AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Indonesia Men’s Hockey Asia Cup Match Report: ભારતના યુવા ખેલાડીઓએ ‘અસંભવ’ કામ પાર પાડ્યુ, ઇન્ડોનેશિયાને 16-0 થી હાર આપી સુપર-4 માં સ્થાન મેળવ્યુ

Ind vs Ina Hockey Team Match Report: ભારતીય ટીમે આ મેચમાં આક્રમક રમત રમી અને સતત ગોલ કર્યા પરંતુ એક પણ ગોલ ન હરીફને કરવા ના દીધો, જેના પરિણામે તેને આગલા રાઉન્ડની ટિકિટ મળી.

India Vs Indonesia Men’s Hockey Asia Cup Match Report: ભારતના યુવા ખેલાડીઓએ 'અસંભવ' કામ પાર પાડ્યુ, ઇન્ડોનેશિયાને 16-0 થી હાર આપી સુપર-4 માં સ્થાન મેળવ્યુ
India Vs indonesia: ભારતે આ મેચ 15 ગોલના અંતરથી જીતવી જરુરી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 8:56 PM
Share

ભારતીય હોકી ટીમે (Indian Men’s Hockey Team) ગુરુવારે એશિયા કપ-2022 ની મેચમાં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું હતું. આ મેચમાં ભારતને ચોક્કસપણે જીતવાની જરૂર હતી, તે પણ મોટા માર્જિનથી. ભારતે આ મેચ 15 ગોલના માર્જીનથી જીતવી હતી, તો જ તે આગળના રાઉન્ડમાં શકે એમ હતુ. આ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું પરંતુ યુવા ખેલાડીઓથી સજેલી ભારતની ટીમે આ અસંભવ જણાતા કાર્યને આસાનીથી પૂર્ણ કરીને ગોલનો વરસાદ કરીને ઈન્ડોનેશિયા સામે એકતરફી જીત મેળવી હતી. ભારતની પાકિસ્તાન સામેની મેચ 1-1 થી ડ્રો રહી હતી. આ પછી જાપાને તેને 5-2થી હરાવ્યુ હતુ.

પ્રથમ ક્વાર્ટરથી જ પ્રભુત્વ દર્શાવ્યું

ભારતે આ મેચમાં પહેલા ક્વાર્ટરથી જ ઈન્ડોનેશિયા પર દબાણ બનાવી રાખ્યું હતું. ભારતીય ફોરવર્ડ લાઇન તેના વર્તુળમાં સતત હુમલાઓ શરૂ કર્યા હતા. ટીમ ઈન્ડિયા આ મામલે સફળ પણ રહી હતી અને પહેલા ક્વાર્ટરમાં જ ત્રણ ગોલ કર્યા હતા. જેમાંથી પવન રાજભરે બે ગોલ કર્યા હતા. પવને મેચની 10મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. મિડલાઇનથી થોડે આગળ, ભારતીય ખેલાડી બોલને સીધો વર્તુળમાં લાવ્યો અને પવને તેને ગોલની સામેથી ફ્લિક કરીને નેટની અંદર નાખ્યો. બે મિનિટ બાદ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. આ શોટને રશેરે રોક્યો હતો પરંતુ પવને રિબાઉન્ડ પર બોલને ગોલપોસ્ટમાં નાખ્યો અને સ્કોર 2-0 કર્યો. 14મી મિનિટે ઉત્તમ સિંહે ભારતને 3-0ની સરસાઈ અપાવી હતી. આ વખતે પણ જો કે પેનલ્ટી કોર્નર પર ગોલકીપરે સ્ટ્રોક રોક્યો હતો, પરંતુ ઉત્તમે રિબાઉન્ડ પર ગોલ કરીને ઇન્ડોનેશિયા પર દબાણ બનાવ્યું હતું. આ ક્વાર્ટરમાં ભારત એક પેનલ્ટી કોર્નર પણ ચૂકી ગયું હતું.

બીજા ક્વાર્ટરમાં સુનીલ ચમક્યો

ટીમ પાસે યુવાનોના જોશ સાથે અનુભવ પણ છે જે બીજા ક્વાર્ટરમાં દેખાઈ રહ્યો હતો. એસવી સુનિલે 19મી મિનિટે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. ભારતને અહીં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ટીમે ગડબડ કરી અને બોલને યોગ્ય રીતે કલેક્ટ કરી શકી નહીં. આવી સ્થિતિમાં, બોલ ઇન્જેક્ટર સુનીલ પાસે પાછો આવ્યો અને તેણે તેને નેટમાં નાખ્યો. એક મિનિટ બાદ નીલમ સંજીપે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતને 5-0 થી આગળ કર્યું હતું. ત્રણ મિનિટ બાદ ભારતીય ટીમે ડાબી બાજુથી તક બનાવી અને બોલ સુનીલ પાસે આવ્યો. સુનીલે આ વખતે પણ ગોલ કરવામાં કોઈ ભૂલ કરી ન હતી.

આુ રહ્યુ ત્રીજુ ક્વાર્ટર

ભારતને 38મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ આ વખતે ફરીથી ઈન્ડોનેશિયાના ગોલકીપરે બોલ રોક્યો હતો. ભારતે રિબાઉન્ડ પર ગોલ કરવાનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ ગયો. જોકે આ ક્વાર્ટરમાં ભારતને સાતમો ગોલ મળ્યો હતો. પવન રાજભરે ડાબી બાજુથી બોલને ગોલપોસ્ટની સામે મોકલ્યો અને ત્યાં ઊભેલા કાર્તિ સેલ્વમે તેની હોકીના હળવા ઈશારાથી બોલને ગોલ પોસ્ટમાં નાખ્યો. સેલ્વમનો આ પહેલો અને ભારતનો સાતમો ગોલ હતો. આ પછી ભારતને કેટલાક વધુ પેનલ્ટી કોર્નર મળ્યા જેના પર તે ચૂકી ગયો પરંતુ 41મી મિનિટમાં દિપ્સન તુર્કીએ ગોલ કર્યો. ભારતીય ટીમ અહીં જ અટકી નથી. ભારતને 42મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને ત્યારબાદ ભારતે ગોલ કર્યો. આ વખતે પણ દિપ્સને ગોલ કર્યો હતો. આ ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં ભારતે વધુ એક ગોલ કર્યો હતો. અભરન સુદેવે આ ગોલ કર્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં

ભારતે ચોથા ક્વાર્ટરની સારી શરૂઆત કરી અને શરૂઆતની મિનિટોમાં જ બે ગોલ કર્યા. સુદેવે પહેલો ગોલ કર્યો અને પછી દીપસને આગળનો ગોલ કર્યો. પેનલ્ટી કોર્નર પર ગોલ થયો હતો. આ પછી સુદેવે 55મી મિનિટે ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી. બીજી મિનિટમાં સેલ્વમને બીજો ગોલ કરીને ભારતને 14-0થી આગળ કરી દીધું હતું. અહીંથી, ભારતને આગલા રાઉન્ડમાં જવા માટે વધુ એક ગોલની જરૂર હતી, જે તેણે 58મી મિનિટે કર્યો હતો. ભારત માટે 16મો ગોલ દીપસને 59મી મિનિટે કર્યો હતો. આ ટૂર્નામેન્ટની વર્તમાન આવૃત્તિમાં ટીમ દ્વારા કરાયેલા આ સૌથી વધુ ગોલ છે.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">