ફિફા વર્લ્ડકપના ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ પ્લેઓફ મેચ, જુઓ એ રોમાંચક મેચોની હાઈલાઈટ્સ

|

Dec 17, 2022 | 6:01 PM

વર્ષ 1998માં ક્રોએશિયાની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ક્રોએશિયા પાસે બીજીવાર ત્રીજા સ્થાને રહેવાની તક છે. ચાલો જોઈએ ફિફા વર્લ્ડકપના ઈતિહાસની ત્રીજા સ્થાન માટેની સૌથી રોમાંચક 4 મેચોની હાઈલાઈટ્સ.

ફિફા વર્લ્ડકપના ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ પ્લેઓફ મેચ, જુઓ એ રોમાંચક મેચોની હાઈલાઈટ્સ
Best playoff matches in FIFA World Cup
Image Credit source: File photo

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022નો રોમાંચક સફર હાલમાં અંતિમ તબક્કામાં છે. આજે 17 ડિસેમ્બરના રોજ મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે બ્રોન્ઝ મેડલ એટલે કે 22મી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાન પર રહેવા માટે જંગ જામશે. આ બંને ટીમો સેમિફાઈનલમાંથી ફાઈનલમાં પહોંચવાની તક ગુમાવી ચૂકી છે. 14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી. 17 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ બ્રોન્ઝ મેડલ માટેની મેચ થશે.

મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં આ વર્ષે પહેલીવાર કવાર્ટર ફાઈનલ મેચ અને સેમિફાઈનલ મેચ રમનાર આફ્રિકન અને અરબ ટીમ બની હતી. જો આ મેચમાં મોરોક્કોની ટીમ જીતશે તો તે ત્રીજા સ્થાન પર રહીને ઈતિહાસ રચશે. તે ત્રીજા સ્થાન માટેની મેચ રમીને ત્રીજા સ્થાન પર રહેનાર પ્રથમ આફ્રિકન અને અરબ ટીમ બની શકે છે. વર્ષ 1998માં ક્રોએશિયાની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ક્રોએશિયા પાસે બીજીવાર ત્રીજા સ્થાને રહેવાની તક છે.

ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં જર્મનીની ટીમ સૌથી વધારે ત્રણવાર (1934, 2006, 2010)માં ત્રીજા સ્થાન માટેની મેચ જીતી ચૂકી છે. વર્ષ 1970માં પશ્ચિમ જર્મનીની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. બ્રાઝિલની ટીમ બે વાર ( 1938, 1978)માં ત્રીજા સ્થાને રહી હતી. ફ્રાન્સની ટીમ પણ બે વાર (1958, 1986)માં ત્રીજા સ્થાને રહી હતી. ચાલો જોઈએ ફિફા વર્લ્ડકપના ઈતિહાસની ત્રીજા સ્થાન માટેની સૌથી રોમાંચક 4 મેચોની હાઈલાઈટ્સ.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

વર્ષ 1998: ક્રોએશિયા 2-1 નેધરલેન્ડ

વર્ષ 1998માં ફ્રાન્સમાં ફિફા વર્લ્ડકપ યોજાયો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં ક્રોએશિયા એ નેધરલેન્ડની ટીમને 2-1થી હરાવી હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી.

વર્ષ 1990: ઈટાલી 2-1 ઈંગ્લેન્ડ

વર્ષ 1990માં ફિફા વર્લ્ડકપ ઈટાલીમાં રમાયો હતો. આ મેચમાં ઈટાલીનો 2-1થી રોમાંચક વિજય થયો હતો.

વર્ષ 1958: ફ્રાન્સ 6-3 પશ્ચિમ જર્મની


વર્ષ 1958માં ફિફા વર્લ્ડકપ સ્વિડનમાં રમાયો હતો. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર પ્લેઓફની મેચમાં સૌથી વધારે ગોલ થયા હતા. આ મેચમાં ફ્રાન્સની ટીમે 6-3થી જીત મેળવી હતી.

વર્ષ 2010: ઉરુગ્વે 2-3 જર્મની


વર્ષ 2010માં ફિફા વર્લ્ડકપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો. આ મેચ જર્મનીની ટીમે 3-2થી રોમાંચક જીત મેળવી હતી.

Next Article