94 વર્ષના ચેમ્પિયન દાદીએ વિદેશમાં લહેરાવ્યો ભારતનો ધ્વજ, જીત્યા ગોલ્ડ સહિત 3 મેડલ

વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ(World Masters Athletics championships 2022)માં ભગવાની દેવી ડાગરે એક ગોલ્ડ મેડલ સહિત 3 મેડલ જીત્યા છે

94 વર્ષના ચેમ્પિયન દાદીએ વિદેશમાં લહેરાવ્યો ભારતનો ધ્વજ, જીત્યા ગોલ્ડ સહિત 3 મેડલ
94 વર્ષનાં ચેમ્પિયન દાદીએ વિદેશમાં લહેરાવ્યો ભારતનો ધ્વજ
Image Credit source: ANI
| Edited By: | Updated on: Jul 12, 2022 | 6:59 PM

Athletics championships: એક ભારતીય એથ્લેટે વિદેશની ધરતી પર ઈતિહાસ રચ્યો છે, એ પણ એ ઉંમરે જે ઉંમરે લોકોને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. ફિનલેન્ડમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. 94 વર્ષની ઉંમરે ભગવાની દેવી ડાગરે (BhagwaniDevi) ફિનલેન્ડમાં ભારતનું માન વધાર્યું. તેમણે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 (World Masters Athletics championships 2022)માં સિનિયર સિટીઝન કેટેગરીમાં એક ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા. ભગવાનનીએ 100 મીટરની દોડમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીત્યો હતો. તેણે 100 મીટરની રેસ 24.74 સેકન્ડમાં પૂરી કરીને ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ કર્યો હતો. ટૂર્નામેન્ટ 29 જૂને શરૂ થઈ હતી અને 10 જુલાઈએ સમાપ્ત થઈ હતી.

ઉંમરને કોઈ લેવા દેવા નથી

 

આ પણ વાંચો

એક ટ્વિટમાં રમત મંત્રાલયે ભગવાની દેવીની પ્રશંસા કરી અને લખ્યું કે તેમણે ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર કોઈ અવરોધ નથી. તેમણે અગાઉ દિલ્હી સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરની દોડ, શોટ પુટ અને ભાલા ફેંકમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

 

 

સૌ કોઈને ટક્કર આપે છે આ દાદી

ભગવાની દેવીના પૌત્ર વિકાસ ડાગર આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટ છે. તેણે 2014ની ગ્રાન્ડ પી ઈવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આખો દેશ તેની હિંમત અને જુસ્સાના વખાણ કરી રહ્યો છે. ચાહકો કહે છે કે અમારી દાદી કોઈથી ઓછી નથી. ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અસલમ શેખે કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ જુઓ. સુપર ચેમ્પિયનને ખૂબ ખૂબ અભિનંદન.

ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેખાડી દીધું કે સિનિયર સિટિઝન ભલે હોય પરંતુ આજે પણ સૌને ટક્કર આપે છે. ચેમ્પિયનશિપમાં ભગવાની દેવીએ ગોલ્ડ ઉપરાંત બે બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યા છે.