સેમિફાઈનલ પહેલા Argentinaના બે ખેલાડીઓ સસ્પેન્ડ, જાણો તેની પાછળનું કારણ

|

Dec 13, 2022 | 9:32 PM

સેમિફાઈનલ મેચ પહેલા જ તેના 2 મહત્વપૂર્ણ ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ હવે સેમિ ફાઈનલ મેચ રમી શકશે નહીં. ચાલો જાણી તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ આ અહેવાલમાં.

સેમિફાઈનલ પહેલા Argentinaના બે ખેલાડીઓ સસ્પેન્ડ, જાણો તેની પાછળનું કારણ
Argentina vs Croatia Semi final
Image Credit source: File photo

Follow us on

14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમિફાઈનલ મેચ રમાશે. ક્રોએશિયા અને આર્જેન્ટિના વચ્ચે આ પ્રથમ સેમિફાઈનલ મેચ રમાશે પણ ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચ પહેલા જ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. સેમિફાઈનલ મેચ પહેલા જ તેના 2 મહત્વપૂર્ણ ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ હવે સેમિફાઈનલ મેચ રમી શકશે નહીં. ચાલો જાણી તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ આ અહેવાલમાં.

વર્લ્ડ રેન્કિંગમાં આર્જેન્ટિનાની ટીમ 1773.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ 1645.63 પોઈન્ટ સાથે 12માં સ્થાને છે. જણાવી દઈએ કે આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ક્યારે પણ સેમિફાઈનલ મેચ હાર્યુ નથી. ક્રોએશિયાની ટીમ નોક આઉટ સ્ટેજમાં 10 મેચ રમી છે. જેમાંથી 8 મેચમાં તેમને જીત મળી છે. મેસ્સી આજની મેચમાં રમવા ઉતરશે તો તે એક જર્મન ખેલાડીના રેકોર્ડની બરાબરી કરશે. જો આજની મેચમાં મેસ્સી રમશે તો તે 5 ફિફા વર્લ્ડકપમાં 25 મેચ રમનાર ખેલાડી બની જશે.

સેમિ ફાઈનલ મેચ પહેલા આર્જેન્ટિનાના આ ખેલાડી સસ્પેન્ડ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની કવાર્ટર ફાઈનલ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે અનેક વાર ઘર્ષણ થયા હતા. આ મેચ દરમિયાન આર્જેન્ટિનાના ખેલાડી માર્કસ અકુના અને ગોંજાલો મોન્ટિએલને ફાઉલ કરવાને કારણે 2 યલો કાર્ડ મળ્યા હતા. નિયમ અનુસાર જો કોઈ ખેલાડીને 2 યલો કાર્ડ મળે છે તો તે આગામી મેચમાં રમી શકે નહીં. આ નિયમ અનુસાર આ ખેલાડીઓ સેમિ ફાઈનલમાં આર્જેન્ટિનાનો ભાગ બની શકશે નહીં. આ મેચ દરમિયાન મેસ્સી અને રેફરી પણ એકબીજાની સામસામે આવી ગયા હતા. મેસ્સીના વર્તનને કારણે તેને પણ સેમિફાઈનલ મેચ દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવે તેવી સંભાવના દાખવવામાં આવી રહી છે.

પ્રથમ સેમિફાઈનલ મેચ

આર્જેન્ટિના અને ક્રોએેશિયા વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે રમાશે. આ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાશે. લોકપ્રિય ફૂટબોલર લિયોનલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે ક્રોએશિયાની ટીમ વર્ષ 2018ના વર્લ્ડકપની રનર અપ ટીમ છે.

આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં આ છઠ્ઠી સેમિફાઈનલ મેચ રમશે. જ્યારે ક્રોએશિયાની ટીમ ત્રીજી સેમિફાઈનલ મેચ રમશે. આ બંને ટીમો કવાર્ટર ફાઈનલમાં પેનલટી શૂટઆઉટમાં જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે. લુસેલ સ્ટેડિયમમાં જ આર્જેન્ટિનાની ટીમ કવાર્ટર ફાઈનલ મેચમાં નેધરલેન્ડને હરાવીને સેમિફાઈનલમાં જીતી છે. આ મેચમાં આર્જેન્ટિના ટીમ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

Next Article