36મી નેશનલ ગેમ્સના લોગોમાં ગીરના ડાલા મથ્થા સાથે ખેલકૂદનો જોશ ઝળક્યો

|

Sep 21, 2022 | 9:05 AM

27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એશીયાઇ સિંહ એટલે કે ગીરના સાવજને આ મહા રમતોત્સવના પ્રતિક માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

36મી નેશનલ ગેમ્સના લોગોમાં ગીરના ડાલા મથ્થા સાથે ખેલકૂદનો જોશ ઝળક્યો
36th National Games
Image Credit source: Tv9 Graphics Team

Follow us on

National Games Logo: તમે એક ડાયલોગ તો સાંભળ્યો હશે કે, કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ વાત બિલકુલ સાચી છે. આજે અમે પણ તમને કહીશું કે નેશનલ ગેમ્સનો કા લોગો નહી દેખા તો કુછ નહિ દેખા. પ્રથમ વખત ગુજરાત નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સ (36th National Games) રમાઈ રહી છે. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સમાં દેશભરના 7000 ખેલાડીઓ ગુજરાત પહોંચી ગયા છે. રાષ્ટ્રહિત અને ટીમ ઇન્ડિયાની સ્પિરિટ ખેલાડીઓમાં જાગૃત થાય તે પ્રકારે ગેમનું આયોજન કરવામાં આવ્યું છે.

લોગમાં ખેલાડીઓને પણ આવરી લેવામાં આવ્યા

મુખ્યમંત્રીએ લોગો લોન્ચ કરતી વખતે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ ગીરના સિંહને પ્રતીકમાં સ્થાન મળ્યું છે. આ લોગોમાં ગુજરાતનું ગૌરવ, સ્વાભિમાન તેમજ રમતગમત પ્રત્યેનો જુસ્સો પ્રતિબિંબિત થાય છે. તમે નેશનલ ગેમ્સનો લોગો જોશો તો તમને આ લોગોમાં સિંહનો ચેહરો જોવા મળશે પરંતુ આ લોગોને સિંહની સાથે એક અલગ જ ઓળખ આપવામાં આવી છે. જેમાં ખેલાડીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. સાથે તમે લોગોમાં જોઈ શકો છો કે, તેમાં હોકી ,સ્વીમિંગ, દોડ જેવી અનેક રમતો આ લોગોમાં જોવા મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

લોગોમાં ગીરના સિંહને સ્થાન મળ્યું

રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદ્ધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ગાંધીનગરમાં 3 સ્થળોએ 8 રમતો, રાજકોટમાં 3 સ્થળોએ 2 રમત, ભાવનગરમાં એકજ સ્થળે 3 રમત , વડોદરામાં એક સ્થળે 4 રમત, જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે. રમતોત્સવનું સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે. નેશનલ ગેમ્સમાં દેશભરના 7000થી વધુ ખેલાડીઓ ગુજરાત આવશે. ગુજરાતની આગવી ઓળખ એવા ગીરના સિંહને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા અને ખમીરની સાથે-સાથે ખેલકૂદનો જોશ આ લોગોમાં ઝળકી રહ્યો છે.

સુરતના હરમીત દેસાઈ પ્રથમવાર ઘરઆંગણે રમશે

નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી સુરતમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે.સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ હતી.કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે.43 મહિલા ખેલાડીઓ અને 42 પુરુષ ખેલાડીઓ રમશે.ગુજરાતનું ગૌરવ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ખાસ આકર્ષણ રહેશે.ટેબલ ટેનિસમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કુલ 6 રાજ્યની ટિમો ભાગ લીધો હતો. આજે સુરતમાં ટેબલ ટેનિસની ફાઈનલ ગેમ રમાશે.

Next Article