Breaking News : રણજી ટ્રોફીના ભૂતપૂર્વ ચેમ્પિયન સહિત 24 ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ, NADAએ કર્યા સસ્પેન્ડ
એન્ટી ડોપિંગ સંસ્થાના હાલના લિસ્ટ મુજબ મુંબઈના પૂર્વ ક્રિકેટર સહિત 24 ખેલાડીઓ સામેલ છે જેમને ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) એ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ ઘણા ખેલાડીઓને કામચલાઉ સસ્પેન્ડ કર્યા છે. જેમાં ક્રિકેટર ભૂપેન લાલવાણી, વેઇટલિફ્ટર અજિત નારાયણ અને કુસ્તીબાજ સાહિલ જગલાનનો સમાવેશ થાય છે. ભૂપેન મુંબઈ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ માટે ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યા છે. 27 વર્ષનો બેટ્સમેને પોતાના કરિયરમાં અત્યારસુધી 25 ફર્સ્ટ ક્લાસ મેચ સિવાય 3 લિસ્ટ એ અને 2 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 2 સદીમાં 1141 રન છે. 2020માં લાલવાણીએ રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતુ. તે 2023-24 રણજી ટ્રોફી વિજેતા મુંબઈની ટીમનો ભાગ હતો.
તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, જેમાં ટર્બ્યુટાલિનનો ઉપયોગ પોઝિટિવ આવ્યો, જેનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાની સારવાર માટે બ્રોન્કોડિલેટર તરીકે થાય છે.
કામચલાઉ સસ્પેન્ડ
અજિત નારાયણે હાલમાં ગાંધીનગરમાં એશિયાઈ ચેમ્પિયનશીપમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જ્યારે પહેલવાન સાહિલ જગલાને થોડા સમય પહેલા એશિયાઈ રમતની ટ્રાયલમાં ભાગ લીધો હતો. 19 વર્ષના પહેલવાન જગલાનનો મામલો રસપ્રદ છે કારણ કે, તે સ્ટીરોયડ સ્ટૈનોઝઓલોલ માટે પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં 31 મેના રોજ લખનૌમાં એશિયાઈ રમતમામ પસંદગીમાં ભાગ લીધો હતો. 26 માર્ચના રોજ લખનૌનમાં તેની તપાસ કરવામાં આવી હતી. અને નાડાએ 26 મેના રોજ તેને જાણકારી આપી હતી. તેમને તાત્કાલિક અસરથી કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પાંચ દિવસ પછી લખૌનની સ્પર્ધામાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
રાષ્ટ્રીય ફેડરેશનના અધિકારીઓ દ્વારા આ ઘટનાક્રમની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યા પછી, NADAના તાજેતરના લિસ્ટમાં પાંચ વેઇટલિફ્ટર્સ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયા હોવાનું બહાર આવ્યું છે, જેમાં અજિત નારાયણ, વંશિતા વર્મા, હરચરણ સિંહ, હીના અને એસબી ચારુકેશને કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
24 ખેલાડીઓનું લિસ્ટ જાહેર
મહિલાઓની 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક કેએમ દીક્ષાને પણ ડોપ નમૂનામાં સ્ટેનોઝોલોલ (સ્ટીરોઈડ) મળી આવ્યા બાદ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી હતી. નાડાએ શનિવારે વિવિધ રમતોના 24 ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતુ. જેમને 3 જૂનથી કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) કોડ હેઠળ, પૂર્વ મંજૂરી વિના સ્પર્ધામાં અને સ્પર્ધા બહાર બંને પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે.
