ફેન્સિંગની દુનિયામાં ભવાની દેવીએ ફરી લહેરાવ્યો ત્રિરંગો, બીજી વખત કોમનવેલ્થ ચેમ્પિયન બની

|

Aug 10, 2022 | 3:02 PM

ભારતીય ફેન્સર ભવાની દેવીએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ભાગલેનાર તે પ્રથમ ભારતીય ફેન્સર બની હતી.

ફેન્સિંગની દુનિયામાં ભવાની દેવીએ ફરી લહેરાવ્યો ત્રિરંગો, બીજી વખત કોમનવેલ્થ ચેમ્પિયન બની
ફેસિંગની દુનિયામાં ભવાની દેવીએ ફરી લહેરાવ્યો ત્રિરંગો
Image Credit source: Twitter

Follow us on

Bhavani Devi : ભારતીય ફેન્સર CA ભવાની દેવી બુધવારે કોમનવેલ્થ ચેમ્પિયન (Commonwealth Champion) બની હતી. દેશના સ્ટાર ફેન્સરે લંડનમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ (તલવાર બાજી) ચેમ્પિયનશિપ (Fencing Championship) ની વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે બીજી વખત આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી હતી. ફાઈનલ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાની વેરોનિકા વાસિલેવાને 15-10થી હરાવીને આ મેડલ જીત્યો હતો. આ પહેલા ભવાનીએ વર્ષ 2019માં આ મેડલ જીત્યો હતો.

ભવાનીએ બીજી વખત કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જીતી હતી

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ભવાની દેવીને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. આ પછી, આગળના રાઉન્ડમાં, તેનો સામનો એલેક્ઝાન્ડર ડેવિડ સામે થયો, જેને જેને 15-6 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. અહીં તેનો મુકાબલો સ્કોટલેન્ડની લ્યુસી હાઈગેમ સામે થયો હતો. તે આ મેચ 15-5થી જીતવામાં સફળ રહી હતી. ફાઇનલ મેચ તેમના માટે આસાન નહતી પરંતુ તેમ છતાં ભવાનીએ ઓસ્ટ્રેલિયન ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી.

ભવાની દેવીની ઝળહળતી સફળતા

ભવાની દેવીએ વર્ષ 2004માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2007 માં, તે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફેન્સીંગ (તલવાર બાજી) સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો પરંતુ ત્રણ મિનિટના વિલંબને કારણે તે તેમાં ભાગ લઈ શકી ન હતી. બે વર્ષ પછી, વર્ષ 2009માં તે કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ હતો. એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ફેન્સર હતી. વર્ષ 2019માં તે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતવામાં સફળ રહી અને આવું કરનાર તે પ્રથમ ખેલાડી બની.

ભવાની દેવીની સફળ અદ્ભુત રહી

જ્યારે તે 2014 એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને પરત ફરી ત્યારે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ ભવાની દેવીને ટ્રેનિંગ માટે યુએસ મોકલી હતી. બે વર્ષની મહેનત છતાં ભવાની રિયો માટે ક્વોલિફાય કરી શકી નહોતી. આ પછી તેને રાહુલ દ્રવિડના ફાઉન્ડેશનની મદદ મળી જેણે ભવાનીને ટ્રેનિંગ માટે ઈટાલી મોકલી. સતત તાલીમના બળ પર, તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી અને ઇતિહાસ રચ્યો. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ભારતીય ફેન્સર ઓલિમ્પિકમાં ઉતર્યો હતો. તે પ્રથમ મેચ જીતી હતી પરંતુ તે પછી તે બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી.

Next Article