Asia Cup 2022 : ફાઇનલની રેસમાંથી બહાર થઇ ભારતીય હોકી ટીમ, સુપર-4 ની અંતિમ મેચ દ.કોરિયા સામે ડ્રો રહી

|

Jun 01, 2022 | 9:58 AM

Hockey : એશિયા કપ હોકી 2022 (Asia Cup Hockey 2022) માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ (Hockey India) ટૂર્નામેન્ટની ટાઈટલ મેચની રેસમાંથી બહાર થઈ ગઈ છે. સુપર-4ની છેલ્લી મેચમાં ભારતે દક્ષિણ કોરિયા સામે 4-4થી ડ્રો રમી હતી.

Asia Cup 2022 : ફાઇનલની રેસમાંથી બહાર થઇ ભારતીય હોકી ટીમ, સુપર-4 ની અંતિમ મેચ દ.કોરિયા સામે ડ્રો રહી
India Hockey (PC: Hockey India, Twitter)

Follow us on

ભારતીય હોકી ટીમ (Hockey India) એ એશિયા કપ 2022 (Asia Cup Hockey 2022) ની સુપર-4 ની છેલ્લી મેચમાં દક્ષિણ કોરિયા (South Koria) સામે 4-4 થી ડ્રો રમી હતી. આ મેચ ટાઈ થતાં ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમ હવે બુધવારે ત્રીજા સ્થાન માટે જાપાન સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં લીડ લીધા બાદ ફરી એકવાર ભારતીય ટીમ જીતવામાં નિષ્ફળ રહી છે.

ભારત અને સાઉથ કોરિયા વચ્ચે જોવા મળી કાંટે કી ટક્કર

વધુ સારા ગોલ તફાવતને કારણે દક્ષિણ કોરિયા ફાઇનલમાં પહોંચી ગયું. જ્યાં તેનો સામનો મલેશિયા સાથે થશે. આ સાથે જ ભારત હવે કાંસ્ય પદક (Bronze Medal) માટે જાપાન સામે ટકરાશે. ભારતીય ટીમ માટે નીલમ સંજીપે 8મી મિનિટે ભારત માટે પહેલો ગોલ કર્યો. ત્યાર બાદ કોરિયાએ 2 ગોલ કર્યા અને ત્યાર બાદ 20મી મિનિટે મનિન્દર સિંહે ગોલ કરીને સ્કોર બરાબર પર કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શેષે ગૌડાએ ઓછા સમયમાં ભારતને લીડ અપાવી હતી. પરંતુ કોરિયાના કિમે 27 મી મિનિટે ગોલ કરીને સ્કોર ફરીથી બરાબરી કરી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરમાં મરીસ્વરન શક્તિવેલે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. આ પછી સાઉથ કોરિયાના જંગ માંજેએ ફરી ગોલ કરીને સ્કોર બરાબરી કરી લીધો હતો. ચોથા ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો ન હતો અને મેચ 4-4 ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

 

ભારતીય હોકી ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર રહ્યું

સુપર-4 ના પોઈન્ટ ટેબલમાં મલેશિયા, દક્ષિણ કોરિયા અને ભારત તમામના 5-5 પોઈન્ટ હતા. પરંતુ વધુ સારા ગોલ ડિફરન્સના કારણે કોરિયા ફાઇનલમાં પહોંચી ગયું હતું. ભારતનો ગોલ તફાવત +1 હતો અને બીજા ક્રમે રહેલા કોરિયાનો ગોલ તફાવત +2 હતો. ભારતીય ટીમે અગાઉ સુપર-4 માં જાપાનને 2-1 થી હરાવ્યું હતું અને મલેશિયા સાથે મેચ 3-3 થી ડ્રો રમી હતી. આ ટેબલમાં ત્રણેય મેચ હાર્યા બાદ જાપાન 0 પોઈન્ટ સાથે છેલ્લા એટલે કે ચોથા સ્થાને છે. હવે બુધવારે સાંજે 4 વાગ્યાથી ભારત અને જાપાન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે. તે જ સમયે સાંજે 6.30 વાગ્યાથી ફાઇનલ મેચ મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાશે.

Next Article