પરંપરાગત ક્રિકેટ ઓળખ ઉપરાંત ભારતીય રમતોમાં વધતા યોગદાનને દર્શાવે છે. ટીમમાં અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને યુવા પ્રતિભા બંનેનો સમાવેશ છે.
એશિયન ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે, જેમાં એશિયન દેશોના ખેલાડીઓ ભાગ લે છે. એશિયન ગેમ્સમાં અનેક રમતો હોય છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો