AFC Asian Cup Qualifiers: ભારતીય ફૂટબોલ ટીમે હોંગકોંગને 4-0થી હરાવી, જીતની હેટ્રિક ફટકારી

|

Jun 15, 2022 | 11:09 AM

AFC Asian Cup Qualifiers: ભારતીય ફુટબોલ ટીમે (AFC Asian Cup)માં ક્વોલિફાયના અંતિમ મુકાબલામાં હોંગકોંગને હાર આપી છે. આ પહેલા ભારતીય ટીમે અફધાનિસ્તાન અને કંબોડિયાને હાર આપી હતી. ભારતીય ટીમે તેના ત્રણેય મેચ જીતી 9 અંક મેળવ્યા છે

AFC Asian Cup Qualifiers: ભારતીય ફૂટબોલ ટીમે હોંગકોંગને 4-0થી હરાવી, જીતની હેટ્રિક ફટકારી
ભારતીય ફૂટબોલ ટીમે હોંગકોંગને 4-0થી હરાવી, જીતની હેટ્રિક ફટકારી
Image Credit source: Twitter (Indian Football Team)

Follow us on

AFC Asian Cup Qualifiers : ભારતીય ફુટબોલ ટીમ AFC Asian Cup Qualifiersના અંતિમ મુકાબલામાં હોંગકોંગને 4-0થી હાર આપી છે. ટીમ ઈન્ડિયાના આ મુકાબલા પહેલા જ AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કરી ચૂકી હતી. કોલકતામાં મંગળવારના રોજ રમાયેલ મેચમાં ભારતીય ટીમ તરફથી અનવર અલી, સુનીલ છેત્રી, માનવીર સિંહ અને ઈશાન પંડિતાએ ગોલ કર્યો હતો,ભારતીય ટીમે એશિયન કપ માટે સતત બીજી વખત ક્વોલિફાય કર્યું છે

ભારતીય ટીમે ગ્રુપ ડીમાં ટૉપ પર રહી

ભારતની ક્વોલિફાયમાં આ ત્રીજી જીત હતી. આ પહેલા ભારતીય ટીમે અફધાનિસ્તાન અને કંબોડિયાને હાર આપી હતી હોંગકોંગની ટીમ હાર મળ્યા છતાં આગમી વર્ષે યોજાનારી ફાઈનલ માટે ટિકીટ કન્ફોર્મ કરી છે. હોંગકોંગ (India vs Hongkong) વિરુદ્ધ જીત બાદ ભારતીય ટીમે ગ્રુપ ડીમાં ટૉપ પર રહી હતી. હોંગકોંગની ટીમે 1968 પછી પ્રથમ વખત AFC Asian Cup માટે ક્વોલિફાય કર્યું હતુ,

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

ભારત તરફથી અનવર અલી , કેપ્ટન સુનીલ છેત્રી (44 મિનિટ) માનવર સિંહ (85 મિનીટ) અને ઈશાન પંડિતા (93 મિનીટ)ગોલ કર્યો હતો. ભારતે ગ્રુપમાં ત્રણ મેચ જીતી 9 અંક મેળવ્યા છે. સુનીલ છેત્રીના 85 ગોલ થઈ ચૂક્યા છે. અફધાનિસ્તાન અને કંબોડિયા વચ્ચે રમાયેલા મુકાબલો 2-2ની બરાબરી પર પૂર્ણ થયો હતો.

ભારત સતત બીજી વખત ક્વોલિફાય કર્યું

ભારતીય ટીમે એશિયન કપ માટે સતત બીજી વખત ક્વોલિફાય કર્યું છે. આ પહેલા વર્ષ 2019માં જ્યારે ભારતીય ટીમે એશિયાકપમાં રમી હતી ત્યારે તેને હાર મળી હતી.

સુનીલ છેત્રીએ કહ્યું,કોઈપણ સંજોગોમાં ક્વોલિફાય કરવાનું છે

થોડા દિવસો પહેલા છેત્રીએ જણાવ્યું હતું કે, તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને 37 વર્ષીય કેપ્ટન માટે એશિયન કપ માટે ક્વોલિફાય થવું ખાસ રહેશે. ચીનના ખસી જવાને કારણે આગામી એશિયન કપ 2023ના અંતમાં અથવા 2024માં યોજાશે અને આવી સ્થિતિમાં છેત્રી તેને પોતાની શાનદાર કારકિર્દીનો અંતિમ ગઢ માની શકે છે. પોતાની 126મી મેચ પહેલા છેત્રીએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો અને કહ્યું ‘હું ક્વોલિફાઈ કરવા ઈચ્છું છું. હું ત્યાં નહીં હોઉં તો મારો દેશ હશે.

Next Article