AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિફા વર્લ્ડકપ 2022ની મહત્વપૂર્ણ મેચો માટે લોન્ચ થયો નવો બોલ, Al Hilmને હેલ્લો, Al Rihlaને ટાટા-બાય બાય

18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ રમાશે. તે પહેલા ફિફા વર્લ્ડકપ 2022ની મહત્વપૂર્ણ મેચો માટે નવો બોલ લોન્ચ કરવામાં આવ્યો છે.

ફિફા વર્લ્ડકપ 2022ની મહત્વપૂર્ણ મેચો માટે લોન્ચ થયો નવો બોલ,  Al Hilmને  હેલ્લો, Al Rihlaને ટાટા-બાય બાય
Al HilmImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 1:30 AM
Share

કતારમાં 20 નવેમ્બરથી શરુ થયેલી ફિફા વર્લ્ડકપ 2022માં અનેક રોમાંચક મેચો જોવા મળી છે. હાલમાં આ ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં છે. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચો બાદ 4 ટીમો સેમિ ફાઈનલમાં પહોંચી છે. 14 ડિસેમ્બરના રોજ આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે અને 15 ડિસેમ્બરના રોજ મોરોક્કો અને ફ્રાન્સ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાશે. આ સેમિ ફાઈનલમાં હારનાર ટીમો વચ્ચે 17 ડિસેમ્બરના રોજ ત્રીજા સ્થાન માટે મેચ થશે. 18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ રમાશે. તે પહેલા ફિફા વર્લ્ડકપ 2022ની મહત્વપૂર્ણ મેચો માટે નવો બોલ લોન્ચ કરવામાં આવ્યો છે.

Al Rihlaને ટાટા-બાય બાય

ફિફા વર્લ્ડકપ 2022ની 48 મેચો અને 12 નોકઆઉટ મેચમાં જે બોલનો ઉપયોગ થયો તેનું નામ અલ રિહલા છે. આ બોલથી ફિફા વર્લ્ડકપ 2010 પછી ગ્રુપ સ્ટેજમાં સૌથી વધારે ગોલ થયા છે. ગ્રુપ સ્ટેજની 48 મેચોમાં બ્રાઝિલના 2014 વર્લ્ડકપ સમયે 136 ગોલ થયા હતા. જ્યારે 2018ના રશિયા વર્લ્ડકપ સમયે 122 ગોલ થયા હતા. ફિફા વર્લ્ડકપ 2022માં હવે Al Rihla બોલને બદલે Al Hilmથી મહત્વપૂર્ણ મેચો રમાશે.

આ ફિફા વર્લ્ડકપ 2022માં 48 ગ્રુપ સ્ટેજની મેચોમાં 120 ગોલ થયા છે. છેલ્લી 12 નોકઆઉટ મેચોમાં 38 ગોલ થયા છે. અલ રિહલા બોલથી હમણા સુધી કુલ 158 ગોલ થયા છે. ફિફા વર્લ્ડકપ 2010માં આખી કુલ ગોલ 148 થયા હતા, જયારે ફિફા વર્લ્ડકપ 2014માં 167 ગોલ થયા હતા. ફિફા વર્લ્ડકપ 1998માં ઈતિહાસના સૌથી વધારે 171 ગોલ થયા હતા.

હેલ્લો Al Hilm

અલ હિલ્મની રચના પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી કારણ કે બોલના તમામ ઘટકો પાણી આધારિત શાહી અને ગુંદર સાથે બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમાં સૂક્ષ્મ ત્રિકોણાકાર પેટર્ન સાથે ટેક્ષ્ચર ગોલ્ડ બેઝ છે, જે દોહા શહેરની આજુબાજુના રણમાંથી પ્રેરિત છે. એડિડાસના ફૂટબોલ જનરલ મેનેજર નિક ક્રેગ્સ જણાવ્યુ કે, અલ હિલ્મ વિશ્વને એકસાથે લાવવા માટે રમતગમત અને ફૂટબોલની શક્તિ પર પ્રકાશના દીવાદાંડીનું પ્રતિનિધિત્વ કરે છે. આ બોલ ટેકનોલોજીથી યુક્ત હશે. ક્યા ખેલાડી એ કેટલી વાર બોલ પાસ કર્યો જેવી દરેક સેકેન્ડની ખબર નોંધી શકાશે.

Al Rihla એપ્રિલ 2022માં લોન્ચ  થયો હતો

ફિફા વર્લ્ડકપ 2022માં ઉપયોગમાં લેવાનારા બોલને આ વર્ષે એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને ‘અલ રિહલા’ નામ આપવામાં આવ્યુ હતુ. તેનો અર્થ અરબી ભાષામાં ‘યાત્રા’ થાય છે. આ બોલને કતારના ધ્વજ, વાસ્તુકલા અને નૌકાઓથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો હતો. આ વર્લ્ડકપનો પહેલો એવો બોલ હતો જેને પર્યાવરણનું ધ્યાન આપીને બનાવવામાં આવ્યો હતો. તેમાં પાણીમાં ભળી શકે તેવા રંગો અને ગ્લૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ બોલ એડિડાસ કંપનીએ બનાવ્યો હતો. આ કંપની હમણા સુધી ફિફા વર્લ્ડકપના 14 જેટલા બોલની ડિઝાઈન કરી ચૂકી છે. આ બોલ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ હતો. એડિડાસ છેલ્લા 14 વર્ષથી સતત મેગા ઈવેન્ટ માટે બોલનું ઉત્પાદન કરે છે. 1982 ફિફા વર્લ્ડ કપથી પાકિસ્તાન દેશ મેચ બોલનું સત્તાવાર નિર્માતા છે. પાકિસ્તાની શહેર સિયાલકોટ ફૂટબોલના વિશ્વવ્યાપી ઉત્પાદનના કેન્દ્રમાં આવેલું છે. અહીં દર વર્ષે લગભગ 40 મિલિયન બોલ બનાવવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">