Asia Cup Hockey માં ભારતના વિરાટ વિજયથી પાડોશી દેશને લાગ્યો મોટો ઝટકો, પાકિસ્તાન World Cup 2023 ની બહાર

|

May 26, 2022 | 9:59 PM

2023 હોકી વર્લ્ડ કપ (Hockey World Cup 2023) 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન યોજાવાનો છે. ભારત આ મેગા ઈવેન્ટનો યજમાન દેશ છે.

Asia Cup Hockey માં ભારતના વિરાટ વિજયથી પાડોશી દેશને લાગ્યો મોટો ઝટકો, પાકિસ્તાન World Cup 2023 ની બહાર
ભારતે ઇન્ડોનેશીયા પર 16-0 થી જીત મેળવી પાકિસ્તાનને ઝટકો આપ્યો

Follow us on

જકાર્તાના મેદાન પર ભારતીય હોકી (India Hockey) ની જીતીની ઉજવણી થઈ. યજમાન ઈન્ડોનેશિયાને ભારતના યુવાનોએ હરાવ્યું નથી, પરંતુ તેને કચડી નાખ્યું છે. યંગિસ્તાનને સુપર 4માં સ્થાન મેળવવા માટે મોટી જીતની જરૂર હતી. પરંતુ, તેણે એટલી મોટી જીત મેળવી છે કે માત્ર ઈન્ડોનેશિયા (Indonesia) જ નહીં, પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ને પણ ઊંડો આંચકો લાગ્યો છે. ભારતે ઈન્ડોનેશિયાને 16-0 થી હરાવ્યું અને સાથે જ એશિયા કપની જ નહીં પરંતુ આવતા વર્ષે યોજાનાર હોકી વર્લ્ડ કપમાંથી પણ પાકિસ્તાનની ટિકિટ કાપી નાખી.

એશિયા કપના પુલ Aમાં સામેલ પાકિસ્તાનને છેલ્લી મેચમાં જાપાનના હાથે 3-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, તેની તક આવી રહી ગઈ, કે આ માટે ઇન્ડોનેશિયાએ ભારતના મહત્તમ 14 ગોલ અટકાવવુ પડે એમ હતુ. પરંતુ, ઉત્સાહથી ભરેલા ભારતીય ખેલાડીઓએ 16 ગોલ કર્યા હતા. પરિણામે, એવું બન્યું કે નવા ભારતના દમથી, પાકિસ્તાનની 2023 વર્લ્ડ કપ રમવાની આશાઓ પર પાણી ફરી વળ્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પાકિસ્તાન 2023 હોકી વર્લ્ડ કપમાંથી બહાર

ભારતે ઈન્ડોનેશિયા સામે 16-0થી જીત મેળવીને એશિયા કપના સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પુલ Aમાંથી ભારત ઉપરાંત જાપાનની ટીમ સુપર 4માં પહોંચી ગઈ છે. તે જ સમયે, મલેશિયા અને દક્ષિણ કોરિયાની ટીમોએ પુલ બીથી સુપર 4 માં પ્રવેશ કર્યો છે.

ભારત 2023 હોકી વર્લ્ડ કપનું યજમાન હોવાથી તે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. એશિયા કપ 2022ના સુપર 4 તબક્કામાં પહોંચ્યા બાદ, જાપાન, મલેશિયા અને દક્ષિણ કોરિયાની ટીમો પણ 2023 હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ પાકિસ્તાન હોકી વર્લ્ડ કપ 2023 માટે તેની ટિકિટ કાપી શક્યું નથી. આનો અર્થ એ થયો કે આવતા વર્ષે હોકી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ચાહકોને જોવા નહીં મળે.

 

આવતા વર્ષે જાન્યુઆરીમાં હોકી વર્લ્ડ કપ રમાશે

હોકી વર્લ્ડ કપનું આયોજન આવતા વર્ષે જાન્યુઆરીમાં થવાનું છે. આ મેગા ઈવેન્ટ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 29 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. કારણ કે ભારત યજમાન હશે, તો તે ટાઇટલ જીતમાં ઘણો દાવો કરશે. અને, એશિયા કપ 2022માં જે રીતે યંગિસ્તાનની હોકી જોવા મળી છે, તે સ્પષ્ટ છે કે જો તેઓ તેમની શ્રેષ્ઠ હોકી રમશે તો તેઓ ચેમ્પિયન બની શકે છે.

Published On - 9:45 pm, Thu, 26 May 22

Next Article