Badminton: ભારતને લાગ્યો મોટો ઝટકો, સાઇના નેહવાલ-કશ્યપે ઇન્ડોનેશિયા ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું

|

Jun 07, 2022 | 7:14 AM

Indonesia Open 2022: ભારતીય બેડમિન્ટન સ્ટાર જોડી સાઈના નેહવાલ (Saina Nehwal) અને પારુપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને એચએસ પ્રણોય (HS Prannoy) ઈન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ 500માંથી પોતાનું નામ પાછું ખેચી લીધું છે.

Badminton: ભારતને લાગ્યો મોટો ઝટકો, સાઇના નેહવાલ-કશ્યપે ઇન્ડોનેશિયા ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું
Saina Nehwal and Parupalli Kashyap (File Photo)

Follow us on

ભારતીય બેડમિન્ટન સ્ટાર જોડી સાયના નેહવાલ (Saina Nehwal) અને પારુપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને એચએસ પ્રણય (HS Prannoy) જેઓ તાજેતરના થોમસ કપમાં ઐતિહાસિક જીતના હીરો રહ્યા હતા તે મંગળવારથી શરૂ થતી ઈન્ડોનેશિયા ઓપન (Indonesia Open 2022) સુપર સિરીઝ 500 માંથી ખસી ગયા છે. ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે વર્કલોડ મેનેજમેન્ટના કારણે પીછેહઠ કરી હતી. જ્યારે કશ્યપ જે હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજો થયો છે. તે હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી.

પારુપલ્લી કશ્યપે કહ્યું, “મને સિલેક્શન ટ્રાયલ પહેલા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તેમાં સાજા થવામાં સાત અઠવાડિયા લાગ્યા હતા. આ પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. હવે હું ઠીક છું પણ સંપૂર્ણ ફિટ નથી. તો તેણે વધુમાં કહ્યું કે, ‘સાઇના નેહવાલે એટલા માટે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું કારણ કે આવનારા સમયમાં ઘણી બધી ટુર્નામેન્ટો રમાવાની છે. તેથી આ ટુર્નામેન્ટમાં નહીં રમીને આવનારી ટુર્નામેન્ટમાં તે ભાગ લેશે.’

પ્રણોયે કહ્યું, હું ઈન્ડોનેશિયામાં રમીશ નહીં. હું આગામી ટુર્નામેન્ટ રમીશ. હું ફિટ છું અને આગામી ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યો છું. પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ થૉમસ કપની ફાઇનલમાં 14 વારની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને પહેલીવાર ટાઇટલ જીત્યું હતું. આ જીતથી ભારતીય ખેલાડીઓનું મનોબળ ઉંચુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વર્લ્ડ રેન્કિંગમાં નવમા સ્થાને રહેલા લક્ષ્ય સેનને ટૂર્નામેન્ટમાં સાતમો ક્રમાંક આપવામાં આવ્યો છે. તે ડેનમાર્કના હંસ-ક્રિસ્ટિયન સોલબર્ગ વિટિંગસ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટોચના ક્રમાંકિત ભારતીય ખેલાડી ક્રિશ્ચિયન સામે પોતાનો રેકોર્ડ સુધારવા માંગે છે. બંને વચ્ચેની બે મેચમાં લક્ષ્ય સેનને દરેક વખતે નિરાશા જ મળી છે. થોમસ કપના હીરો કિદામ્બી શ્રીકાંતની ગેરહાજરીમાં મુખ્ય ડ્રોમાં લક્ષ્ય સેન, સમીર વર્મા સાથે હશે. જેઓ ક્વોલિફાયરનો સામનો કરશે.

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ થાઈલેન્ડ ઓપનમાં સેમિ ફાઈનલમાંથી બહાર થયા બાદ આ વખતે વધુ આગળ વધવાનો પ્રયાસ કરશે. તે ડેનમાર્કની રેખા ક્રિસ્ટોફરસન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. મેન્સ ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીનો મુકાબલો પહેલા રાઉન્ડમાં સ્થાનિક ખેલાડીઓ પ્રમુદ્યા કુસુમવર્ધન અને યેરેમિયા એરિચ યોચે યાકુબ રેમ્બિતન સામે થશે.

મહિલા ડબલ્સ કેટેગરીમાં બે ભારતીય જોડી છે. અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની 22મી ક્રમાંકિત જોડી બ્રાઝિલની જેકલીન લિમા અને સામિયા લિમા સામે ટકરાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સિમરન સિંઘી અને રિતિકા ઠાકર દક્ષિણ કોરિયાના લી સો હી અને શિન સ્યુંગ ચાનની જોડી સામે કોર્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Next Article